બોલિવૂડની આ અભિનેત્રી અને મોડેલનુ નિધન, જાણો શું હતા છેલ્લા શબ્દો…

વધુ એક બોલિવૂડ એક્ટ્રેસનું નિધન, દિવ્યા ચોક્સી કેન્સર સામે હારી જંગ, ઈંસ્ટા સ્ટોરીમાં પોતાની તકલીફ અંગે કહી આ વાત અને લીધા અંતિમ શ્વાસ, વર્ષ 2020 બોલિવૂડ માટે સૌથી ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે… એક પછી એક અનેક કલાકારોએ દુનિયાને કહ્યું અલવિદા

image source

વર્ષ 2020 બોલિવૂડ અને દુનિયા માટે ખૂબ જ ખરાબ સાબિત થઇ રહ્યું છે. દુનિયા માટે ખરાબ એટલા માટે કે વિશ્વભરના દેશોને કોરોના વાયરસે ભરડામાં લીધા છે અને બોલિવૂડ માટે એટલા માટે કારણ કે વર્ષ 2020 ની શરૂઆત થી જ મોટા મોટા કલાકારો, ગાયક આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. તાજેતરમાં જ સિંગર મોડલ અને એક્ટ્રેસ દિવ્યા ચોકસીનું પણ નિધન થયું છે.

image source

દિવ્યા ચોક્સી ઘણા સમયથી કેન્સરથી પીડિત હતી. તેમના નિધનના સમાચારને પુષ્ટિ દિવ્યાની કઝિન વર્માએ ફેસબુક પોસ્ટ મારફતે કરી હતી. આ ઉપરાંત દિવ્યાએ પણ તેના મૃત્યુના 18 કલાક પહેલા ઈન્સ્ટા સ્ટોરીમાં એક મેસેજ મુક્યો હતો. જેમાં તેણે ખુદ જણાવ્યું હતું કે તે મૃત્યુની નજીક પહોંચી ચૂકી છે.

image source

દિવ્યા તેની છેલ્લી સ્ટોરી માં લખ્યું હતું કે હું, જે કહેવા ઈચ્છું છું તેના માટે મારી પાસે શબ્દો પૂરતા નથી શબ્દો ઓછા હશે. પરંતુ છેલ્લા ઘણા સમયમાં મને ઘણા મેસેજ મળ્યા છે. આ તમામ લોકોને હું જણાવવા માગું છું કે હું મારી મૃત્યુ શૈયા પર છું, જીવનમાં ઘણું બધું ખરાબ થતું હોય છે. પરંતુ હું ખૂબ મજબૂત રહી છું. ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતો જન્મ આવી તકલીફો વિના મળે. તમે મારા માટે કેટલા મહત્વના છો તે ફક્ત મારો ભગવાન જાણે છે.

image source

આ પોસ્ટ કર્યાના થોડા જ કલાકોમાં દિવ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૧માં દિવ્યા મિસ યુનિવર્સ ની સ્પર્ધા રહી ચૂકી છે 2016માં તેને અપના દિલ તો આવારા ફિલ્મ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી આ સિવાય 2018માં દિવ્યાએ સિંગ ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું દિવ્યાના નિધનના સમાચારથી તેની સાથે કામ કરેલા કલાકારો પણ શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેની સાથે કામ કરી ચુકેલા સાહિલ અહેમદ, અંજુમ ફાકીહ, નિહારિકા રાયઝાદા તેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

image source

દિવ્યા ભોપાલના વકીલ પરિવારની પુત્રી હતી. તેણે સ્કુલિંગ પણ ભોપાલથી કર્યું હતું. કોલેજ માટે દિલ્હી ગઈ હતી. જ્યારે એક્ટિંગનો કોર્સ લંડનની યુનિવર્સિટીમાંથી કર્યો હતો. તેને કેન્સર હોવાનું સામે આવ્યા બાદથી તે સારવાર લઈ રહી હતી. પરંતુ સારવાર કર્યા બાદ પણ તે કેન્સર સામે જંગ હારી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત