કોરોનાના આલ્ફા વેરિઅન્ટ કરતા 40-60 ટકા વધુ ચેપી છે ડેલ્ટા વેરિઅન્ટ, જાણો WHOએ ચેતવણી આપતાં શું કહ્યું

વિશ્વમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસો ઝડપથી માથું ઉંચકી રહ્યા છે, તે દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને (ડબ્લ્યુએચઓ) એકવાર ફરીથી વિશ્વને ચેતવણી આપી છે, સંગઠન કહે છે કે કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, તે કોરોનાના અન્ય સ્વરૂપો કરતાં ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે, તેના પર ધ્યાન આપવાની અત્યંત જરૂર છે.

image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન – દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિયામક ડો.પૂનમ ક્ષેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે કોરોનાવાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ટૂંક સમયમાં વિશ્વભરમાં કોવિડ -19 નો સૌથી અગ્રણી સ્ટ્રેન બની જશે. કોરોનાવાયરસનું ડેલ્ટા સંસ્કરણ હવે સો દેશોમાં ફેલાયું છે. જે રીતે તેનો ફેલાવો થઈ રહ્યો છે, તે ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે સૌથી પ્રભાવશાળી સ્ટ્રેન બનશે. ડેલ્ટા વેરિઅન્ટ યુકે, યુ.એસ., સિંગાપોર અને અન્ય ઘણા દેશોમાં પહોંચી ગયાના અહેવાલ છે.

image source

તેમણે કહ્યું કે, જે રીતે કોરોના વાયરસનો ડેલ્ટા સ્વરૂપ ફેલાઈ રહ્યો છે, તે જલ્દીથી વૈશ્વિક સ્તરે ફેલાતો કોવિડ -19 સ્ટ્રેઇન બની જશે. તે ચિંતાની બાબત છે કે ડેલ્ટા ફોર્મ કોરોનાના તમામ સ્વરૂપોમાં સૌથી ઝડપથી ફેલાય છે. કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ મુખ્યત્વે દેશમાં કોવિડ -19 ની બીજી લહેર માટે જવાબદાર હતો, જેના કારણે ચેપના 80 ટકાથી વધુ નવા કેસો નોંધાયા હતા. સાર્સ-કોવી -2 જેનોમિક્સ કન્સોર્ટિયમના સહ-અધ્યક્ષ ડો. એન.કે.અરોરાએ આ માહિતી આપી. તેમણે કહ્યું હતું કે જો વાયરસનું વધુ ચેપી સ્વરૂપ હોય તો ચેપના કેસો વધી શકે છે.

તેના પૂર્વગામી આલ્ફા સ્વરૂપ કરતાં 40-60 ટકા વધુ ચેપી

image source

આ વાયરસનો ડેલ્ટા ફોર્મ તેના પુરોગામી, આલ્ફા વેરિઅન્ટ કરતા 40-60 ટકા વધુ ચેપી છે અને તે પહેલાથી જ યુકે, યુએસ અને સિંગાપોર સહિત 80 થી વધુ દેશોમાં ફેલાયેલો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં ડો. અરોરાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત 11 રાજ્યોમાં અત્યાર સુધીમાં નોંધાયેલા 55-60 કેસોમાં ‘ડેલ્ટા પ્લસ’ સ્વરૂપ (એવાય .1 અને એવાય .2) મળી આવ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે, હાલમાં કોરોના વાયરસના વધુ એક નવા મ્યુટેશને વૈજ્ઞાનિકોને વૈશ્વિક સ્તરે ચિંતામાં મુકી દીધા છે. નોંધનિય છે કે, છેલ્લા કેટલાક સપ્તાહથી અમેરિકામાં કોરોનાના નવા કેસ મળ્યા છે અને તે બધામાં વાયરસનો ડેલ્ટા-3 વેરિઅન્ટ મળ્યો છે જે ડેલ્ટાની તુલનાએ ન ફક્ત સૌથી વધુ ફેલાવાની ક્ષમતા ધરાવે છે પરંતુ સાથે સાથે વેક્સિન લઈ ચુકેલા અથવા તો ફરીથી સંક્રમિત થઈ ચુકેલા લોકોને પણ ફરી સંક્રમણની ઝપેટમાં લઈ રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.