ગરમીમાં ડુંગળી અને બટાકાને ફ્રેશ રાખવા છે તો કામની છે આ ટિપ્સ, તમે પણ કરી લો ટ્રાય

ગરમીની સીઝન આવી ચૂકી છે ત્યારે ખાસ કરીને ફ્રૂટ અને ડુંગળી તથા બટાકાને સાચવવાનું કામ મુશ્કેલ બની જાય છે. એવામાં તમે તેને સૂકાઈ જવાતી બચાવવા માટે ફ્રિઝમાં મૂતો છો. આ સમયે તેની સાથે ફ્રિઝમાં અન્ય ચીજ પણ રહે છે તો તેની સ્મેલ તેમાં મિક્સ થઈ જાય છે. તેને ખાસ કરીને તમે લાંબા સમય સુધી રાખવા ઈચ્છો છો તો તમે તેને એક ટોકરીમાં રાખો તે જરૂરી છે.

એવામાં ક્યારેક તમે જોયું હશે કે ગરમીમાં બટાકામાં લીલી ગાંઠ બનવા લાગે છે. જો તમે ઘરમાં લાંબા સમય સુધી ડુંગળી અને બટાકાને સારા રાખવા ઈચ્છો છો તો તમારે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી લેવાની જૂરૂર છે.

આ ટિપ્સ કરશે ગૃહિણીઓની મદદ

  • જો તમે બટાકાને લાંબા સમય સુધી સારા રાખવા ઇચ્છો છો તો તમારે તેને કાગળમાં લપેટીને રાખવા જોઈએ.
  • જો તમે બટાકાને ઘરના ખૂણામાં અંધારા વાળી જગ્યાએ અને સાથે થોડી ઠંડક હોય તેવી જગ્યાએ રાખો છો તો તે સારું માનવામાં આવે છે.
  • બટારાની ઉપર ભેજ છે કે પછી બટાકા ભીના છે તો તમે તેને એક સારા કપડાથી લૂસી લો. આમ કર્યા બાદ તમે તેને સુતરાઉ કપડાની બેગમાં રાખી લો તે પણ જરૂરી છે.
  • જો તમે ડુંગળી કે બટાકાને ગરમ જગ્યાએ રાખી લો છો તો તે જલ્દી અંકુરિત થવા લાગે છે.
  • ડુંગળીને તમે હવાવાળી અને ચોખ્ખી જગ્યાએ રાખો, આમ કરવાથી તેમાં ફંગસ આવતી નથી અને તે લાંબા સમય સુધી સારી રહે છે.
  • ડુંગળી અને બટાકા બંનેને અન્ય શાક અને ફળની વાટકીથી દૂર રાખો. આ બંનેને સાથે ન રાખો.
  • કેટલાક લોકો ડુંગળી અને બટાકાને એક જ બાસ્કેટમાં સાથે રાખે છે. આમ ન કરો. આમ કરવાથી બટાકાને ગરમી મળે છે અને તે જલ્દી ખરાબ થાય છે.

બટાકામાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, વિટામીન બી6, વિટામિન સી, ફોસ્ફરસ, મેગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ફાઈબર, થાઈમિનથી ભરપૂર હોય છે. જો તમે તેનો લાભ લેવા ઇચ્છો છો તો તે યોગ્ય રીતે સંગ્રહિત કરવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!