સુપર હિટ ફિલ્મ શોલેનો આ પ્રખ્યાત ડાયલોગ ધર્મેન્દ્રએ પોતે લખ્યો હતો, જે આજે પણ એટલો જ ફેમસ છે

અભિનેતા ધર્મેન્દ્રએ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢીયાતી ફિલ્મો આપી છે. તેનો અભિનય ચાહકોના દિલમાં વસે છે. શોલેથી લઈને અપને સુધી ધર્મેન્દ્રએ પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા છે. બોલિવૂડમાં સુપર હિટ ફિલ્મોની વાત આવે એટલે અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શાહરુખ ખાન, રાજેન્દ્રકુમાર જેવા સ્ટારની વાત થતી રહે છે અને ધર્મેન્દ્ર પાછળ રહી જાય છે. બોલિવૂડના આ હી-મેનની સિદ્ધિઓ વિશે લોકો ઘણું ઓછું જાણે છે. તેમની ઉપર ખાસ પુસ્તકો લખાયા નથી કે તેઓ મીડિયામાં આવીને મોટા મોટા દાવા કરતા નથી. તેઓ પોતાની સિદ્ધિઓનો ઢંઢેરો પીટતા નથી. તેને બદલે કોઈ વાતનો યશ લેવાનો આવે તો તેઓ પાછળ ખસી જાય છે. પોતાના વખાણ સાંભળીને શરમાઈ જાય છે.

100થી વધારે હિટ ફિલ્મો આપી છે

धर्मेंद्र
image source

ધર્મેન્દ્ર શોલે ફિલ્મ માટે જાણીતા છે. આ ફિલ્મમાં, અમિતાભ સાથેની તેમની જોડીની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે અમિતાભને આ ફિલ્મ માટે ધર્મેન્દ્રએ રિકમંડ કર્યા હતા. તો બીજી તરફ શોલે ફિલ્મમાં સુપરહિચ રહેલો ડાયલોગ ધર્મેન્દ્રએ પોતે લખ્યો હતો.ધર્મેન્દ્રએ અત્યાર સુધીમાં એવી 100થી વધારે હિટ ફિલ્મો આપી છે જે બોક્સ ઓફિસ પર મબલખ કમાણી કરાવી આપનારી પુરવાર થઈ હતી. તેમાંથી 60 ફિલ્મો તો જ્યુબિલી હિટ્સ હતી. આજે કોઈની એકાદ ફિલ્મો હિટ થઈ જાય તો તે આસામાનમાં પહોંચી જાય છે.

ધર્મેન્દ્રની ફિલ્મો સમગ્ર ભારતમાં કામયાબ રહેતી

image source

ધર્મેન્દ્રના પરિવારની વાત કરીએ તો ધર્મેન્દ્રના સંતાનો પણ સુપર સ્ટાર બન્યા છે. તેમણે પ્રકાશ કૌર સાથે 1954માં લગ્ન કર્યા હતા અને તેમના પુત્રો છે સની દેઓલ અને બોબી દેઓલ. ત્યાર બાદ 1980માં તેમણે હેમામાલિની સાથે લગ્ન કર્યા હતા. જેની બે દિકરીઓ છે ઇશા દેઓલ અને આહના દેઓલ. આ તમામ સંતાનો પરિણિત છે અને તેમના ઘરે પણ બાળકો છે.

image source

ધર્મેન્દ્રનો પણ એક સમય હતો જ્યારે તેમની ફિલ્મોમાંથી નિર્માતા, નિર્દેશક, વિતરક, સિનેમાહોલના માલિકોથી લઈને સાઇકલ સ્ટેન્ડ અને કેન્ટીનવાળા પણ કમાતા હતા. એ સમયે ઘણી ફિલ્મો પંજાબમાં સારી કમાણી કરતી તો બંગાળમાં પીટાઈ જતી હતી પરંતુ ઘર્મેન્દ્રની ફિલ્મો સમગ્ર ભારતમાં કામયાબ રહેતી હતી.

ધર્મેન્દ્રએ કહ્યું કે તે બોલિવૂડમાં પૈસા કમાવવા માટે નથી આવ્યો

image source

ક્યારેક તો તેમની નવી ફિલ્મોની સાથે પુરાણી ફિલ્મો પણ ફરીથી રિલીઝ થતી અને કમાણી કરાવી આપતી હતી. ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને 2000ની સાલ સુધી તો તેમની ફિલ્મો નિયમિત રીતે આવતી હતી. હાલમાં જે સની દેઓલ સાથે તેઓ સનીના પુત્રને લઈને અપને-2ની ઘોષણા કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

આ સિવાય ધર્મેન્દ્રએ કહ્યું કે તે બોલિવૂડમાં પૈસા કમાવવા માટે નથી આવ્યો. તેમણે કહ્યું, ‘હું લોકોના હૃદયમાં સ્થાન બનાવવા માંગું છું. લોકો મને તેમનો ભાઈ મિત્ર માને છે. મને આ જોઈને આનંદ થાય છે. હું આજે પણ મારી ધરતીને ભૂલ્યો નથી પોતાના લોકો માટે આજે પણ એટલો જ પ્રેમ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત