કેજરીવાલ સરકારના આ નિર્ણય સાથે તમે કેટલા છો સમંત? સાથે કોમેન્ટમાં અમને જણાવો કે, આપણે અહિંયા પ્રદુષણ ઓછુ કરવા આવું અભિયાન શરૂ કરવું જોઇએ કે નહિં?

લગભગ દેશભરમાં જ નહીં ઓન વિશ્વભરમાં વાયુ પ્રદુષણ એક હદથી આગળ વધવા લાગ્યું છે અને હવે તો આ પ્રદુષણ એક વૈશ્વિક પડકાર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે દિલ્હીની કેજરીવાલ સરકારે એક અનોખી પહેલ કરે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાને પ્રોત્સાહન આપવા તાજેતરમાં જ Switch Delhi (સ્વીચ દિલ્હી) અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે તેઓ દેશની રાજધાનીમાં પ્રદુષણ સામે લડવા ઇલેક્ટ્રિક વાહન ખરીદે.

image source

તેઓએ વધુમાં જણાવ્યું કે આગામી અમુક સપ્તાહમાં તેમની સરકાર અલગ અલગ હેતુઓ માટે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો જ ભાડેથી લેશે.

મુખ્યમંત્રીએ આપૂર્તિ શૃંખલા અને મોટી કંપનીઓ, રેજીડેન્ટ વેલ્ફેર એસોસિએશન, બજાર સંગઠનો, મોલ અને સિનેમા હોલને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે પોતાના પરિસરોમાં ચાર્જીંગ સ્ટેશનો બનાવવા માટે કહ્યું.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ” હું યુવાઓને અપીલ કરું છું કે તે પોતાના પહેલા વાહન સ્વરૂપે ઇલેક્ટ્રિક વાહન ખરીદે. તેઓએ લોકોને કહ્યું કે આ અભિયાનને જન આંદોલન બનાવે.

image source

તેઓએ જણાવ્યું કે દિલ્હી સરકારની ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની નીતિને વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને તેને પ્રતિબદ્ધતા સાથે લાગુ કરવાનો સમય થઈ ગયો છે.

કેજરીવાલે એમ પણ જણાવ્યુ કે ” સ્વીચ દિલ્હી અભિયાનમાં ઇલેક્ટ્રિક વાહનોના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે. લોકોને એમ જણાવવામાં આવશે કે આ દિલ્હીને સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત બનાવવામાં કઈ રીતે ઉપયોગી છે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ પ્રદુષણ ફેલાવતા પેટ્રોલ અને ડીઝલ વાહનોના બદલે ઇલેક્ટ્રિક વાહનો ચલાવી આ અભિયાનમાં ભાગ લે અને પ્રદુષણ મુક્ત દિલ્હી બનાવવામાં પોતાનું યોગદાન આપે. ”

તેઓએ વધુમાં જણાવ્યું કે3 ઇલેક્ટ્રિક વાહન નીતિ અંતર્ગત દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક ટૂ વ્હિલર અને ફોર વ્હિલર વાહનોની ખરીદી પર વ્યાપક સબસિડીની યોજના બનાવી છે. એ સીVઅય રોડ ટેક્સ અને પંજીકરણ ટેક્સ પણ માફ કરવામાં આવ્યા છે.

કેજરીવાલે એમ પણ જણાવ્યું કે ઓગસ્ટ 2020 માં પોલિસી લોન્ચ કર્યા બાદ 6000 થી વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદ કરવામાં આવ્યા હતા. સરકારે શહેરભરમાં 100 ચાર્જીંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે ટેન્ડર પણ જાહેર કર્યા છે.

તેઓએ જણાવ્યું કે સરકારે 2024 સુધી દિલ્હીમાં કુલ વાહન નોંધણીમાં 25 ટકા ઇલેક્ટ્રિક વાહનોનો ભાગ એક મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત