આવતીકાલથી શરૂ થનારા ચાતુર્માસને લઈને આજથી જાણી લો આ નિયમો, કથા અને મહત્વ પણ

પ્રાચીન કાળમાં ઋષુમુનિઓએ માનવ કલ્યાણને માટે ઋતુઓના અનુરૂપ અને પરંપરાઓને નક્કી કરી હતી. ચાર મહિનાના ચાતુર્માસ એક એવો વિશેષ અવસર છે જે આવતીકાલ એટલે કે 20 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, તો દરેક ભક્તે તેના નિયમ અને મહત્વને જાણી લેવા જરૂરી છે.

માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની સાધના માટે શુભ માનવામાં આવતો ચાતુર્માસ આવતીકાલથી એટલે કે દેવશયની અગિયારસથી 20 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. તે દેવઊઠી અગિયારસ સુધી એટલે કે 14 નવેમ્બર સુધી ચાલશે. માન્યતા છે કે આ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રા માટે પાતાળ લોકમાં જાય છે. આ સમયે ભગવાન વિષ્ણુના સાધક સંયમ અને નિયમની સાથે સાથે જપ, તપ, દાન વગેરે કરવાની સાથે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાના ઉપાયો કરે છે. હિંદુ ધર્મની સાથે જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ ચાતુર્માસનું ખાસ મહત્વ હોય છે. તો જાણો તેની સાથે જોડાયેલી કથા, મહત્વ અને તેના નિયમોને વિશે પણ.

જાણો ચાતુર્માસ સાથે જોડાયેલી ખાસ માન્યતા

image source

માન્યતા છે કે એક વાર દૈત્યના રાજા વિરોચનના પુત્ર બલિએ અશ્વમેઘયજ્ઞ કરીને ખૂબ પુણ્ય કમાયું હતું. તેના કારણે તમામ રાક્ષસગણ દેવતાઓની ઉચ્ચ શ્રેણીમાં પહોંચી ગયા અને તેઓએ દેવતાઓને રાજા ઈંદ્રથી તેમનું સિંહાસન છીનવી લીધું. આ પછી તમામ દેવતાગણ મદદ લેવા માટે ભગવાન વિષ્ણુની શરણમાં ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓની રક્ષા કરવા માટે વામન અવતાર લીધો અને બલિના માથા પર પગ રાખીને ત્રણ પગમાં ધરતી, આકાશ અને પાતાળ માપીને બલિને આશ્રયહીન કરી દીધો.

બલિને બદલામાં તેઓએ પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને સાથે એક વરદાન માંગવાનું કહ્યું આ સમયે બલિએ આગ્રહ કર્યો કે વર્ષમાં એક વાર તેઓ માતા લક્ષ્મીની સાથે તેમના લોકમાં નિવાસ કરે. ભગવાન વિષ્ણુને તથાસ્તુ કહીને તેમની મનોકામનાને પૂરી કરવામાં આવે. ત્યારથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની સાથે 4 મહિના પાતાળ લોકમાં યોગનિંદ્રામાં લીન રહે છે.

image source

ચાતુર્માસનું છે આ મહત્વ

ઈશ્વરની સાધના માટે ચાતુર્માસ એટલે કે 4 મહિનાનો સમય વિશેષ રીતે આધ્યાત્મિક માનવામાં આવ્યો છે. આ 4 મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજાનું વિધાન પણ છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ સર્વવ્યાપી છે અને તે સૃષ્ટિના પાલનહાર છે. આ માટે પવિત્ર મહિનામાં માતા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની શેષનાગ પર લપેટાયેલા મૂર્તિની પૂજાનું વિધાન છે. આ 4 મહિનામાં વિધિ વિધાન સાથે કરાયેલા નિયમોનું પાલન કરી લેવામાં આવે તો શ્રી હરિની કૃપાનું સુખ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે.

આ છે ચાતુર્માસના ખાસ નિયમો

  • આયુર્વેદના અનુસાર 4 મહિનામાં સાદુ, તાજુ અને સુપાચ્ય ભોજન કરવું
  • માંસાહાર, પાનવાળા શાક અને દહીનું સેવન ટાળવું.
  • ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું
  • ચાતુર્માસમાં દિવસે સૂવું નહીં
  • તન મન અને આરોગ્ય માટે દરેક નિયમોનું પાલન કરવાની સાથે જપ અને સ્વાદનો ત્યાગ કરી લેવો.
image source

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ