શું તમે ROનુ પાણી પીવો છો? તો વાંચી લો પહેલા આ નુકસાન વિશે…

વર્ષના અંત સુધીમાં RO પર પ્રતિબંધ મુકવા આ સંસ્થાએ સરકારને આપ્યું અલટીમેટ, જાણો કેટલા ટીડીએસ ધરાવતું પાણી પીવું છે શરીર માટે જરૂરી, આરઓમાંથી નીકળતા પાણીથી થાય છે પર્યાવરણને મોટું નુકસાન…

image source

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને છેલ્લું અલ્ટીમેટમ આપી દીધું છે અને કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં સરકાર એવા આરઓ પર પ્રતિબંધ લગાવી દે જેમાં પાણીને સાફ કરવાની પ્રક્રિયા દરમિયાન 80 ટકા પાણીનો વેડફાટ થાય છે. આ ઉપરાંત એનજીટીએ એવી જગ્યાઓએ આરઓ પર પ્રતિબંધ મુકવા કહ્યું છે જ્યાં એક લીટર પાણીમાં ટીડીએસનું પ્રમાણ 500 મિલિગ્રામથી ઓછું હોય છે. એનજીટીનું કહેવું છે કે માત્ર અવા આરઓનું વેચાણ કરવાની પરવાનગી આપવી જોઈએ જે પાણી સાફ કરવાની પ્રક્રિયામાં માત્ર 40 ટકા પાણી જ વેસ્ટ તરીકે બહાર કાઢે. એનજીટીનું કહેવું છે કે આરઓ દ્વારા જે પાણી બરબાદ થાય છે તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી ગ્રાઉંડ વોટર પ્રદૂષિત થાય છે.

image source

શું છે ટીડીએસ

ટીડીએસ એટલે કે ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ પાણીમાં ભળી જતા કણ હોય છે જેને આરઓની મદદથી પાણીમાંથી દૂર કરવામાં આવે છે. પરંતુ પાણીમાંથી મિનરલ્સને પણ હટાવી દે છે આરઓ. પાણીમાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા કણ પણ હોય છે. જે પણ આ પ્રોસેસ દરમિયાન નીકળી જાય છે.

image source

શું છે આરઓ

આર ઓ એટલે રિવર્સ ઓસમોસિસ એટલે કે વિપરીત પરાસરણ. તેમાં પાણી એક મેમ્બ્રેન ફિલ્ટરમાં જાય છે. તેમાં પાણીમાં ભળેલા કણને દૂર કરવામાં આવે છે. જો કે આરઓની આ સમગ્ર પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં પાણી વેડફાય છે. 1 લીટર શુદ્ધ પાણી તૈયાર કરતી વખતે 3 લીટર પાણી બરબાદ થાય છે.

આરઓનું વેચાણ

image source

ભારતમાં હાલ આરઓનું બજાર 4200 કરોડનું છે. અનુમાન છે કે આગામી વર્ષ 2024 સુધીમાં તે 7 ગણું વધી અને 9000 કરોડનું થઈ શકે છે.

આ તપાસ ગ્રાહક મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત 21 શહેરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાણીની ગુણવત્તા મામલે 15 શહેરોના સેમ્પલ ફેલ થયા હતા. પાણીના જે માપદંડ દુનિયામાં ફોલો કરવામાં આવે છે તેમાં 600થી 900 ટીડીએસનું પાણી પીવાયોગ્ય ગણાય છે.

image source

પાણીની ગુણવત્તા મામલે ભારત 122 દેશોમાંથી 120માં ક્રમે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 1 લીટર પાણીમાં ઓછામાં ઓછા 300 એમજી ટીડીએસ હોવું જોઈએ. એટલે કે 300થી 600 ટીડીએસવાળું પાણી સારું ગણાય છે. 900થી વધુ ટીડીએસ હોય તે પાણી પીવા યોગ્ય હોતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત