પત્ની પિરીયડ્સમાં હોય ત્યારે આ એક્ટર પત્નીનું રાખે છે આટલું બધુ ધ્યાન, પૂરી સ્ટોરી વાંચીને તમે પણ બોલી ઉઠશો પતિ હોય તો આવાં!

પિરિયડ્સમાં પત્ની દીપિકા કકકડની એક્સ્ટ્રા કેર કરે છે શોએબ, કહ્યું” બધા પુરુષોએ કેર કરવી જોઈએ” વિડીયો થયો વાયરલ

ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી લવિંગ અને કેરિંગ કપલ દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ હાલના દિવસોમાં એકસાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર રસપ્રદ વિડીયો શેર કરતા રહે છે. જે એમના ફેન્સને ખૂબ જ ગમે છે. બંને એકબીજાનું કઈ રીતે ધ્યાન રાખે છે અને બંનેમાં જે રીતનું બોન્ડિંગ છે એ એમના ફેન્સને ખૂબ જ ગમે છે. બંને એકબીજા પર પ્રેમ વરસાવવાનો એક પણ મોકો નથી છોડતા. અને આ વખતે તો શોએબે દીપિકા માટે જે કર્યું છે એને જોઈને કોઈપણ એમના વખાણ કરતા થાકે નહિ.

image source

પિરિયડ્સમાં શોએબ રાખે છે દીપિકાનું ખાસ ધ્યાન.

શીએબ ઇબ્રાહિમે પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે અને એમાં એક ખાસ મેસેજ આપ્યો ચેમ આ વીડિયોમાં શોએબ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને પડતી તકલીફો વિશે વાત કરી રહ્યા છે અને બધાને પોતાના પાર્ટનર્સનું એ દરમિયાન ખાસ ધ્યાન રાખવાની અપીલ કરી રહ્યા ચ3મ શોએબનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

પીરિયડ્સના દિવસોમાં ઘરની સ્ત્રીનું રાખો થોડું એક્સ્ટ્રા ધ્યાન.

આ વીડિયોમાં શોએબ પોતાની પત્ની દીપિકા માટે જમવાનું બનાવતા દેખાઈ રહ્યા છે. દીપિકા પીરિયડ્સમાં હતી જેના કારણે એ તકલીફમાં હતી. એવામાં શોએબે ઘર અને કિચનની જવાબદારી એના પર લઈ લીધી અને આખો દિવસ દીપિકાની કેર કરતા રહ્યા. શોએબે આનો એક વિડીયો પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે અને આ વીડિયો દ્વારા બધા પુરુષોને અપીલ કરી છે કે એ પણ પીરિયડ્સના દિવસોમાં ઘરની સ્ત્રીઓની થોડી એક્સ્ટ્રા કેર કરે.

image source

પીરિયડ્સ પર ખુલીને વાત કરવાની જરુરત.

વીડિયોમાં શોએબ કહી રહ્યા છે “આ વિડીઉઓ ખાસ કરીને મેલ ફેન્સ માટે છે, દરેક પતિ, ભાઈ કે ફ્રેન્ડ માટે છે જે હંમેશા કહે છે કે આપણે ઘરની સ્ત્રીઓની મદદ કરવી જોઈએ, એમનું ધ્યાન રાખવું જોઈએ. પણ આપણે એક ખૂબ જ જરૂરી વાત ભૂલી જઈએ છીએ કે પછી હડવામાં લઈએ છીએ, એ છે એમની મન્થલી સાઇકલ એટલે કે પીરિયડ્સ. તમે મને જણાવો કે આજે પણ આપણે પીરિયડ્સ શબ્દને લઈને આટલા ખચકાઈએ છે કેમ? એ વિશે વાત કેમ નથી કરતા? જ્યારે આ સ્ત્રીઓની બોડીનો એક જરૂરી ભાગ છે તો પછી આપણે એના વિશે વાત કેમ નથી કરતા?

image source

શોએબ વીડિયોમાં આગળ કહે છે કે ” આ સાચો સમય છે જ્યારે આપણે એને સ્વીકાર કરીએ અને એ વિશે ખુલીને વાત કરતા શીખીએ.” એ કહે છે કે આપણામાંથી મોટાભાગના લોકોની વિચારસરણી હોય છે કે ફિમેલ્સને તો દર મહિને પીરિયડ્સ હોય છે અને એની પીડા હેન્ડલ કરવાની એમને આદત હોય છે. બસ આપણે આ જ ભૂલ કરીએ છીએ.સ્ત્રીઓ એટલી વધારે સ્ટ્રોંગ અને જવાબદાર હોય છે કે પોતાની પીડા ભૂલીને બાળકો, ફેમીલી, પતિ પ્રત્યે પોતાની બધી જ જવાબદારી નિભાવે છે અને તમને અહેસાસ નથી થવા દેતી કે એ તકલીફમાં છે. પણ એનો અર્થ એ નથી કે એમને એક્સ્ટ્રા કેરની જરૂર નથી.

image source

કાશ અમ્મી અને શબાનું પણ એ દિવસોમાં ધ્યાન રાખ્યું હોત.

શોએબ કહે છે કે સ્ત્રીઓને એ દિવસોમાં થનારી તકલીફોનો અહેસાસ એમને લગ્ન પછી અને દીપિકાની તકલીફને જોઈને થયો, કાશ આ બધી વાતો મને પહેલા ખબર હોતી તો હું મારી અમ્મી અને બહેન શબાનું પણ એ દિવસોમાં એક્સ્ટ્રા કેર કરી શકતો, એમને આ રીતે હું પેમ્પર કરી શકો જેમ આજે હું દીપિકાને કરી રહ્યો છું. પણ જાગ્યા ત્યાંથી સવાર. એટલે મારો આ વીડિયો જોનાર એ બધા મેલ્સને હું કહીશ કે અત્યાર સુધી જે નથી કર્યું તે હવે કરો. અને એ દિવસોમાં ઘરની સ્ત્રીઓની એક્સ્ટ્રા કેર કરો, એમની તકલીફને સમજો”

image source

એ દિવસોમાં સ્ત્રીઓના મૂડ સવિંગને સમજો- દીપિકા.

વીડિયોમાં દીપિકા પણ છેલ્લે આ વિશે કઈક કહે છે, કહેવા માટે તો આ એકદમ નાની વાત છે પણ છે એ ખૂબ જ મોટી વાત.જેવી રીતે શોએબ આ દિવસોમાં મારા મૂડ સવિંગ સમજે છે, મારી તકલીફ સમજે છે એ બધાએ જ સમજવું જોઈએ. એ દિવસોમાં અચાનક મને ક્યારેક રડવાનું મન થાય છે, ક્યારેક ચિદચીડિયાપણુ થાય છે અને આ બધું કન્ટ્રોલ કરવું મારા હાથમાં નથી.

image source

પણ મને ખુશી છે કે શોએબ મારા મૂડ સ્વીન્ગસને સમજે છે. સાથે હું એ પણ કહેવા માગું છું કે પીરિયડ્સ વિશે વાત કરવામાં જે આપણા પરિવારનો ખચકાટ છે, એ ખચકાટ દૂર થવો જોઈએ. હું બસ એટલું કહેવા માગું છું કે જેવી રીતે શોએબ આ દિવસોમાં ધ્યાન રાખો છો, તમે પણ તમારી પત્ની, બહેન કે માતાનું એટલું જ ધ્યાન રાખો.”

સ્ત્રીઓ પણ ખુલીને કરો આ વિશે વાત.

દીપિકા આ વીડિયો દ્વારા સ્ત્રીઓને પણ અપીલ કરે છે કે એ ઘરના પુરુષો સાથે આ વિશે ખુલીને વાત કરે. એમને મૂડ સ્વીનગ્સ, પીડા વિશે જણાવો. જ્યાં સુધી તમે જણાવો નહિ ત્યાં સુધી એ કઈ રીતે સમજશે. પહેલા જ્યારે શોએબને આ વિશે ખબર નહોતી અને મને પીરિયડ્સ દરમિયાન ચીડચીડિયાપણું થતુ હતું તો અમારો ઝગડો થઈ જતો હતો. પણ મેં એમની સાથે આ વિશે વાત કરી અને એમને મને સમજી. હવે એ ન ફક્ત મારા મૂડ સ્વીનગ્સ હેન્ડલ કરતા શીખી ગયા છે પણ એ દિવસોમાં મારુ એક્સ્ટ્રા ધ્યાન રાખે છે. અને મારા ખ્યાલથી આવું દરેકે કરવું જોઈએ.”

શોએબનો આ વીડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને છોકરીઓથી લઈને છોકરા સુધી ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને વખાણ પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત