ચટપટા બ્રેડ પોહા – બ્રેડમાંથી બનાવવામાં આવતા મૂળ મહારાષ્ટ્રના બ્રેડ પોહા એ પોહાનું એક અલગ વર્ઝન છે.

ચટપટા બ્રેડ પોહા :

હાલના ફાસ્ટ ગોઇંગ લાઇફમાં બ્રેડ આપણા રોજિંદા આહારનો એક ભાગ બની ગઈ છે. મોસ્ટલી બ્રેડ આખા વેર્લ્ડમાં બધી જગ્યાએ સરળતાથી મળી રહેતી હોય છે. બ્રેડમાંથી અનેક વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. અને તે બનાવવી પણ ખૂબજ સરળ, લાઈટ અને સ્વાદિષ્ટ હોય છે. બ્રેડમાંથી અનેક પ્રકારની સેંડવીચ, પકોડા જેવી સ્પાયસી તેમજ જાંબુ, હલવા જેવી અનેક સ્વીટ ડીશ પણ બનાવવામાં આવે છે. તેના ટોસ્ટ બનાવીને કે રોસ્ટ કરીને બટર અને જામ કે સોસ સાથે પણ ખવાતી હોય છે. આમ બ્રેડ ઝડપી નાસ્તા માટેનો એક સરસ વિકલ્પ છે.

બ્રેડમાંથી બનાવવામાં આવતા મૂળ મહારાષ્ટ્રના બ્રેડ પોહા એ પોહાનું એક અલગ વર્ઝન છે. તેને કોઇ જાતાના પોહાથી બનાવવામાં આવતા નથી. તેમાં પોહાને બ્રેડના પીસથી રીપ્લેસ કરવામાં આવ્યા છે.

અહી હું આપ સૌ માટે ચટપટા બ્રેડ પોહાની એક સરળ રેસિપિ આપી રહી છું. જે બ્રેક્ફાસ્ટ અને ડીનર માટેનો લાઈટ અને ટેસ્ટી નાસ્તો છે. ખૂબજ ચટપટી રેસિપિ હોવાને કારણે બાળકો અને અતિથિઓ માટે મોસ્ટ વેલ્કમ બની રહેશે. તેમજ ઘરના દરેક લોકોને પણ ખૂબજ ભાવશે. બાળકોના નાસ્તા બોક્ષ માટે પણ ચટપટા બ્રેડ પોહા હોટ ફેવરીટ છે.

ચટપટા બ્રેડ પોહા બનાવવા માટેની સામગ્રી:

  • 6 વ્હાઇટ બ્રેડની સ્લાઇઝ
  • 3 મિડિયમ સાઇઝ્ના ટમેટા – બારીક કાપેલા
  • 2 મોટી ઓનિયન – બારીક કાપેલી
  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • 2 બાફેલા બટેટાના નાના નાના પીસ
  • 2 ટેબલ સ્પુન કોથમરી- બારીક કાપેલી
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલા લીલા મરચા
  • 1/3 કપ શિંગદાણા ફ્રાય કરેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 ટી સ્પુન રાઈ
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • 1 ટી સ્પુન હળદર પાવડર
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • પિંચ સુગર ( ઓપ્શનલ)
  • 1 ટેબલ સ્પુન ટોમેટો કેચપ
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ

ગાર્નિશિંગ માટે :

થોડી બેસન સેવ, 3 ફ્રાય કરેલા કાજુ અને શિંગદાણા, ઓનિયન પીસ-રીંગ્સ, મરચાના પીસ, લીમડાના પાન, અર્ધુ લેમન, બારીક કાપેલી કોથમરી

ચટપટા બ્રેડ પોહા બનાવવા માટેની સામગ્રી:

સૌ પ્રથમ બ્રેડની સ્લાઇઝમાંથી તેના નાના પીસ કરી લ્યો. ( પીસ વધારે પડતા નાના કરવા નહી ).

એક પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ લઇ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. તેમાં સૌ પ્રથમ શિંગદાણા અને 3 કાજુ ફ્રાય કરી લ્યો. એક પ્લેટમાં ટ્રાંસફર કરો.

હવે તે જ ઓઇલમાં 1 ટી સ્પુન રાઈ, 1 ટી સ્પુન આખુ જીરું અને 8-10 મીઠા લીમડાના પાન ઉમેરી, રાઇ-જીરુ બરાબર તતડે અટલે તેમાં 2 મોટી બારીક કાપેલી ઓનિયન અને 2 ટેબલ સ્પુન બારીક કાપેલા લીલા મરચા ઉમેરો. ઓનિયન સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

ત્યારબાદ તેમાં બારીક કાપેલા 3 મિડિયમ સાઇઝ્ના ટમેટાના પીસ ઉમેરો. બધું બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ, 1 ટી સ્પુન હળદર પાવડર, સ્વાદ મુજબ સોલ્ટ, પિંચ સુગર ( ઓપ્શનલ) ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. જેથી બધા મસાલા તેમાં સારી રીતે ભળીને એકરસ થઈ જાય. હવે તેનાં ¾ કપ પાણી ઉમેરો. મિક્ષ કરી લ્યો.

હવે મિડિયમ ફ્લૈમ પર આ ઓનિયન-ટમેટાના મિશ્રણને ટમેટા એકદમ કૂક થઈ મેશી થઈ જાય ત્યાંસુધી તેને કૂક કરો. ત્યારબાદ તવેથા વડે કૂક થયેલા મિશ્રણને એકદમ મેશ કરી પેસ્ટ જેવું બનાવી લ્યો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ટોમેટો કેચપ ઉમેરો. મિક્ષ કરી 2 સેકંડ કૂક કરો. ( ટોમેટો કેચપ ઉમેરવાથી તેમાં સરસ ટેન્ગી ટેસ્ટ આવશે ).

હવે તેમાં બાફેલા બટેટા ઉમેરી દ્યો. પેસ્ટ કરેલા મિશ્રણ સાથે બરાબર મિક્ષ કરી 1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા શિંગદાણા ઉમેરો. સાથે તેમાં બ્રેડના પીસ ઉમેરી હલકા હાથે તવેથા વડે બધુ મિક્ષ કરી લ્યો. ( ધીમે ધીમે ઉપર નીચે કરી મિક્ષ કરવું જેથી બ્રેડના ટુકડાનો ભૂકો ના થઇ જાય).

બ્રેડના દરેક પીસ પર ઓનિયન-ટમેટાના કૂક કરેલા મિશ્રણનું બરાબર કોટિંગ થઈ જાય ત્યાં સુધી સ્લો ફ્લૈમ પર મિક્ષ કરો. સાથે 1 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી લ્યો.

તેના પર બારીક કાપેલી કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો.

ગરમા ગરમ ચટપટા બ્રેડ પોહા હવે સર્વ કરવા માટે રેડી છે.

એક મોટા સર્વિંગ બાઉલમાં ગરમા ગરમ ચટપટા બ્રેડ પોહા ટ્રાંસફર કરી લ્યો.

હવે તેના પર થોડી બેસન સેવ સ્પ્રિંકલ કરો. તેના પર થોડી કોથમરી અને લીલા મરચાના પીસ સ્પ્રિંકલ કરો. તેના પર ઓનિયન રિંગ્સ મૂકી મીઠા લીમડાના પાન મૂકો.

હવે તેના પર ફ્રાય કરેલા કાજુ અને શિંગદાણા ઉમેરી લેમનનો પીસ મૂકી ગાર્નિશ કરો.

બનાવવામાં ખૂબજ ક્વીક અને ઇઝી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવા ચટપટા બ્રેડ પોહા બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ ચોક્કસથી તમારા રસોડે બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.