આ શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 100ને પાર, જાણો કયા શહેરમાં કેટલા રૂપિયાનો થયો ભાવમાં વધારો

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉછાળો આવી રહ્યો છે. દિવસેને દિવસે થોડો થોડો ભાવ વધતાં હવે પેટ્રોલ 100 રૂપિયા લીટરને પાર પહોંચી ચુક્યું છે. હવે તો હાલત એવી થઈ છે કે જે દિવસે પેટ્રોલ ડિઝલના ભાવ વધે નહીં ત્યારે લોકોની ચિંતા વધી જાય છે કે બીજા દિવસે મોટો ઝટકો તેમને મળશે. આવું જ કંઈક થયું છે શનિવારે.

image source

દેશમાં શુક્રવારે ભાવ સ્થિર રહ્યા પછી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફરી એકવાર શનિવારે વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં જે વધારો થયો છે તેના કારણે હવે કેટલાક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાથી પણ મોંઘું થઈ ચુક્યું છે.

શનિવારના ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલ બંને લિટર દીઠ 35 પૈસા મોંઘા થયા છે. આ વધારા પછી પાટનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 98.11 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલ પણ પ્રતિ લિટર 88.65ના ભાવે વેંચાઇ રહ્યું છે.

image source

29 મેના રોજ મુંબઈમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થયો હતો ત્યાં શનિવારે પેટ્રોલના ભાવ 104 રૂપિયા અને ડિઝલ 96.16 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આ ભાવ દેશના અન્ય મહાનગરોમાં સૌથી વધુ છે. ચેન્નઇમાં પેટ્રોલ હવે લિટર દીઠ 99.18 અને ડિઝલ 93.22 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. કલકત્તામાં પેટ્રોલ 97.99 રૂપિયા અને ડીઝલ 91.49 રૂપિયા પ્રતિ લિટર વેંચાઇ રહ્યું છે.

26 જૂન અને શનિવારના પેટ્રોલ અને ડિઝલના ભાવ

– લખનઉમાં આજે પેટ્રોલ 95.29 રૂપિયા અને ડિઝલ 89.06 રૂપિયા પ્રતિ લિટર છે.

– ચંદીગઢ 94.35 પેટ્રોલ અને ડિઝલ 88.29 રૂપિયા પ્રતિ લીટર

image source

– રાંચીમાં પેટ્રોલ 93.82 રૂપિયા અને ડિઝલ 93.57 રૂપિયા પ્રતિ લિટર છે

– ભોપાલમાં પેટ્રોલ 106.35 રૂપિયા અને ડિઝલ 97.37 રૂપિયા પ્રતિ લિટર છે

– પટનામાં પેટ્રોલ 100.13 અને ડિઝલ 94.00 પ્રતિ લિટર

– બેંગલુરુમાં પેટ્રોલ 101.39 રૂપિયા અને ડિઝલ 93.98 રૂપિયા પ્રતિ લિટર છે

– નોઈડામાં પેટ્રોલ 95.40 રૂપિયા અને ડિઝલ 89.14 રૂપિયા પ્રતિ લિટર છે

– મુંબઈમાં પેટ્રોલ 104.22 અને ડિઝલ 96.16 રૂપિયા પ્રતિ લિટર છે.

– હૈદરાબાદમાં પેટ્રોલ 101.60 અને ડિઝલ 96.25 રૂપિયા થયું છે.

image source

દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા અને લદાખમાં લિટર દીઠ 100 રૂપિયાને પાર છે. છેલ્લા 30 દિવસમાં પેટ્રોલ 7.71 રૂપિયા વધ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!