સફેદ ડ્રેસમાં સુંદર પરી જેવી દેખાઈ દિયા મિર્ઝા, વૈભવ રેખી સાથે કરશે લગ્ન, જોઇ લો તસવીરો

વર્ષ 2002 માં ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ’મેથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી દિયા મિર્ઝા ફરી એક વાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. દિયા મિર્ઝા આજે ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન સમારોહમાં અંગત લોકો જ હાજરી આપશે.

જણાવી દઈએ કે વૈભવ વ્યવસાયે ઉદ્યોગપતિ છે અને દિયા અને વૈભવ એકબીજાના મિત્ર હતા. ત્યારબાદ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને હવે તે લગ્નના બંધનમાં બંધાયા છે. વૈભવ રેખી મુંબઈના પાલી હિલ વિસ્તારમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bolly Kick (@bolly.kick)

લગ્નના દિવસે તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં દિયા વાઈટ રંગના ડ્રેસમાં એકદમ સુંદર દેખાય છે. આ તસવીરમાં તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો તેમની સાથે છે.

 

View this post on Instagram

 

A post shared by Elfaworld (@elfaworld)

કોરોનાના કારણે અભિનેત્રીના લગ્ન અંગત લોકોની હાજરીમાં જ થવાના છે. દિયા મિર્ઝાના લગ્ન પહેલાની તેની પ્રી-વેડીંગ સેરેમનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

ઉલ્લેખનીય છે કે દિયા મિર્ઝાએ વર્ષ 2014માં પહેલા લગ્ન સાહિલ સંગા નામના વ્યક્તિ સાથે કર્યા હતા. તે બંને સાથે મળી પ્રોડકશન હાઉસ પણ ચલાવતા હતા. બંનેના લગ્ન 5 વર્ષ ટક્યા ત્યારબાદ વર્ષ 2019માં દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના ડિવોર્સ અંગે જણાવ્યું હતું. દિયાએ પોસ્ટમાં લખ્યું હતું કે 11 વર્ષ જૂના સંબંધને પુરા કરવાનો નિર્ણય લીધો છે પરંતુ કોઈ કડવાશ નથી, તે સાહિલની આભારી છે.

image source

હવે દિયા મિર્ઝા જેની સાથે લગ્ન કરી રહી છે તે વૈભવ બિઝનેસમેન છે અને તેના પણ આ બીજા લગ્ન છે. તેને પહેલા લગ્નથી એક દીકરી પણ છે. દિયા અને વૈભવ એકબીજાને ડેટ કરે છે તે વાત ગત વર્ષે સામે આવી હતી. હવે આ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ પહેલાથી જ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

image source

દિયા મિર્ઝાએ 19 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 2001માં તેણે રેહના હૈ તેરે દિલ મે ફિલ્મ કરી હતી. ત્યારબાદ તે 2004માં વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ પરિણિતામાં જોવા મળી હતી. આ સિવાય વર્ષ 2006માં ફરી એકવાર તે વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ લગે રહો મુન્નાભાઈમાં એક સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સિવાય વર્ષ 2019માં આવેલી વેબસીરીઝ કાફિરમાં પણ તેના કામના વખાણ કરવામાં આવ્યા હતા. બોલિવૂડમાં દિયા મિર્ઝાના કામની ખૂબ સરાહના પણ થઈ છે. આ ઉપરાંત તે ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ અને પર્યાવરણની રક્ષા માટે પણ કામ કરી રહી છે. દિયા તેના આ કામના કારણે એક ગ્લોબલ આઈકન તરીકે પણ પ્રખ્યાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!