દુલ્હન સજીધજીને જોતી રહી આખી રાત રાહ, પણ દુલ્હો ના આવ્યો જાન લઇને, કારણ જાણીને તમને પણ આવી જશે ગુસ્સો

આખી રાત રાહ જોવાઈ તેમ છતાં જાન લઈને ન આવ્યો વરરાજો

ગયા ગુરુવારની આ ઘટના છે. આ ઘટના ઝાંસીની છે અહીંના ડડિયાપુરા વિસ્તારમાં ઘર વસાવવાના શમણા જોઈ રહેલી એક દુલ્હન સજીધજીને પોતાનો દુલ્હો જાન લઈને આવી તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી, પણ દુલ્હો જાન લઈને આવ્યો જ નહીં. આખી રાત જાન આવવાની રાહ જોવામાં આવી અને સવાર પણ થઈ ગઈ તેમ છતાં ન આવી જાન. પછી ખબર પડી કે દહેજ માટે પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા ન થવા પર દુલ્હો જાન લઈ નહોતો આવ્યો. જો કે તે તરફથી કોઈ જ ખબર ન મળ્યા બાદ છોકરી પક્ષના લોકો દુલ્હાના ઘરે પહોંચી ગયા હતા. અહીં જોયું તો ઘર પર તાળુ લટકી રહ્યું હતું. તે જોઈને બધા ગભરાઈ ગયા હતા. બીજી સવારે છોકરી પક્ષના લોકોએ પોલીસ સ્ટેશનમા જઈ ફરિયાદ નોંધાવી.

image source

અહીંના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે ડાડિયાપુરા વિસ્તારના નિવાસી નૂરજહાંની દીકરી રુખસારના લગ્ન સીપરી બજારના મિશન કંપાઉડમાં રહેતા મુન્નાના પુત્ર રાજા સાથે નક્કી થયા હતા. લગ્નની તારીખ 17 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. ગુરુવારના રોજ જાન આવવાની હતી. સવારથી જ ઘરના લોકો તૈયારીમાં લાગી ગયા હતા. બપોરના લગભગ ત્રણ વાગ્યે છોકરીની માતા નૂરજહાંએ જાન સમયસર લાવવા માટે દૂલ્હાને ફોન કર્યો હતો. વાત કરતી વખતે તેણે જણાવ્યું હતુ કે પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી લેજો નહીંતર જાન નહીં આવે.

image source

માતાએ દૂલ્હાની વાતને ગંભીરતાથી ન લીધી. સાંજ થતા થતાં રાત પણ થઈ ગઈ પણ તેમ છતાં જાન દરવાજા પર ન પોહંચી. રાતના લઘભગ 9 વાગે ઘરના લોકોએ દુલ્હા પક્ષને ફોન કર્યો. પણ, કોઈનો પણ સંપર્ક નહોતો થઈ શકતો. દુલ્હાથી લઈને તેના સંબંધીઓના પણ ફોન બંધ આવતા હતા. રાહ જોતાં જોતાં રાતના 12 વાગી ગયા. છેવટે ચિંતિત થઈ ગયેલા છોકરીવાળા દુલ્હાના ઘરે પહોંચી ગયા.

image source

અહીં તાળુ લાગેલું જોઈને બધા ગભરાઈ ગયા હતા. કેટલીએ પુછપરછ બાદ તેમને તેમની કોઈ ભાલ ન મળતાં છેવટે તેમણે પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંદાવી. પોલીસે આખી વાત જણાવી છોકરીવાળા પોતાના ઘરે જતા રહ્યા. શુક્રવારે સવારે પરિવારના લોકોએ પોલીસ સ્ટેશન આવી ફરી ફરિયાદ કરી. ફરિયાદ મળતાં જ પોલીસ તપાસ કરવા માટે દુલ્હાના ઘરે પોહંચી ગઈ, પણ ત્યા તાળુ મારેલુ હતું. શુક્રવારનો આખો દિવસ પેલીસ દુલ્હાના ઘરના દરેક સભ્યની તપાસમાં લાગી ગઈ પણ તમના હાથમાં કોઈ જ ન આવ્યું.

ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી દુલ્હન

image source

દુલ્હાની આખી રાત રાહ જોયા બાદ દુલ્હનને આશા હતી કે તેનો દુલ્હો આવીને તેની સાથે લગ્ન કરશે જ પણ શુક્રવારે સવાર સુધી જ્યારે કોઈની કોઈ જ ભાળ ન મળી ત્યારે તેણી પોતાનુ રડવાનું રોકી ન શકી અને દુલ્હનની સાથે સાથે તેની માતા પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી. ઘરમાં હાજર સંબંધીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. રડતા રડતા દુલ્હને કહ્યું કે આવા લોકોને ચોક્કસ પાઠ ભણાવવો જોઈએ. તે પોતે પેલીસની પાસે પહોંચીને ફરિયાદ કરશે જેથી કરીને તે લોકોને દંડ મળે.

સગાઈમાં એક લાખ અગિયાર હજાર રૂપિયા આપ્યા હતા

image source

દુલ્હનની માતા નૂરજહાંએ આરોપ લગાવ્યો કે લગ્ન પહેલાં 4 ડિસેમ્બરે સગાઈની વિધિ કરવામાં આવી હતી, જેમાં છોકરાના પક્ષને એક લાખ અગિયાર હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. તે વખતે કોઈ પણ દાન-દહેજ આપવાની વાત નહોતી થઈ. ઉપર જણાવેલી રકમ પણ તેમને ખુશીથી આપી હતી. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ દુલ્હાના ઘરે પણ ગઈ હતી પણ ત્યાંથી હજુ સુધી કોઈ જ મળ્યું નથી. પોલીસે એફઆઈઆર દાખલ કરી કામગીરી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત