ધનતેરસના દિવસે ઘરમાં લાવો આ ચારમાંથી એક વસ્તુ, સોનું ખરીદ્યા સમાન મળશે ફળ

નાના બાળકોથી લઈ વડિલો સુધી જે તહેવારની વાટ લોકો વર્ષભર જુએ છે તે પર્વની શરુઆત થઈ ચુકી છે. ધનતેરસની ઉજવણી સાથે દિપોત્સવી પર્વ શરુ થયો છે. આજથી ઘરે ઘરમાં દીવા ઝળહળી ઉઠશે અને વર્ષ ભર ઘરમાં સુખ સમૃદ્ધ જળવાય રહે તે માટે લોકો આજથી ઘરમાં માતા લક્ષ્મીની આરાધના કરશે.

દિપોત્સવી પર્વના પ્રથમ દિવસે એટલે કે ધનતેરસના દિવસે લોકો માતા લક્ષ્મી ઉપરાંત, ધનના દેવતા કુબેર અને ધનવંતરીની પૂજા કરતા હોય છે. સાથે જ પ્રાર્થના કરે છે કે તેમના ઘરમાં વર્ષભર સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને શાંતિ જળવાય રહે.

image soucre

ધનતેરસના દિવસે પૂજા કરવાની સાથે ખરીદી કરવાનું પણ અનેરું મહત્વ હોય છે. આ દિવસે લોકો સોના અને ચાંદીની વસ્તુઓ પણ ખરીદતા હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે નવી વસ્તુની ખરીદી અને નવી શરુઆત અનેકગણું ફળ આપે છે. આ કારણે જ ધનતેરસના દિવસે લોકોમાં ખરીદી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. આમ તો ધનતેરસના દિવસે સોના અથવા ચાંદીની વસ્તુઓ ખરીદવાનું મહત્વ વધારે છે. પરંતુ બધા લોકો માટે આ વસ્તુઓ લેવી શક્ય નથી હોતી. ઘણા લોકો આવી કીમતી વસ્તુ ખરીદવા સક્ષમ નથી હોતા તેવામાં આજે તમને જણાવીએ કે ધનતેરસના દિવસે સોના-ચાંદીની વસ્તુઓ સિવાય કઈ કઈ એવી વસ્તુઓ છે જેને ખરીદવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને વર્ષભર ઘરમાં બરકત રહે છે.

શાસ્ત્રો અનુસાર એવી ચાર વસ્તુઓ છે જેને ધનતેરસના દિવસે ઘરે લાવવાથી શુભ ફળ મળે છે. આ વસ્તુઓ ખરીદવામાં તમને વધારે ખર્ચ પણ થશે નહીં. તો પછી રાહ ન જુઓ ફટાફટ જાણી લો અને કરી આવો ખરીદી આ વસ્તુઓની.

ગોમતી ચક્ર

ગોમતી ચક્ર સંપત્તિની વૃદ્ધિ, ધંધામાં નફો કરાવવે છે. એવી માન્યતા છે કે ગોમતી ચક્ર દેવી લક્ષ્મીને પ્રિય છે. તેથી ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદીને ઘરે લાવવું અને સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે ગોમતી ચક્રની પણ પૂજા કરો. પછી તેને તિજોરીમાં રાખો.

પિત્તળના વાસણ

image soucre

ધનતેરસના દિવસે પિત્તળના વાસણ પણ ખરીદી શકાય છે. આ દિવસે પિત્તળની ધાતુની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધનતેરસ સંબંધિત કથા અનુસાર જ્યારે ધનવંતરી દેવ સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતનો કળશ હતો.

આખા ધાણા

ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ધાણા ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનતેરસના દિવસે આખા ધાણા લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા જોઈએ અને પછી તેને તમારા ઘરના બગીચામાં વાવી દેવા જોઈએ.

સાવરણી

image soucre

હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે, તેથી ધનતેરસના દિવસે ઘરમાં સાવરણી લાવવી પણ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી લાવીને તેને નમસ્કાર કર્યા પછી ઘરમાં ઝાડુ કરવું જોઈએ. તેનાથી ઘરની તમામ નકારાત્મકતાઓ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે.