દિલ્હી પર તૂટી પડશે આભ! જો આવું ગુજરાતમાં થયુ તો?

પહાડોમાં જમા થયેલ બરફ ન ઓગળતા અને વરસાદ પણ ઓછો થતા યમુના નદીનું જળ સ્તર છેલ્લા 35 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. પાણી વિતરણ માટે હથીનીકુંડ બેરાજને એકલાને જ ઓછામાં ઓછું નવ હજાર ક્યુસેક પાણીની જરૂર પડે છે. જ્યારે હાલ ત્રણ હજાર ક્યુસેક પાણી જ હથીનીકુંડ પહોંચી રહ્યું છે. આ સ્થિતિ આગળના બે થી ત્રણ અઠવાડિયા કે એથી પણ વધુ સમય સુધી રહી શકે છે.

image source

તેના કારણે હરિયાણા અને દિલ્હીમાં જળ સંકટ વધુ ઘેંરું થવાની શકયતા છે. યમુના નદીના પાણી પર.નિર્ભર પ્રદેશના અનેક શહેરોમાં આગામી બે થી ત્રણ દિવસનો સ્ટોક જ બચ્યો છે. જ્યારે દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ રાઘવ ચડ્ડાએ પાણીના આ સંકટ અનુસંધાને પહેલાથી જ પ્રદેશ સરકારને પત્ર લખીને પાણી કાપ ન કરવા અને પોતાના ભાગનું પાણી માંગ્યું છે.

image source

વળી, હરિયાણા સરકાર સામે સંકટ ઉભું થયું છે કે યમુના નદીની પાણીની હાલની સ્થિતિને કારણે પોતાના પરદેશ વાસીઓની તરસ છીપાવે કે સિંચાઈ માટે ખેડૂતોને આપે કે પછી દિલ્હી સરકારને પૂરતું પાણી પહોંચાડે. સંકટમાં ઘેરાયેલી સરકાર હવે સિંચાઈ માટે અપાતા પાણીમાં કાપ મૂકી શકે છે. જો આગામી થોડા દિવસોમાં યમુના નદીનું જળ સ્તર નથી વધતું તો સોનીપત, ગુડગાંવ, રોહતક, ભિવાની, ફરીદાબાદ, રેવાડી, મહેન્દ્રગઢ વગેરે જીલ્લાઓમાં સંકટ ઉભું થઈ શકે છે.

image source

દિલ્હીમાં પણ હાલત બગડી શકે છે. આ વિષયે જ્યારે દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ તથા ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરાયો તો તેઓએ એમ કહ્યું હતું કે તેઓ હાલ બહાર છે અને સોમવારે તેઓ આ બાબતે વાત કરશે.

સામાન્ય કરતા 60 ટકા ઓછું પાણી

image source

યમુના નદીમાં હાલ લગભગ ચાર હજાર ક્યુસેક પાણી પહોંચી રહ્યું છે. ગત શુક્રવારે ફક્ત 2988 ક્યુસેક પાણી જ પહોંચ્યું હતું. જેમાંથી 2421 કગુસેક પાણી પશ્ચિમી યમુના નહેરમાં છોડવામાં આવ્યું હતું જેમાં દિલ્હીનો ભાગ 761 ક્યુસેક પાણી છે. જ્યારે જીવજંતુઓ માટે મુખ્ય યમુના નદીમાં 352 ક્યુસેક પાણી છે. બાકીનું પાણી ઉત્તરપ્રદેશના પૂર્વીય યમુના નહેરમાં મોકલવામાં આવ્યું હતું.

ઘઉંની ખેતી પર પડશે અસર

image source

કૃષિ વિશેષજ્ઞ આરએસ રાણાના જણાવ્યા મુજબ એ ઘણો ગંભીર વિષય છે કે યમુના નદીમાં સામાન્ય કરતા 60 ટકા સુધી પાણી ઓછું થઈ ગયું છે. પીવાના પાણીની આપૂર્તિ ઓછી કરવા સરકાર માટે મુશ્કેલ બન્યું છે. એટલે સિંચાઈ માટેના પાણી કાપ થવાથી ઘઉંની ખેતી પર અસર પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત