બે લગ્ન ન કરે તો અહીંયા પુરુષોને વિતાવવી પડે છે જેલમાં જિંદગી, પહેલી પત્ની પણ નથી પાડી શકતી ના

ભારતમાં પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વગર કોઈ બીજા લગ્ન નથી કરી શકતું. દુનિયાના દરેક દેશમાં લગ્ન માટે અલગ અલગ કાયદા છે. પણ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં દરેક પુરુષે બે લગ્ન કરવા અનિવાર્ય છે. જો કોઈ પુરુષે બે લગ્ન કરવાની ના પાડી દીધી તો એને એનું આખું જીવન જેલના સળીયા પાછળ વિતાવવું પડે છે.

image soucre

આફ્રિકા મહાદ્વીપના દેશોમાં લગ્નને લઈને અલગ અલગ કાયદા છે પણ આવા કાયદા દુનિયાના અન્ય કોઈ દેશમાં નથી. આફ્રિકા મહાદ્વીપના એક દેશમાં અજીબોગરીબ કાયદો છે. અહીંયા પુરુષોએ બે લગ્ન કરવા અનિવાર્ય છે. જો કોઈ વ્યક્તિ લગ્ન કરવાની ના પાડી દે છે તો એને સખતમાં સખત સજા આપવામાં આવે છે. તમને આ અનોખા દેશના કાયદા વિશે જાણીને નવાઈ લાગતી હશે. તમે વિચારી રહ્યા હશો કે શુ કોઈ દેશમાં એવો પણ કાયદો હોઈ શકે? તો ચાલો જાણી લઈએ આફ્રિકા મહાદ્વીપના આ દેશ વિશે.

image socure

આફ્રિકા મહાદ્વીપના આ દેશમાં બે લગ્ન કરવા માટે અનોખો કાયદો બનાવવામાં આવ્યો છે. આ આફ્રિકન દેશનું નામ ઇરીટ્રિયા છે. અહીંયા પુરુષોને બે લગ્ન કરવા અનિવાર્ય છે. હવે પુરુષ રાજી ખુશીથી લગ્ન કરે કે દુઃખી મનથી પણ એને બે લગ્ન કરવા જ પડે છે.

image source

ઈરીટ્રિયામાં બે લગ્ન કરવા અનિવાર્ય છે. જો કોઈ પુરુષ લગ્ન કરવા કે બે પત્નીઓ રાખવાની ના પાડી દે છે તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે છે. જો કોઈ પુરુષ બે લગ્ન કરવાની ના પાડે છે તો એને આજીવન જેલમાં સજા મળે છે. આ દેશમાં સ્ત્રીઓના કારણે આ અનોખો કાયદો બનાવવામાં આવ્યો છે. ઈરીટ્રીયામાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધુ છે. ઈરીટ્રીયાના ઇથિયોપિયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે સ્ત્રીઓની સંખ્યા અહીંયા વધુ છે.

પહેલી પત્ની નથી પાડી શકતી ના

image source

આ સાથે જોડાયેલી અન્ય એક ચોંકાવનારી વાત એ છે કે અહીંયા સ્ત્રીઓને લઈને પણ એક સખત કાયદો બનાવવામાં આવ્યો છે. સ્ત્રીઓ વિરુદ્ધ સખત કાયદો એ છે કે ત્યાંની સ્ત્રીઓ એમના પતિના બીજા લગ્નમાં કોઈપણ પ્રકારની અડચણ નથી બની શકતી.જો સ્ત્રીઓએ કોઈપણ પ્રકારની અડચણ પેદા કરવા વિશે વિચાર્યું કે પછી કોઈ પ્રયત્ન કર્યો તો એમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે અને પછી ઉંમરકેદની સજા આપવામાં આવે છે. આ રીતે અહીંયા દરેક પુરુષને બે લગ્ન કરવા પડે છે નહીં તો જેલની હવા ખાવા માટે તૈયાર રહેવું પડે છે.