શું તમે પણ સ્વિગી અને ઝોમેટોમાંથી ખોરાક મંગાવો છો ? તો હવે તમારા ખિસ્સા પર વધી શકે છે ભાર

અત્યારના સમયમાં દરેક લોકો પોતાના કામ અને કોરોનાના ડરથી બહાર જમવા જતા નથી. આ સમયમાં લોકો સ્વિગી અને ઝોમેટો માંથી ફૂડ મંગાવી લે છે. આ રીતે ઓનલાઇન ફૂડ મંગાવાથી ગ્રાહકોને પણ ફાયદો થાય છે. કારણ કે ડિસ્કાઉન્ટના કારણે ગ્રાહકોના પૈસા અને સમાય બંને બચે છે. પરંતુ આવનારા દિવસોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મોંઘી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવશે. કમિટીની ફિટમેન્ટ પેનલે ફૂડ ડિલિવરી એપને ઓછામાં ઓછા 5 ટકા GST ના દાયરામાં લાવવાની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં, સ્વિગી, ઝોમેટો વગેરેમાંથી ખોરાક મંગાવવો મોંઘો પડી શકે છે. જીએસટી કાઉન્સિલ કમિટીની બેઠક થોડા સમયમાં જ થશે. આ અંગેની ચર્ચા પણ બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ છે.

image soucre

તમને જણાવી દઈએ કે જીએસટી કાઉન્સિલની બેઠક શુક્રવારે લખનઉમાં યોજાવાની છે. અત્યારે સરકારને સિસ્ટમને કારણે ટેક્સમાં 2 હજાર કરોડ રૂપિયાના નુકસાન વિશે કહેવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલની ફિટમેન્ટ પેનલે ભલામણ કરી છે કે ફૂડ એગ્રીગેટર્સને ઈ-કોમર્સ ઓપરેટર તરીકે ગણવામાં આવે.

જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે

image soucre

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે યોજાવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલમાં રાજ્યોના નાણાં પ્રધાનો પણ સામેલ છે. કાઉન્સિલની બેઠક શુક્રવારે લખનઉમાં મળવાની છે. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક 12 જૂને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી.

image socure

આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર થઈ શકે છે. આ બેઠકમાં, અન્ય બાબતોની સાથે, કોવિડ -19 સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત દરોની સમીક્ષા કરી શકાય છે.

નાણાં મંત્રાલયે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે ઓગસ્ટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન રૂ. 1.12 લાખ કરોડથી વધુ હતું. એક વર્ષ પહેલા ઓગસ્ટ મહિનાની સરખામણીમાં તેમાં 30 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.

image socure

આ અંગે હવે થોડા દિવસોમાં જ નિર્ણય બહાર આવશે. એ પરથી કહી શકાશે કે સ્વિગી અને ઝોમાટો ઓનલાઇન ફૂડ પર કેટલા પૈસાનો વધારો થઈ શકે છે. આ સમાચાર દરેક ગ્રાહકને ઝટકો આપશે, પણ થોડા દિવસો પછી ખ્યાલ આવશે કે કેટલા પૈસાનો વધારો થશે.