જો તમારો ચેક બાઉન્સ થાય છે તો તમને મળશે ફક્ત 30 જ દિવસનો જ સમય, જાણો કાયદાકીય કાર્યવાહીમાથી બચવા શુ કરવુ

જ્યારે તમારો કોઈ પણ ચેક બાઉન્સ થાય છે ત્યારે તેની અસર CIBIL સ્કોર પર થાય છે અને જે તમારા માટે લોન વગેરે લેવાના કામમા મુશ્કેલી ઉભી કરી શકે છે. કલમ 417 અને 420 હેઠળ આવા આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરી શકાય છે. ચેક બાઉન્સના કિસ્સામાં ડ્રોય તરફથી કાનૂની નોટિસ મળે છે. તમે ચેક બાઉન્સથી વાકેફ હશો અને કદાચ આવુ તમારી સાથે ક્યારેક થયું પણ હશે. ચેક બાઉન્સને ટેકનિકલ ભાષામાં ડિસઓનર ચેક પણ કહેવાય છે. ડિસઓનર ચેક તેને કહી શકાય કે જેના પર બેંક નાણા ચૂકવવાનો ઇનકાર કરે છે. આ માટે ઘણા કારણો હોઈ શકે છે.

image soucre

આ તમામ કારણોમાં સૌથી અગત્યનું કારણ હોય છે કે ખાતામાં પૂરતી રકમનો અભાવ. ખાતામાં એટલા પૈસા નથી અને છતા જો તમે કોઈને ચેક આપો છો અને તે બેંકમાં બાઉન્સ થાય છે. કેટલીક વખત સહીમાં ફેરફારને કારણે પણ ચેક બાઉન્સ થાય છે. ચેક બાઉન્સના કિસ્સામાં કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ છે. ચેક બાઉન્સના કિસ્સામાં ડ્રોયની તરફથી કાનૂની નોટિસ અપાતી હોય છે. આ કાર્યવાહી બેંકમાંથી ચેક રિટર્ન થયાના 30 દિવસની અંદર કરવામાં આવે છે. આ નોટિસ ડ્રોઅરના નામે હોય છે જેમણે તેમના ખાતામાંથી ચેક જારી કર્યો છે. આ પછી જો નોટિસ બાદ પણ ડ્રોઅર પેમેન્ટ કરી દે છે તો કેસ નોંધવામા આવતો નથી અને જો તે પૈસા આપવાની ના પાડે તો 30 દિવસમાં કેસ દાખલ કરી શકાય છે અને ત્યારબાદ મામલો કોર્ટમાં જાય છે. કોર્ટમાં તેનો ઉકેલ લાવવામા આવે છે અને આ બધૂ ચૂકવનાર અને ડ્રોઅર બંને માટે સમસ્યા બની જાય છે.

*કેવી રીતે બને છે ચેક બાઉન્સ નોટિસ:

image soucre

આ નોટિસનો મુસદ્દો તૈયાર કરવો કોઈ સરળ કાર્ય નથી અને ઘણી કાયદાકીય જોગવાઈઓ છે જેનું ધ્યાન રાખવું પડે છે. નોટિસ આપતા પહેલા નોટિસના નિયમો યોગ્ય રીતે જાણી અને સમજવામા આવે છે. મળતી માહિતી મુજબ આ નોટિસનો અર્થ તાત્કાલિક કાર્યવાહી થતો નથી પરંતુ તે જણાવે છે કે તમારી સામે કાર્યવાહી શરૂ કરી શકાય છે. તેથી નોટિસનો ડ્રાફ્ટ લખતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં રાખવામા આવે છે. એકવાર નોટિસ આપ્યા પછી તેને કોઈ પણ રીતે બદલી શકાતી નથી. આ કામ માત્ર કાનૂની નિષ્ણાત દ્વારા કરવામાં આવે છે કારણ કે તે ડ્રાફ્ટ ફુલ પ્રૂફ ચેક બાઉન્સ નોટિસથી વાકેફ હોય છે.

*ચેક બાઉન્સ નોટિસમાં આ બાબતોનુ રાખવુ જોઈએ વિશેષ ધ્યાન:

image soucre

-નોટિસમાં તે જ રકમનો ઉલ્લેખ કરો જે ચેકમાં લખેલી હોય છે નહીંતર કોર્ટમાં જ્યારે આ કેસ જશે ત્યારે મુશ્કેલી આવી શકે છે.
-જ્યારે પણ નોટિસ મોકલવામાં આવે છે ત્યારે તે નિયત સમયગાળાની અંદર હોવી જોઈએ. નોટિસની માન્ય અવધિમાં નોટિસ આપવી જોઈએ.
-ઓછા પૈસાના કારણે ચેક બાઉન્સ થાય ત્યારે નોટિસ મોકલવી. ચેક બાઉન્સ થયાના 30 દિવસની અંદર નોટિસ આપવી.
-જો ડ્રોવરે નોટિસની તારીખથી 15 દિવસની અંદર ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો હોય તો કાનૂની નોટિસ 30 દિવસની અંદર મોકલવી.

*કોર્ટની કાર્યવાહી:

image soucre

જ્યારે કોર્ટ દ્વારા નોટિસ સ્વીકારવામા આવે છે ત્યારે આરોપીને ત્યા હાજર થવાનું કહેવામાં આવે છે. આ પછી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. ચેક બાઉન્સ અંગે આ કલમ હેઠળ ગુનાની શ્રેણી જોવામા આવે છે. જો પીડિત ઇચ્છે તો તે આ કેસમાં ક્રિમિનલ કેસ તેમજ સિવિલ કેસ પણ દાખલ કરી શકે છે. ચેક બાઉન્સની ફરિયાદ દાખલ કરતી વખતે ફરિયાદીએ કોર્ટ ફી ચૂકવવી પડે છે જે ચેકની રકમ પર આધાર રાખે છે. જો 50,000 સુધીના ચેક બાઉન્સ થયા હોય તો તેના માટે કોર્ટ ફી 200 રહેશે અને જો 50,000થી 2 લાખ સુધીની રકમ માટે 500 અને અને 2 લાખથી વધુના ચેક બાઉન્સ માટે 1000 ચુકવાના રહેશે.

*બેંક કરી શકે છે દંડ:

image soucre

જ્યારે તમારો ચેક બાઉન્સ થાય છે ત્યારે CIBIL સ્કોર પર પણ તેની અસર થાય છે. આ કારણે જ્યારે તમે કોઈ લોન વગેરે જેવુ કામ કરવા જશો ત્યારે ઘણી મુશ્કેલી આવી શકે છે. કલમ 417 અને 420 હેઠળ આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરી શકાય છે. જો કે જો ફરિયાદીએ કોર્ટમાં છેતરપિંડીનો કેસ સાબિત કરવાનો હોય છે. જો કોઈ વ્યક્તિના એક સાથે અનેક ચેક બાઉન્સ થયા છે તો તમામ કેસો કોર્ટમાં એકસાથે જોવામાં આવશે. આ કિસ્સામાં બેંક ડ્રોવર અને ડ્રોય સામે દંડ લાદી શકે છે.