જાણો એક એવી માછલી વિશે જે બદલે છે કાચિંડાની જેમ શરીરનો રંગ

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કાચિંડાઓ પોતાના શરીરનો રંગ બદલવામાં એક્સપર્ટ હોય છે પણ એવું નથી કે ફક્ત કાચિંડા જ પોતાના શરીરનો રંગ બદલી શકે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે માછલીઓમાં પણ એક એવી જાતની માછલી થાય છે જે કાચિંડાની જેમ જ પોતાના શરીરનો રંગ બદલે છે. જો કે આ જાતિની માછલી બહુ ઓછી અને દુર્લભ છે અને બધે જોવા નથી મળતી. તાજેતરમાં જ ભારતની સેન્ટ્રલ ફિશરીઝ ઇન્સ્ટ્યુટના વૈજ્ઞાનિકોએ આ પ્રકારની માછલીને ભારતીય જળસ્ત્રોતમાંથી પહેલી વાર શોધી કાઢી હતી.

image source

આ દુર્લભ માછલીનું નામ છે સ્કોર્પિયન ફિશ અને તેનું વૈજ્ઞાનિક નામ સ્કોર્પિયનસ્પીસીસ નેગ્લેક્ટા છે. સેન્ટ્રલ ફિશરીઝ ઇન્સ્ટ્યુટના વૈજ્ઞાનિઓક ડોક્ટર જેયાબાસ્કરનના કહેવા મુજબ, જયારે અમે તેને પ્રથમ વખત જોઈ ત્યારે તે ઘાસમાં સંતાયેલી હતી અને ખબર જ નહોતી પડતી કે આ ખરેખર માછલી છે કે કોઈ પથ્થરનો ટુકડો. પરંતુ ચાર સેકન્ડમાં જ તેણે પોતાના શરીરનો રંગ બદલી કાળો રંગ કરી નાખ્યો જેથી અમને ખબર પડી કે તે સ્કોર્પિયન ફિશ છે.

image source

નોંધનીય છે કે સ્કોર્પિયન ફિશ શિકાર કરવા સમયે તથા શિકારીઓથી બચવા માટે પોતાના શરીરનો રંગ બદલે છે. રંગ બદલવામાં નિષ્ણાંત આ માછલી એટલી જ ખતરનાક પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સ્કોર્પિયન ફિશની કરોડરજ્જુમાં ઝેર ભરેલું હોય છે અને તેને પકડવા સમયે પણ ખુબ સાવધાની રાખવી પડે છે નહીંતર એ પળવારમાં જ પોતાના શરીરમાંથી ઝેર કાઢી આપણને નુકશાન પહોંચાડી શકે છે. તેની કરોડરજ્જુમાં જે ઝેર હોય છે તે ન્યુરોટોક્સીક પ્રકારનું ઝેર કહેવાય છે અને જો તે ઝેર માણસના શરીરમાં પ્રવેશી જાય તો ભયંકર દુખાવો થવા લાગે છે.

image source

વૈજ્ઞાનિકોના મંતવ્યા મુજબ મોટાભાગે સમુદ્રના ઊંડાણમાં રહેનારી સ્કોર્પિયન ફિશ રાત્રીના સમયે શિકાર કરવાનું પસંદ કરે છે અને તે કોઈ એક જગ્યાએ ડૂબીને રહે છે અને પોતાના શિકારની રાહ જોવે છે પછી જયારે તેનો શિકાર નજીક આવે ત્યારે તે તેના પર ઝડપ સાથે હુમલો કરે છે અને તેનો શિકાર કરી આરોગી જાય છે.

image source

ડોક્ટર જેયાબાસ્કરનના કહેવા મુજબ, આ દુર્લભ માછલીને નેશનલ મેરિન બાયોડાયવર્સીટી મ્યુઝિયમ ખાતે મોકલવામાં આવી છે જેથી તેના પર ઊંડાણપૂર્વક સંશોધન કરી શકાય. આ માછલી વિષેની સાયન્ટિફિક રિપોર્ટ જનરલ કરંટ સાયન્સ મેગેઝીનમાં પણ પ્રકાશિત થઇ છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત