CM બનતા આપી દીધો આદેશ, નીતિન પટેલે કહ્યું, મને લોકોના દિલમાંથી કોઈ નહીં કાઢી શકે

ગુજરાતના નવા સીએમ તરીકે રવિવારે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી. તો બીજી તરફ આજે તેમણે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવાની વાત કરી છે. આ અંગે તેમણે ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવા માટે જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને ખાસ સૂચનાઓ આપી છે.

image socure

તો બીજી તરફ આજે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ ડે. સીએમ નીતિન પટેલને મળવા પહોચ્યા હતા જેની એક તસવીર પણ સામે આવી છે. તો નીતિન પટેલે તેમની પ્રશંસા કરી છે. નોંધનિય છે કે, નીતિન પટેલનું નામ સીએમ તરીકે ન આવતા એવા સમાચારો વહેતા થયા હતા કે તેઓ નારાજ છે. આ અંગે નીતિન પટેલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના મિત્ર છે. જેથી મારી નારાજગીની વાત તદન ખોટી છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટીએ મને જવાબદારી આપીને મોટો કર્યો છે. જેથી પાર્ટી પ્રત્યે પણ મારી કોઈ નારાજગી નથી.

image soucre

નિતિન પટેલે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઈપણ રાજનેતા હોય એ પહેલાં લોકોના દિલમાં હોય છે. હું 18 વર્ષનો હતો ત્યારથી ભાજપ પાર્ટી સાથે જોડાયેલ કાર્યકાર છુ. તેમણે કહ્યુ કે, હું 6 વાર હું ધારાસભ્ય બન્યો એ મતદાતાઓના પ્રેમના કારણે બન્યો છુ. આ ઉપરાંત હું હજારો કાર્યકરોઓને માર્ગદર્શન આપું છું. જેથી હું પાર્ટીથી નારાજ થાવ એ યોગ્ય નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જે કઈપણ થાય છે તે નસીબ, સમય સંજોગને આધીન થતું હોય છે. ભૂપેન્દ્ર પટેલ મારા મિત્ર છે અને હું અને ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને કામ કરીશુ.

image socure

તો બીજી તરફ ગઈ કાલે મહેસાણામાં નીતિન પટેલે કહ્યું હતું કે,’મીડિયામાં ચર્ચા છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ લેજિસ્લેટિવ બોર્ડની બેઠક છોડીને ચાલ્યા ગયા. હું તમારા હૃદયમાં છું જ્યાં સુધી હું લોકો અને પાર્ટી કાર્યકર્તાઓના દિલમાં છું ત્યાં સુધી મને કોઈ દૂર કરી શકે નહીં.

image socure

નીતિન પટેલે એમ પણ કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ તેમના જૂના પારિવારિક મિત્ર છે. તેમણે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવા બદલ શુભેચ્છા પણ પાઠવી છે. ડેપ્યુટી સીએમે કહ્યું કે તેમને મુખ્યમંત્રી તરીકે જોઈને આનંદ થશે. ભૂપેન્દ્ર પટેલે તેમની પાસેથી માર્ગદર્શન પણ માંગ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને તેઓ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર જશે.

image soucre

નોંધનીય છે કે ગુજરાતમાં નીતિન પટેલને મુખ્યમંત્રી પદના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. હકીકતમાં, જ્યારે ગત ગુજરાતની ચૂંટણી પહેલા આનંદીબેન પટેલનું રાજીનામું લેવામાં આવ્યું હતું, ત્યારે નીતિન પટેલને સીએમ બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ હતી, પરંતુ વિજય રૂપાણી જીતી ગયા હતા.

image soucre

જ્યારે ભાજપે પ્રથમ વખતના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે, નીતિન પટેલના ભવિષ્ય અંગે હજુ પણ શંકા છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આ અંગે કોઈ વાત કરી નથી. જોકે, એવું પણ માનવામાં આવે છે કે વર્તમાન મંત્રીમંડળમાંથી ચારથી પાંચ મંત્રીઓના નામ કટ થઈ શકે છે, જેમાંથી એકનું નામ નીતિન પટેલ પણ છે.