ચીનમાં ડેલ્ટા વાયરસના કેસ વધતાં તંત્રમાં હડકંપ, ફરીથી લગાવ્યું લોકડાઉન

ચીનમાં કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉચક્યું છે. ચીનના ફુજિાન પ્રાંતના તટીય વિસ્તાર શિયામેનમાં કડક લોકડાઉન અત્યારથી જ લગાવી દેવામાં આવ્યું છે. અહીં કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટના કેસ મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. તંત્રએ 45 લાખની આબાદીવાળા આ શહેરમાં ઝીરો ટોલરેંસ નીતિ લાગૂ કરી દીધી છે. શિયામેન ઈલેક્ટ્રોનિક કંપોનેંટના મૈનુફૈક્ચરિંગ હબ તરીકે જાણીતું છે. આ એબીબી લિમિટેડ અને શિંડર ઈલેક્ટ્રિક એસઈ જેવી કંપનીઓની ઓફિસો છે.

image soucre

શહેરમાં 59 કેસ ડેલ્ટા વેરિયંટના જોવા મળ્યા છે. ત્યારબાદ અહીંના તમામ રહેણાક વિસ્તારો અને ગામોને બંધ કરી દેવામાં આવ્યા છે. સિનેમાઘર, બાર, જિમ, લાઈબ્રેરી પર પણ પ્રતિબંધ મુકાયો છે. મંગળવારથી તમામ કિંડરગાર્ડન, પ્રાઈમરી સ્કૂલ અને સેકંડરી સ્કુલ પણ બંધ કરાયા છે. ઓનલાઈન ક્લાસ ફરીથી અહીં શરુ કરવામાં આવી છે. શહેરમાં લાંબા અંતરની બસ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે.

image socure

શહેરના કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે ફુજિયાન પ્રાંતના ત્રણ શહેરમાં અત્યાર સુધીમાં 103 કેસ નોંધાયા છે. સૌથી પહેલો કેસ રુટીન ચેક દરમિયાન આવ્યો હતો. જે શાળામાં થયું હતું અને 2 વિદ્યાર્થી પોઝિટિવ મળ્ચા હતા. તેના પિતા ઓગસ્ટની શરુઆતમાં વિદેશથી પરત ફર્યા હતા. માનવામાં આવે છે કે તેનાથી જ સંક્રમિત થયું હતું.

image socure

નિષ્ણાતોનું કહેવું છે કે ચીને વુહાનથી ઉદ્ભવેલા વાયરસમાંથી ઘણું શીખ્યું છે. હવે તે એવી દરેક પરિસ્થિતિને ટાળવા માંગે છે જેમાં વાયરસ ઝડપથી ફેલાય. ડેલ્ટા વેરિઅન્ટના કેસ સામે આવ્યા પછી, સ્થાનિક વહીવટીતંત્રે શરૂઆતથી જ કડક નિર્ણયો લીધા છે. નેશનલ હેલ્થ ટીમના નિષ્ણાંતો આ કેસોને ‘સ્પોઇલર રિસ્ક’ તરીકે જોઈ રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના રહેણાંક વિસ્તારો, શાળાઓ અને કારખાનાઓમાંથી વધુ કેસ નોંધાઈ શકે છે