એક જ મૌલવી આટલું કઈ રીતે સાચવી શકે? 130 પત્નીઓ, 203 બાળકો અને 3 માળનું મકાન, છતાં ક્યારેય ઝઘડો નથી થયો

એક જ મૌલવી આટલું કઈ રીતે સાચવી શકે? 130 પત્નીઓ, 203 બાળકો અને 3 માળનું મકાન, છતાં ક્યારેય ઝઘડો નથી થયો

અમે બે અને અમારા બે આ ઉક્તિ આપણે ઘરે ઘરે પહોંચાડી રહ્યા છીએ. આમ પણ આજની મોંઘવારી અને વધતાં જ જઈ રહેલા દરેક ભાવોને જોઈને લાગે છે કે માણસો વધારે બાળકોનું ભરણપોષણ પણ નહીં કરી શકતા હોય, ત્યારે આ બધાની વચ્ચે એક પરિવાર ખુબ જ ચર્ચામાં આવ્યો છે. આખી દુનિયા વિચારી રહી છે કે ખરેખર આવું પણ હોઈ શકે ખરું. એત તરફ દુનિયામાં અત્યારે કોરોનાના કારણે અનેક દેશ કબ્રસ્તાનમાં ફેરવાઈ ચૂક્યા છે.

image source

નાઈઝીરિયામાં એક વ્યક્તિ ચર્ચામાં આવ્યો

અચાનક મહામારીએ લોકોનો જીવ લીધો છે. મળતી માહિતી અનુસાર જનસંખ્યા વિસ્ફોટ થશે અને આ સમયે નાઈઝીરિયામાં એક વ્યક્તિ ચર્ચામાં આવ્યો છે. આ મૌલવી છે અને તેની 130 પત્નીઓ છે અને 203 બાળકો છે. આજના સમયમાં 1 પત્ની અને 2 બાળકો સાથે ઘર ચલાવવાનું મુશ્કેલ છે ત્યાં નાઈઝીરિયામાં આ અનોખા પરિવારને જોઈ બધા જ ચોંકી ગયા છે.

image source

મૌલવીની 130 પત્નીઓ અને 203 બાળકો 3 માળના મકાનમાં રહે છે

આ પરિવારમાં મૌલવીની 130 પત્નીઓ અને 203 બાળકો છે. હજુ પણ અનેક પત્નીઓ પ્રેગનન્ટ છે. મોહમ્મદ હેલ્લો અબૂબકર તેના પરિવારને લઈને મૃત્યુ બાદ પણ ચર્ચામાં છે. આટલા બધા લગ્ન અને બાળકો હોવા છતાં પણ ક્યારેય મૌલવી હેરાન, પરેશાન કે લડતાં જોવા મળ્યા નથી. 3 માળના મકાનમાં આ સૌ લોકો શાંતિથી રહે છે. ઉલ્લેખનીય છે કે 2017માં જાન્યુઆરીમાં અબૂબકરનું મોત નીપજ્યું હતું. સૌથી મોટી વાત તો એ છે કે તેને કોઈ બીમારી પણ ન હતી. અચાનક તેનું મૃત્યુ થયું. મૃત્યુ પહેલાં તેણે પરિવારને બોલાવીને તેની સાથે વાત કરી. તમામ પરિવારના સભ્યોને મળી લીધા પછી તેનું મોત થયું. અબૂબકર નાઈઝીરિયામાં 3 માળના મકાનમાં પત્નીઓ સાથે રહેતો હતો.

image source

અનેક લોકોએ તેને 4 પત્ની સિવાય અન્ય તમામને તલાક આપવા કહ્યું

અબૂબકરનું જ્યારે મોત થયું ત્યારે અંતિમ યાત્રામાં અનેક લોકો સામેલ થયા. આ સમયે અનેક પત્નીઓ રડતી જોવા મળી. તેના મોત બાદ પણ અનેક પત્નીઓએ બાળકોને જન્મ આપ્યો. ઉલ્લેખનીય છે કે અબૂબકરના મોત પહેલાંથી તે પ્રેગનન્ટ હતી. પોતાના જીવનમાં અબૂબકરે ઘણા વિરોધનો સામનો કર્યો. અનેક લોકોએ તેને 4 પત્ની સિવાય અન્ય તમામને તલાક આપવા કહ્યું પણ મૌલવીએ લગ્નને યોગ્ય ગણાવીને તેમની વાતને નકારી દીધી. એક ઈન્ટરવ્યૂમાં મૌલવીએ કહ્યું હતું કે તે લગ્ન કરવા ઈચ્છતા નથી, જાતે જ તેમના લગ્ન થઈ જાય છે.

image source

અલ્લાહ તેને 130 પત્નીઓ સંભાળવા માટે કાબેલ સમજતા

130 પત્નીમાંથી 10ની સાથે તેમના તલાક પણ થયા છે. અબૂબકર કહેતા હતા કે 10 પત્નીઓ સાથે જ પતિ હેરાન થઈ જાય છે પણ કદાચ અલ્લાહ તેને 130 પત્નીઓ સંભાળવા માટે કાબેલ સમજતા હતા એટલે જ તેને આટલો મોટો પરિવાર આપ્યો. 130 પત્નીઓ છે અને 203 બાળકો હોવા છતાં ઘરમાં કોઈ જ કંકાસ નથી, મૌલવીની આ વાત બધા વખાણી અને વધાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત