ચીઝી પાલક ટોસ – જે બાળકોને ગાર્લિક બ્રેડ પસંદ આવે છે તેમને આ હેલ્થી પાલક ટોસ્ટ ખુબ પસંદ આવશે…

ચીઝી પાલક ટોસ

દોસ્તો કેમ છો! વરસાદ આવે એટલે વરસાદ ની મોસમ માં ભીંજાવા ની મજા જ કંઈ હોય છે અને એ ભીંજાયા પછી ગરમ ગરમ તો ખાવું જ પડે ને.તો હવે વરસાદ માં ભજીયા અને વડા ખાઈ ને કંટાળી ગયા છો ને તો ચાલો કંઇક નવું ટ્રાય કરીએ.વરસાદ પડે એટલે ગરમ ગરમ ખાવાનું મન થાય. આપને પાલક ની પંજાબી સબ્જી પાલક પનીર તો ખાતા જ હોઈએ છે અને પાલક આપની હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો આજે આપને બનાવીશું ચિઝી પાલક ટોસ.તો સામગ્રી જોઈ લઈશું.

સામગ્રી

  • ૧ મોટો બાઉલ પાલક ઝીણી સમારેલી
  • ૧ ડુંગળી ઝીણી સમારેલી
  • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ૨ ચમચી મેયોનીઝ
  • ૧ ચમચી વેજ તંદુરી મેયોનીઝ્
  • ૨ ચિઝ ક્યૂબ
  • મીઠુ સ્વાદાનુસાર
  • ૧ નાનો બાઉલ કેપ્સિકમ
  • ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧/૨ ચમચી મિક્સ હબસ
  • ૫૦ ગ્રામ બટર
  • ૧ ચમચી તેલ
  • ચપટી હિંગ
  • ચપટી હળદર
  • ગાર્લિક બ્રેડ લોફ

રીત

સૌ પ્રથમ એક કડાઈ માં એક ચમચી તેલ એડ કરો.

તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ એડ કરો.હવે તેમાં આદુ લસણની પેસ્ટ અને ડુંગળી એડ કરો.

ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

ત્યારબાદ તેમાં પાલક એડ કરો.

હવે તેમાં મીઠું અને હળદર એડ કરો.

ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ અને મિક્સ હબસ એડ કરો.

હવે તેને મિક્સ કરી લો.અને ૧૦ મિનિટ પાલક ચડે ત્યાં સુધી થવા દો.

પાલક ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.અને તેને એક બાઉલ માં કાઢી લો.

હવે તે ઠંડુ થાય એટલે તેમાં બે ચમચી મેયોનિઝ અને એક ચમચી મિક્સ વેજ તંદુરી મયોનીઝ એડ કરી મિક્સ કરી લો.

હવે મે ગારલિક બ્રેડ લોફ લીધો છે એને કટ કરી લઇશું.

બ્રેડ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે નોનસ્ટિક પેનમાં બને બાજુ શેકી લઈશું.

હવે શેકેલી બ્રેડ પર પાલક નું ટોપિંગ લગાવીશું.

તેની ઉપર ચીઝ છીની લઈશું.

હવે તેને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ૨ મિનિટ માટે નોનસ્ટિક પેન પર ગરમ કરી લઈશું.

તો તૈયાર છે આપના ચીઝી પાલક ટોસ જેને આપને સોસ જોડે સર્વ કરીશું.

નોધ: મે ગાર્લિક બ્રેડ લોફ લીધો છે,તમે બ્રેડ પણ ઉસે કરી શકો છો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.