લોહી પર આ રીતે થાય છે કોરોનાની અસર, શરીરમાં દેખાતા શરૂઆતના આ 7 લક્ષણોને અવગણશો નહિં….

હૃદયથી મન સુધી કોરોના પ્રભાવિત થયાના ઘણા અહેવાલો આવ્યા છે. અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસ આપણા લોહીના પ્રવાહને પણ અસર કરી શકે છે. લોહીના પ્રવાહમાં અવરોધ હોવાને કારણે બીજી ઘણી સમસ્યાઓ આવી શકે છે. લોહીના પ્રવાહ સાથે સંકળાયેલા કેટલાક લક્ષણો કવિડ-19 સાથે સંકળાયેલા છે. જો તમે કોરોનાથી રિકવરી મેળવી છે, તો પણ તમારા શરીરમાં દેખાતા 7 સંકેતોને અવગણવા નહીં, ચાલો તમને જણાવીએ એ સંકેતો વિશે.

રક્ત ગંઠાઈ જવું

image source

હોસ્પિટલમાં દાખલ કવિડ-19 ના યુવાન અને વૃદ્ધ દર્દીઓમાં લોહીના ગંઠાઈ જવાની સમસ્યા વધુ જોવા મળે છે. ડોકટરો કહે છે કે ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને પેહલાથી જ બીમાર લોકોમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ વધુ રહે છે.

ફેફસાં અને હૃદયને નુકસાન

image source

કવિડ-19 ગંભીર રક્ત ગંઠાઈ જવાનું કારણ બને છે જે ફેફસાં અને હૃદયને અસર કરે છે. એક અભ્યાસ મુજબ, લોહીના ગંઠાઇ જવાથી ફેફસામાં અવરોધ ઉભો થવાથી શ્વાસ લેવામાં તકલીફ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એક અન્ય અભ્યાસ મુજબ, લોહીના ગંઠાઇ જવાથી હૃદયની દિવાલો નબળી પડે છે, જેના કારણે ધબકારા અનિયમિત થઈ જાય છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં, તે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.

કિડનીની નિષ્ફળતા

image source

એક અધ્યયન મુજબ, લોહી ગંઠાઈ જવાથી કિડનીની રક્ત વાહિનીઓ પર દબાણ આવે છે, જે કિડની નિષ્ફળતાનું જોખમ વધારે છે. કોરોનાના ગંભીર કિસ્સાઓમાં કિડની નિષ્ફળતાનું જોખમ વધારે રહે છે.

થ્રોમ્બોસિસ

image source

લોહી સાથે સંકળાયેલ કવિડ-19નો બીજો ગંભીર જોખમ નસ સાથે જોડાયેલો છે. આમાં પગની નસોમાં લોહી ગંઠાઈ જાય છે. કેટલાક લોકોમાં, તે ચેપનું પ્રારંભિક લક્ષણ છે. મોટાભાગના લોકોને તે પગના નીચલા ભાગમાં થાય છે, પરંતુ કેટલાક લોકોને શરીરના અન્ય ભાગોમાં પણ થઈ શકે છે. જો સમયસર આ રોગની સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર થઈ શકે છે.
શરીરમાં સોજા

image source

કોરોના વાયરસને કારણે, શરીરમાં સોજા થઈ શકે છે. જ્યારે વાયરસ ત્વચા પર હુમલો કરે છે, ત્યારે તે ઘણા લોહીના ગાંઠા બનાવે છે જેના કારણે સોજો થવા લાગે છે. આવું થવા પર ઘણી તકલીફ થાય છે. નિષ્ણાતો કહે છે કે મોટાભાગના લોકો કોરોનાના લક્ષણોમાં સોજા થવા પર અવગણના કરે છે, જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે.

ત્વચાનો રંગ બદલવો અને ફોલ્લીઓ થવી

image soucre

ત્વચા પર ફોલ્લીઓ થવી અને રંગમાં ફેરફાર એ પણ કોરોના સાથે સંકળાયેલ લક્ષણ હોઈ શકે છે. જ્યારે વાયરસની અસર લોહી પર પડે છે, ત્યારે ત્વચા બગડે છે. પગની આંગળીઓનો રંગ પણ અલગ થવો એ કોરોનાનું લક્ષણ હોય શકે છે, પરંતુ ઘણા સંશોધન દર્શાવે છે કે લોહીના પ્રવાહ પર વાયરસની અસર ત્વચાના રંગને બદલવા માટેનું કારણ બને છે. કોરોનાના કેટલાક દર્દીઓમાં, તે વાદળી, જાંબુડિયા અથવા લાલ ફોલ્લીઓનું કારણ બને છે.

સ્ટ્રોકનું જોખમ

image source

કોરોના દર્દીઓમાં સ્ટ્રોકનું જોખમ પણ છે. આ ભય તેમના માટે પણ હોઈ શકે છે જેને હૃદય સંબંધિત સમસ્યા હોય છે. લોહી ગંઠાઈ જવું એ સ્ટ્રોકનું મુખ્ય કારણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત