અબ તક 56, રાજ્યમાં હજુ પણ 56 રોડ રસ્તા બંધ, સમારકામ ચાલુ, ભાજપ નેતાએ જ સરકારને ભાંડી

ગુજરાતમાં છેલ્લે છેલ્લે મેઘો મૂશળધાર મંડાયો છે, રાજ્યમાં હાલમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, મોટા ભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા અને ઘણા બધા નદી નાળાં છલકાઈ ગયા, અમુક નદીઓ તો ગાંડૂતૂર બની કિનારા તોડી ગામમાં ઘૂસી ગઈ, તો બીજી બાજુ ઘણા લો લેવલ કોઝ વે અને પુલ પણ પાણીમાં ગરકાવ થતાં મોટાભાગના રોડ રસ્તાની અવરજવર બંધ થઈ ગયા હતા. જેના હિસાબે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ આ અઠવાડિયામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, એમાં પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જોકે વરસાદનું જોર છેલ્લા બે દિવસથી ઘટ્યું છે, પરંતુ હજુ પણ કેટલાક રસ્તાઓ બંધ છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મુજબ, 2 ઓક્ટોબર બપોરે 2 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં 15 જિલ્લામાં 56 રસ્તા હજુ પણ બંધ છે. અગાઉ ગુરુવાર સુધીમાં 164 રસ્તાઓ ભારે વરસાદના પગલે બંધ કરાયા હતા.

image socure

રાજ્યમાં ખરાબ રસ્તાઓ સુધારવાનું કામ ચાલુ થયું હોવાનું માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે. તેએઓ કહ્યું છે કે, આ અભિયાન પૂર જોશમાં શરુ થયું છે. 1 થી 10 ઓક્ટોબરની વચ્ચે બિસમાર હાલતના રોડ રસ્તાઓ સારા થઇ જશે.

રાજ્યમાં મોટાભાગના રોડ રસ્તાઓ બંધ

image socure

ગુજરાતમાં અમદાવાદ, સુરત તથા રાજકોટ સહિત 15 જિલ્લામાં 56 રસ્તા ભારે વરસાદને પગલે રોડ પાણીમાં ડૂબી જવાથી અથવા તો ધોવાઈ જતાં બંધ કરવા પડ્યા હતા, જેમાં 8 સ્ટેટ હાઈવે, 38 પંચાયત રોડ તથા 10 અન્ય રસ્તાનો સમાવેશ છે. પોરબંદર અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 12-12 માર્ગ હજુ પણ બંધ હાલતમાં છે. જ્યારે જુનાગઢમાં 8, ભાવનગરમાં 6 અને છોટા ઉદેપુરમાં 4 રસ્તાઓ બંધ છે. જેમાં 55 રસ્તાઓ છેલ્લા 24 કલાકથી વધુ સમય થવા છતાં હજુ પણ બંધ છે, જેમાં 7 સ્ટેટ હાઈવે, 10 અન્ય માર્ગો, 38 પંચાયત માર્ગોનો સમાવેશ થાય છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

image socure

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલ સુધી છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. જ્યારે 4 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.

રોડના નવીનીકરણના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો અન્ય કોઈ નહીં પણ ભાજપના નેતાએ જ અવાજ ઉઠાવ્યો છે. લેભાગુ કૉંટ્રાકટર, કટકીબાજ અધિકારી અને ભ્રષ્ટ લોક સેવક સામે અમરેલીના ભાજપના જ આગેવાન ડૉક્ટર ભરત કાનાબારે અવાજ ઉઠાવ્યો છે. ભરત કાનાબારે નબળા રોડ બનાવવા સાથે જોડાયેલા લોકોને ટુકડે ટુકડે ગેંગ ગણાવી છે.

image socure

એક- બે ચોમાસામાં રસ્તા તૂટતા કરોડો રૂપિયા વડેફાટા હોવાનો ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે. ટ્વીટરના માધ્યમથી ભરત કાનાબારે સરકારી વિભાગની જ પોલ ખોલી છે. . સી.આર પાટીલ અને ભૂપેંદ્ર પટેલને પણ ટ્વીટના માધ્યમથી ભાજપ નેતાએ સંદેશ આપ્યો છે. નબળા કામ ચાલતા હોય ત્યાં જનતાએ વિરોધ કરવા બહાર આવવું પડે તેવો પણ ભરત કાનાબારે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. લોકોએ પણ સ્વીકારી લીધુ છે કે આ સમસ્યા કાયમીની બની છે. જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આવા લોકો સામે પાર્ટી પણ કાર્રવાઈ કરે છે. આંખ સામે બધુ બને છે છતા જનતા બોલતી નથી અને અવાજ પણ નથી ઉઠાવતી. જનતાએ હવે તમામ સમસ્યા સ્વીકારી હોય તેમ અવાજ ઉઠાવતા નથી.

ભારે વરસાદને પગલે અનેક રસ્તાની સ્થિતિ કફોડી, રાજયનાં 56 ૨સ્તા બંધ

image socure

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પરંતું આજે સાંજે 4 વાગ્યા સુધી હજુ પણ રાજ્યના 56 રોડ- રસ્તા બંધ હાલતમાં છે. પોરબંદર અને રાજકોટના બે સ્ટેટ હાઈવે સહિત કુલ 8 સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે. બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીનો એક સ્ટેટ હાઈવે પણ બંધ હાલતમાં છે. જ્યારે પંચાયત હસ્તકના કુલ 38 માર્ગો બંધ છે. સૌથી વધુ રાજકોટ અને પોરબંદરમાં પંચાયત હસ્તકના 12 રસ્તા બંધ હાલતમાં છે. અમદાવાદમાં ત્રણ, વડોદરામાં બે, છોટાઉદેપુરમાં ચાર રસ્તા બંધ છે. જ્યારે જૂનાગઢમાં આઠ તો ભાવનગરમાં છ રસ્તા બંધ હાલતમાં છે. આ ઉપરાંત નર્મદા, જામનગર, દ્વારકા, સુરેંદ્રનગર અને ગીર સોમનાથમાં એક- એક રોડ બંધ હાલતમાં છે.

image soucre

શાહીન વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી દૂર હોવાથી રાજ્યમાં નુકસાન થવાની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાદરનગર હવેલી, દીવમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આગામી 3 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ આવી શકે છે. ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે.