કોરોનાને લઈ આખા વિશ્વના હાજા ગગડી જાય એવો ખુલાસો, WHOએ કહ્યું-દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે

કોરોના માત્ર એક વાયરસ નથી, તે એક મહામારી બની ગઈ છે. દરરોજ હજારો લોકોના જીવ લઈ રહી છે આ મહામારી, પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે આ કોરોનાના કારણે વિશ્વમાં માઠા સમાચાર એવા છે કે તેની સાઈડ ઈફેક્ટ વધારે છે. જેમ કે આ પહેલાં જ સમાચાર સામે આવ્યા હતા કે કોરોનાના કારણે લોકોની આંખો પણ જતી રહે છે.

image source

ત્યારે હવે એક બીજા ગંભીર સમાચાર સામે આવ્યા છે. કે જે સાંભળીને વિશ્વ આખું ધ્રુજી ઉઠશે. કારણ કે આ સમાચાર એક ગંભીર ચેતવણી લઈને આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે ગર્ભવતી મહિલાઓને લઈને મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે

image source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), Unicef અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના મહામારીથી ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભ માટે ખતરો વધી રહ્યો છે. WHO તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે અને વર્ષમાં 20 લાખથી વધારે ‘સ્ટિલબર્થ’ના કેસ સામે આવશે. રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હશે.

પ્રત્યકે વર્ષ અંદાજીત 20 લાખ મૃત બાળકોનો જન્મ થાય

image source

WHOએ એક રિપોર્ટમાં ગંભીર ખુલાસો કર્યો છે. પ્રત્યકે વર્ષ અંદાજીત 20 લાખ મૃત બાળકોનો જન્મ થાય છે. અને આ મામલો સૌથી વધારે વિકાશીલ દેશો સાથે જોડાયલો છે. ઉલ્લેખનીય છેકે ગર્ભધારણના 28 અઠવાડિયે અથવા તેના બાદ મૃત બાળકનું જન્મ થવું અને પ્રસવ પીડા દરમ્યાન મોત નિપજવાને સ્ટિલ બર્થ કહેવામાં આવે છે. યુકત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીએ આ મામલે જણાવ્યું કે ગત વર્ષે ઉપ સહારા અથવા દક્ષિણ એશિયાંમાં 4 બાળકોના જન્મનાં ત્રણ સ્ટિલ બર્થ હતા.

10 લાખથી પણ વધારે લોકોના મોત

image source

WHO બાળ કોષ યુનિસેફની કાર્યકારી નિર્દેશક હૈનરિટા ફોરે જણાવ્યું કે પ્રત્યેક 16 સેકન્ડમાં ક્યાંક કોઈ માતા સ્ટિલ બર્થની પીડા સહન કરતી હશે, તેમણે વધુમાં જણાવ્યું કે સારી દેખરેખ, પ્રસવ પૂર્વ સારી સાર સંભાળ અને સુરક્ષિત જન્મદર માટે અનુભવી ચિકિત્સકની સહાયતાથી આવા મામલાને રોકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં દુનિયાભરમાં 10 લાખથી પણ વધારે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 કરોડથી પણ વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

કોરોનાની આવી આડઅસર પણ થાય છે

image source

કોરોના મહામારીની અસર કેટલાક લોકો પર એવી હાવી થઇ છે કે તેમને હવે બીજી બિમારીઓ જકડવા લાગી છે. કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા ઘણા લોકોના સ્વાભાવ બદલાઇ ગયા છે હવે તેઓ કોરોનાની બિમારી અંગે વધુ ચિંતિત થઇ જાય છે. આવા દર્દીઓની બેચેની અને ચિંતા તેમના પરિવારજનો માટે મોટી પરેશાની બનતી જાય છે. આવા દર્દીઓના પરિજનો તેમને ચિંતામાંથી મુક્ત કરાવા માટે ઇલાજ કરાવી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે કોઇ દર્દી સાજો થયા પછી જો તેનામાં વ્યવહારમાં ફેરફાર જણાય તો તેને કોઇ નિષ્ણાંતને તાત્કાલિક બતાવવું જેથી સમયસર તેની સારવાર થઇ શકે. નહીંતર ચિંતા અને વ્યવહારમાં ફેરફારના લક્ષણો ધીમેધીમે વધવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત