લાલચી લોકોએ લાશોને પણ બનાવી દીધું કમાણીનું સાધન, વહેલા અંતિમસંસ્કાર કરવા હોય તો સ્મશાનમાં બોલાય છે આટલો ભાવ

ગુજરાતમાં કોરોનાના કેસ એટલી હદે વધી રહ્યા છે કે રાજ્યમાં ઈન્જેક્શનોની પણ અછત સર્જાવા લાગી છે. તો બીજી તરફ કોરોનાને કારણે મોતના આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર ભલે ઓછા આંકડા બતાવે પરંતુ મેગા સીટીમાં મોતનો આંક વધુ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમા સુરતની સ્થિતિ વધુ ગંભીર છે. ડાયમંડ સિટીમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે અને વેઈટિંગ ચાલી રહ્યુ છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં સુરત શહેરમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક ઊંચો જઈ રહ્યો છે. સ્મશાનોમાં સતત મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે, જેને લઈને મૃતદેહોના ઢગલા થઈ ગયા છે. આવા કપરા સમયમાં પણ ઘણા લોકો પોતાની આવકનું સાધન બનાવી રહ્યા છે અને લોકો પાસેથી પૈસા વસુલી રહ્યા છે. નોંધનિય છે કે, સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમક્રિયા કરવા માટે 1500થી 2000 માંગવામાં આવી રહ્યા હોવાની વાત સામે આવી છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં સુરતના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાનગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ ચાલી રહ્યુ છે. મોટા પ્રમાણમાં હોસ્પિટલમાંથી મૃતદેહને સ્મશાન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. નોંધનિય છે કે, એક એમ્બ્યુલન્સમાં ત્રણથી પાંચ જેટલા મૃતદેહોને એક સાથે લઈ જવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આ મૃતદેહોને અંતિમક્રિયા કરવા માટે મૃતકના પરિજનો વેઇટિંગમાં લાગેલા છે. તમને જણાવી દઈએ કે, કલાકો સુધી અંતિમસંસ્કાર માટે લોકોને રાહ જોવી પડી રહી છે. જેને લઈને લોકો માનસિક રીતે ત્રસ્ત બની ગયા છે.

image source

તો બીજી તફ અંતિંમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોયા બાદ પણ અગ્નિદાહ ન થયાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ તકનો લાભ લઈ કેટલાક લોકો મૃતકના સંબંધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી ઝડપથી અંતિમક્રિયા કરાવી રહ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે જો તમારે કલાકો સુધી વેઇટિંગમાં ન ઊભા રહેવું હોય તો 1500થી 2000 રૂપિયા આપવા પડે છે, આ લોકોએ હવે તમામ મર્યાદાઓ મુકી લાશ ઉપર પૈસા કમાવાનું શરૂ કરી દીધુ છે. સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતકોની સંખ્યા વધતાં દરેકને ટોકન આપવામાં આવ્યા છે અને એ ટોકન પ્રમાણે જ અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે.

તો વાસ્તવિકતા કઈક જૂદી જ હોવાની વાત સામે આવી છે. જે લોકોને કલાકો સુધી અંતિમસંસ્કારની લાઈનમાં ન ઉભા રહેવુ હોય તેમની પાસેથી કેટલાક લોકો રૂપિયા લઈને પાછળના ટોકન નંબર હોય પણ તેમને પહેલા અંતિમક્રિયા કરી આપે છે. આ વાતની જ્યારે અન્ય લોકોને જાણ થઈ ત્યારે ભારે હોબાળો અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મચી ગયો હતો અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવા ઈસમો લાશોના નામે પણ કમાણી કરી લેવાનું લોકો છોડતા નથી એવા પ્રકારની સ્થિતિ સ્મશાનગૃહમાં જોવા મળી રહી છે.

image source

નોંધનિય છે કે, એક તરફ કોરોના મહામારીના કારણે પોતાનાં સ્વજનોને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ આવા લાલચી લોકો આવા સમયે માનવતાને નેવે મુકી અંતિમસંસ્કાર માટે પૈસા ઉઘરાવી રહ્યા છે.

આ અંગે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે સ્મશાનમાં સવારથી લોકો સ્વજનોની અંતિમવિધિ માટે વેઈટિંગમાં બેઠા છે અને તેમને ટોકન આપવામાં આવી રહ્યા છે જો કે સાંજ પડી છતા પણ તેમનો નંબર આવ્યો નથી. જે બાદ તપાસ કરતા ખબર પડી કે પાછળના ટોકન નંબર હોય તેવા લોકોને 1000, 1500 અને 2000 રૂપિયા લઈને પહેલા અંતિમક્રિયા કરી આપે છે. જેથી સવારથી લાઈનમાં બેઠેલા લોકો સાંજ સુધી લાઈનમાં જ બેઠેલા રહે છે. હાલમાં આ લોકોની મજબૂરીનો ફાયદો સ્મશાનમાં કામ કરતા લોકો ઉઠાવી રહ્યાની ફરિયાદો ઉઠી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :divyabhaskar)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!