નિવાર’ વાવાઝોડું: કોરોના બાદ આ રાજ્યો પર આકાશ અને સમુદ્રી આફતનું જોખમ, 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડા નિવાર આજે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકશે. બંગાળની ખાડીની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર સ્થિત ચક્રવાત નિવાર આગામી 12 કલાક દરમિયાન તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સાંજ 5.30 વાગ્યા આસપાસ વાવાઝોડું 145થી 150 કિ.મીની ઝડપે પસાર થઈ શકે છે. જો કે વાવાઝોડા પહેલાં હાલમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં વરસાદ વરસી રહ્યો છે. ચેન્નઇમાં ભારે વરસાદના પરિણામે ઠેરઠેર પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે.

વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખી ચેન્નઇમાં કુલ 129 રાહત કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેમાં 300થી વધુ લોકોએ કેમ્પમાં આશ્રય લીધો છે. આ વાવાઝોડું આજે સાંજે 5.30 કલાકપહેલાં કોઈપણ સમયે મમ્મલાપુરમ અને કારાકલ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાના આગમન પહેલાં જાણવા મળ્યાનુસાર પવનની ગતિ 100 કિ.મી.થી વધુ એટલે કે આશરે 150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સુધી જઈ શકે છે.

image source

આ વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં 1200 રેસ્ક્યૂ ટીમને તેનાત કરી છે. જ્યારે અન્ય 800ને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ વાવાઝોડાના પગલે રેલ્વે વિભાગ દ્વારા 12 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે.

image source

નિવાર વાવાઝોડાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુ અને પુડુચેરીના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. પીએમ મોદીએ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખેસડવાની વાત કહી હતી. પીએમએ આ અંગે રાજ્યોને જરૂરી તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી હતી.

વાવાઝોડાના પહેલા અહીં સ્થાનિક લોકોને જાગૃત કરવામાં આવ્યા છે, સાથે જ પ્રવાસીઓને સલામત સ્થળોએ પાછા ફરવાના સંદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રણેય રાજ્યોમાં એનડીઆરએફની ટીમોએ પણ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોનાની આપત્તિ વચ્ચે હવે તે સમુદ્ર અને આકાશી આફત પણ લોકો માટે જોખમી બની રહી છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત સુધી ચક્રવાત નિવાર પોંડુચેરીથી 250 કિમી દક્ષિણમાં જ્યારે ચેન્નઈથી 300 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. આગામી કેટલાક કલાકોમાં તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નિવાર વાવાઝોડુ આ વર્ષે ઉત્તર હિંદ મહાસાગરમાં અસર કરનાર ચોથું વાવાઝોડુ હશે. આ ક્ષેત્રમાં પહેલા 13 દેશનો સમાવેશ થયો હતો, પછી તેમાં ઈરાન, કતર, સાઉદી અરબ, યૂએઈ અને યમનને પણ જોડવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત