કોરોના વાયરસના ટેસ્ટની રૂપાણી સરકારની ગુજરાતીઓને મોટી ભેટ, હવે RT-PCR ટેસ્ટ 800 રૂપિયામાં, જાણો ઘરે આવશે તો કેટલા થશે

હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશમાં ફેલાઈ છે, અને તેનો બીજો વેવ શરૂ થઈ ગયો છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે ગુજરાત સરકારે RT-PCR ટેસ્ની કિંમતમાં ઘટાડો કર્યો છે. જો કે આ ઘટાડો સૌપ્રથમ દિલ્લી તેમજ રાજસ્થાન સરકારે કર્યો હતો અને તેને આદર્શ માનીને ગુજરાત સરકારે પણ આ નિર્ણય લીધો છે. અને હવે RT-PCR ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવી છે. હવે જો તે જ ટેસ્ટ તમારે ઘરે બોલાવીને કરાવવો હોય તો તેના માટે તમારે 1100 રૂપિયા ચુકવવાના રહેશે. અને તેનો અમલ આજથી જ એટલે કે 1લી ડિસેમ્બરથી જ થઈ ગઈ છે. આ જાણકારી આરોગ્ય મંત્રી નીતિન પટેલે આપી હતી.

image source

તમને એ જણાવી દઈએ કે ભાવ ઘટાડ્યા પહેલા આ ટેસ્ટના ખાનગી લેબોરેટરીમાં 1500થી 2000 રૂપિયા ખર્ચવાના રહેતા હતા. આમ આ નિર્ણય કોરોના ટેસ્ટ કરાવવા માગતા લોકો માટે રાહતના છે. આ ઉપરાંત નીતિન પટેલે વધારામાં જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસમાં કોરોના દર્દીઓની સારવારને લઈને હોસ્પિટલોમાં પુરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે અમદાવાદને નવા 400 બેડ પણ ફાળવવામાં આવ્યા છે. બીજી બાજુ હાલમાં કોરોના દર્દીઓ કે જેઓ હોસ્પિટલમાં દાખલ છે તેમાંના ઘણા બધાને વેન્ટીલેટરની જરૂર પડી રહી છે માટે આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા 82 વેન્ટીલરની વ્યવસ્થા પુરી પડાઈ છે.

image source

હજુ ગયા અઠવાડિયા સુધી દર્દીઓની વધતી જઈ રહેલી સંખ્યાના કારણે તેમને ક્યાં દાખલ કરવા તે એક મોટી સમસ્યા રહી હતી. આ સમસ્યાને દૂર કરવા માટે જ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જો હજુ પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થશે. 350 કરોડના ખર્ચે નવી જ બનાવવામાં આવેલી કીડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.

20 હજાર લીટરની લીક્વીડ ઓક્સિજન ટેંકની વ્યવસ્થા

image source

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં 13 હજાર લીટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંક હાલ દર્દીઓની સારવારમા ઉપયોગમાં લેવાઈ રહી છે. અને 1લી ડીસેમ્બર એટલે કે આજથી મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કે જેને હવે કોરાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગમા લેવામાં આવશે તેમાં પણ 20 હજાર લીટરની લીક્વીડ ઓક્સિજનની ટેંક કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત બીજી 20 હજાર લીટરની કેપેસિટી ધરાવતી ઓક્સિજન ટેન્કને ટુંક સમયમાં ઉપયોગમાં લેવામા આવનાર છે. મંજુશ્રી કપાઉન્ડમાં આવેલી કોરોના સમર્પિત હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના સહયોગથી ખૂબ જ ઓછા સમયગાળામાં ઓક્સિજન ટેંકની સગવડ પુરી પાડવામા આવી છે.

શું છે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ/ એન્ટિજન ટેસ્ટિંગ ?

image source

રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટને એન્ટિજન ટેસ્ટ પણ કહે છે. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટની પ્રક્રિયામાં દર્દીની લાળને સેંપલ તરીકે લેવામાં આવે છે. આ લાળના સેંપલમાંથી વ્યક્તિના શરીરમા વાયરસ છે કે નહીં તે જાણવા માટે ફ્લોરોસન્સ ઇમ્યુનોએસે મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગના ફિઝિશિયન એન્ટિજન ટેસ્ટ એટલે કે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટને સપોર્ટ કરે છે. RAT માં થયેલા સતત વધારાએ ભારત
સરકારના ટેસ્ટિંગ વધારવા, ચેપગ્રસ્તોને શોધી કાઢવા, તેમજ ચેપગ્રસ્તોનું વ્યવસ્થાપન કરવા કોન્ટેક્ટ્સમાં આવેલા લોકોના આઇસોલેશનમાં ઘણી મદદ કરી છે.

PCR ટેસ્ટને એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ કરવામાં આવે છે

image source

કોવિડ-19ની નવી ગાઇડલાઇન્સ આઈસીએમઆર દ્વારા 23મી જૂને બહાર પાડવામાં આવી હતી. જેમાં ઉલ્લેખવામાં આવ્યુ હતું કે એક એન્ટિજન ટેસ્ટમાં પોઝિટીવ આવેલી વ્યક્તિને ચેપગ્રસ્ત માનવી જોઈએ. પણ બીજી બાજુ જો તે વ્યક્તિમાં લક્ષણો દેખાઈ રહ્યા હોય પણ તેનો ટેસ્ટ નેગેટિવ આવે ત્યારે તેનો પીસીઆર ટેસ્ટ પણ કરાવવો જ જોઈએ. ત્યાર બાદ આવેલા પરિણામ બાદ કન્ફર્મ થશે કે તે
નેગેટિવ છે કે પોઝિટીવ.

image source

આખીએ પબ્લિક હેલ્થ મશીનરી કોવિડ-19ના દર્દીઓના ટેસ્ટ, ટ્રેકિંગ અને તેમના ટ્રીટમેન્ટમાં લાગેલી છે. આ સ્થિતિમાં SARS-COV-2 શરૂઆતના સમયમાં જાણવા માટે એન્ટિજન આધારિત એસેજને પેઇન્ટ ઓફ કેર ટેસ્ટ તરીકે ટેસ્ટ કરવો જરૂરી છે. આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે સાર્સ-કોવ-2 શોધવા માટે રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમરેજ ચેન રિએક્શન એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે.

ટેસ્ટ ક્યારે કરાવવો જરૂરી છે

image source

તમને જો ખ્યાલ ન હોય તો તમને જણાવી દઈએ કે પીસીઆર ટેસ્ટની મદદથી એ વાતની જાણ થાય છે કે દર્દી કે તેના સંપર્કમાં આવેલા લોકો સંક્રમિત છે કે નથી. તેમજ તેના આધારે તેમને કયા પ્રકારના ક્વોરેન્ટાઇનમાં રાખવા તે નક્કી કરી શકાય છે. તેણે ઘરમાં બે અઠવાડિયા સુધી રહેવાની જરૂરી છે કે તેનાથી ઓછી કે તેનાથી વધારે ? આ ઉપરાંત ક્વોરેન્ટાઇનના સમયમાં તેણે ઘરની બીજી વ્યક્તિઓને મળવું જોઈએ કે નહીં કે પછી તેણે સંપૂર્ણ રીતે આઇસોલેટ રહેવું જોઈએ ?

image source

એપેડેમિયોલોજિસ્ટ માટે ELISAs ટેસ્ટ જરૂરી છે. તે ટેસ્ટની મદદથી એ અંદાજ લગાવી શકાય છે કે કેટલા એવા લોકો છે જે સંક્રમિત થયા છે પણ તેમની જાણ નથી અને કેટલી હર્ડ ઇમ્યુનીટી મળી શકે તેમ છે. કોરોના વાયરસથી સંક્રમિત કે પછી જે લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે તે બધાની ઇમ્યુનિટિ એટલે કે રોગપ્રતિરોધક ક્ષમતાને ચેક કરવાનો અંદાજ પણ આ ટેસ્ટથી બાંધી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત