પરસેવો છોડાવી દેશે અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મનું ટ્રેલર, શું તમે હજુ સુધી નથી જોયું આ ટ્રેલર?

અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે, કારણ કે આ ફિલ્મમાં અક્ષય એક અલગ જ સ્ટાઇલમાં જોવા મળશે. જો કે લોકોની આ આતુરતાને વધારતું ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. અક્ષય કુમારે 8 ઓક્ટોબર તેની ફિલ્મના ટ્રેલર રિલીઝની તારીખ વિશે માહિતી આપી હતી. અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘તમે હસશો, ડરશો અને તમારા પરિવાર સાથે તમને સૌથી મોટો વિસ્ફોટ જોવા મળશે. લક્ષ્મી બોમ્બ ટ્રેલર જુઓ આવતી કાલે. ‘

image source

ત્યારબાદ આજે અક્ષય કુમારે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. જેમાં તે ટ્રાન્સજેન્ડરના લુકમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરને શેર કરતી વખતે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું હતું – ‘લક્ષ્મી બોમ્બ ઓફિશિયલ ટ્રેલર, તમે જ્યાં પણ હોવ ત્યાં જ રોકાઓ અને લક્ષ્મી બોમ્બનું ટ્રેલર જોવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે લક્ષ્મી બરસવા આવી રહી છે.’

image source

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 9 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. હોટસ્ટાર ઉપરાંત ફિલ્મ નિર્માતાઓ તેને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુએઈમાં થિયેટરોમાં ફિલ્મ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

હોરર કોમેડી જોનરની આ ફિલ્મને બોયકોટ કરવાની માંગ પણ ઉઠી હતી. આ અગાઉ અક્ષય કુમારે ડ્રગ્સ મામલે એક વીડિયો શેર કરી નિવેદન આપ્યું હતું.

image source

આ વીડિયો શેર થયા બાદ લક્ષ્મી બોમ્બ ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઊઠી હતી. તેના કારણે આ ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરવાની સાથે એક ફેરફાર પણ કરવામાં આવ્યો છે.

image source

ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર જોઈ શકાય છે, તેને લાઈક કે ડિસલાઈક પણ કરી શકાય છે પરંતુ કેટલી લાઈક થઈ અને કેટલી ડિસલાઈક તે વિગત કોઈ જોઈ શકશે નહીં.

image source

આ ફેરફાર બાદ ચર્ચાઓ એવી શરુ થઈ છે કે જેવી રીતે ફિલ્મ સડક-2ને ડિસલાઈક મળી હતી અને તે ટ્રોલ થઈ હતી તે ઘટનાથી બચવા માટે લક્ષ્મી બોમ્બના ટ્રેલર રિલીઝ સાથે આ ઓપશનને ડિસેબલ કરવામાં આવ્યું છે. જો કે આ ટ્રેલરને થોડા કલાકોમાં જ લાખો વ્યુ મળ્યા હતા અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત