માતાએ બાળપણમાં ઉડાવી હતી મજાક, આજે 900 કરોડના માલિક હોવા છતાં નથી આપ્યો માતાને એક પણ રૂપિયો

પલ્પ ફિક્શન, કિલ બિલ, વન્સ અપોન અ ટાઈમ ઇન હોલીવુડ અને ઈંગ્લોરિયસ બેસ્ટર્ડ્સ અને સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક અને ઘણા ટોચના હોલીવુડ સ્ટાર્સ જેમ કે લિયોનાર્ડો ડી કેપ્રિયો, બ્રેડ પિટ, રોબર્ટ ડી નીરો ક્વેન્ટિન ટેરેન્ટિએ હાલમાં એક ચોકાવનારો ખુલાસો કર્યો છે.

image soucre

તેણે કહ્યુ છે કે તેણે તેની માતાને આર્થિક મદદ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને તે પાછળનુ કારણ એ છે કે ટેરેન્ટિનોની માતા બાળપણમાં તેની રાઇટીંગની મજાક ઉડાવતી હતી. આ વિશે વિગતે વાત કરીએ તો 58 વર્ષીય ટેરેન્ટીનોએ કહ્યું કે જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારે તેની માતાએ તેને જે કહ્યુ તે એટલું ખરાબ લાગ્યું કે તેણે ત્યારે જ નક્કી કર્યું હતુ કે જો તે સ્ક્રીપટ રાઇટીંગ અથવા નિર્દેશનના કામમાં સફળ થશે તો તે તેની માતાને કઈ પણ મિલકત કે આર્થિક રીતે મદદ કરશે નહી.

image soucre

હોલીવુડમાં મોટી સફળતા હોવા મળ્યા બાદ હવે ટેરેન્ટિનો આ વચન પર અડગ છે. મળતી માહિતી મુજબ ટેરેન્ટિનો 120 મિલિયન ડોલર એટલે કે લગભગ 900 કરોડની સંપત્તિના માલિક છે. તેણે મોમેન્ટ પોડકાસ્ટ પર આ વાત જાહેર કરી છે. તેણે કહ્યું કે મને યાદ છે કે જ્યારે હું સ્કૂલમાં સ્ક્રીન રાઇટિંગ કરતો હતો ત્યારે મને શિક્ષકો દ્વારા ઠપકો મળતો હતો.

image soucre

મારા શિક્ષકોએ મારી માતાને પણ બોલાવી હતી અને મારી માતાએ પણ તે શિક્ષકોને જ ટેકો આપ્યો હતો. મને બહુ ખરાબ લાગ્યું. તેણે આ વિશે આગળ કહ્યું કે મારી માતા મારા લેખન વિશે હમેશા ખરાબ કહેતી હતી. તેમણે ઘરે આવીને મને કહ્યું કે આ તારી લેખન કારકિર્દી છે? આ રીતે બકવાસ કરિયર બનશે અને બધું સમાપ્ત થઈ જશે.

image soucre

તે સમયે મેં વિચાર્યું કે જો હું આ કારકિર્દીમાં સફળ થઈશ તો તે પછી હું મારી માતાને આ ‘બકવાસ કારકિર્દી’નો એક પૈસો પણ આપીશ નહીં. જ્યારે ટેરેન્ટીનોને પૂછવામાં આવ્યું કે શું તે આજે પણ પોતાનું વચન પાળે છે? તો તેણે કહ્યું કે મેં એક વખત મે તેમને ટેક્સ વિભાગમાંથી પીછો છોડાવવા મદદ કરી હતી, પરંતુ મેં તેમને કોઈ આર્થિક મદદ કરી નથી.

image soucre

આ સિવાય ન તો મેં તેમને ઘર આપ્યું કે ન તો કોઈ કાર આપી કારણ કે તેમને પણ મારી આ કારકિર્દીથી કોઈ આશા નહોતી. તેણે આગળ કહ્યું કે જો તમે તમારા બાળકોને પ્રોત્સાહિત ન કરી શકો તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. મારા માટે લેખન ખૂબ મહત્વની બાબત હતી. હોલીવુડમાં મારી કઈ પણ ઓળખ હતી નહી. મેં બધું જાતે કર્યું છે.

image socure

આવી સ્થિતિમાં જેટલુ તમે આવા લોકોથી દૂર રહેવાનું પસંદ કરશો કે જે તમને નિરાશ કરવા માંગે છે અને તમારા સપનાઓને કચડી નાખવા માંગે છે તેટલુ જ સરળ છે. ટેરેન્ટીનોએ એક સ્વતંત્ર ફિલ્મ નિર્માતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પાંચ દિવસ કામ કરતો હતો અને વીકએન્ડમાં તેની ફિલ્મ બનાવતો હતો. તેમની ફિલ્મ વર્ષ 1992માં રિલીઝ થઈ હતી જેને રિજ્વોયર ડોગ્સ નામ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.