ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: DIG મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા, 12 દિવસમાં જ તોડ્યો દમ

ગુજરાતમાં કોરોના ભરખી ગયો એક IPS, મહેશ નાયકે અમદાવાદની SVPમાં લીધો છેલ્લો શ્વાસ

કોરોના દિવસેને દિવસે વધુ ને વધુ ભયાનક બનતો જાય છે. એવામાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કોરોના વાયરસને કાબુમાં લેવા ખડેપગે પોતાની ડ્યુટી કરી રહ્યો છે. એટલું જ નહીં આ કોરોના ફરજ પર ડ્યુટી કરતા કેટલાય પોલીસકર્મીઓનો જીવ લઈ ચુક્યો છે. ત્યારે વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.

image source

સરકાર દ્વારા ઓગસ્ટ 2020માં 58 આઇપીએસ અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયકને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ વડોદરામાં ફરજ બજાવી રહ્યા હતા. એમ કે નાયક કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની સારવાર પણ ચાલુ હતી પણ ગઈ કાલે તેમનું અવસાન થયું હતું.

image source

મળેલી માહિતી અનુસાર એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા એ બાદ એમને 31 માર્ચના રોજ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને 12 દિવસની સારવાર બાદ તેમનુ મૃત્યુ થયું હતું. કોઈ આઇપીએસ અધિકારીનું કોરોના સંક્રમણના કારણે મોત નીપજ્યું હોય એવી આ ગુજરાતમાં પહેલી ઘટના છે.

તમને જણાવી દઈએ કે એમ. કે નાયકને થોડાક મહિના પૂર્વે જ વડોદરામાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી બઢતી આપીને DIG તરીકે વલનિમણૂક આપવામાં આવી હતી. આઇપીએસ ડૉ. મહેશ નાયકે એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, એ સાથે જ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પીડાતા હતા.

image source

આઇપીએસ એમ કે નાયકની વાત કરીએ તો તેમને ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી છે.

અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના DCP તરીકે લાંબા સમય સુધી એમ. કે. નાયકે સેવાઓ બજાવી હતી. તેઓ તાપી જિલ્લા પોલીસવડા તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલના SP તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. થોડા સમય પૂર્વે જ એમ. કે. નાયકના માતાનું તેમના વતન પાટણ ખાતે નિધન થયું હતું.

કોરોના વાયરસે છેલ્લા એક વર્ષથી લોકોમાં જબરો ખોફનો માહોલ ઉભો કર્યો છે. ડોકટરો દિવસ રાત જોયા વગર દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તો કોરોનાને કાબુમાં લેવાં માટે રાત્રી કરફ્યુનું બરાબર પાલન થાય એ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ઉભાપગે છે. પણ આ કામગીરી દરમિયાન કેટલાય પોલીસ અને ડૉક્ટર્સને આ ખતરનાક કોરોના વાયરસના ઝપેટમાં આવવું પડ્યું છે એટલું જ નહીં કેટલાકે તો આમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!