આત્મનિર્ભર: લોકડાઉનમાં ધંધો મંદ પડતાં અમદાવાદના વેપારીએ PPE કિટ બનાવવાનું કર્યુ શરૂ, અને આજે કમાય છે અધધધ..રૂપિયા

ગુજરાતી જાતિને વેપારી જાતી કહેવામાં આવે છે. ગુજરાતીઓને દરેક કામમાં વેપાર દેખાઈ જ જતો હોય છે અને હંમેશા એક નહીં તો બીજા વ્યવસાયમાં તેઓ વ્યસ્ત રહે છે. હાલ કોરોનાની મહામારીના કારણે ઘણા બધા ધંધાના વેપારીઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. કોઈ હાલ પોતાની પરસેવાની કમાણીની બચત પર નિર્ભર છે તો વળી કોઈના પર દેવું થઈ ગયું છે પણ કેટલાક એવા વેપારી પણ હોય  જે વ્યવસાયનો બીજો માર્ગ પણ ઉભો કરી દેતા હોય છે. અને એને જ સાચો વેપારી કહેવાય. કેટલાકે પોતાનો ટુરિઝમ બિઝનેસ ઠપ થતાં હાલ નાશ્તાનો ઉદ્યોગ શરૂ કર્યો છે તો વળી કોઈએ આવકનો બીજો કોઈ સ્રોત ઉભો કરી લીધો છે.

image source

આવાજ એક વેપારી અમદાવાદમાં રહે છે જેઓ ફર્નિચરનો ધંધો ધરાવતા હતા અને હાલ કોરોનાની મહામારીના કારણે તેમનો ધંધો સદંતર ઠપ થઈ ગયો છે. તેઓ અમદાવાદમાં રહે છે તેમનું નામ રાહુલ શાહ છે. પણ ધંધો બંધ થઈ જતાં નિરાશ થવાની જગ્યાએ આ સાહસુ વેપારીએ હાલની લેટેસ્ટ ડિમાંડ એવા પીપીઈ કિટ, માસ્ક તેમજ હેન્ડ ગ્લોવ્ઝના વ્યવસાયમાં જંપ લાવ્યું છે અને કરોડોનો બિઝનેસ ઉભો કરી લીધો છે.

image source

તમને જણાવી દઈએ કે આ વેપારીએ લોકડાઉન દરમિયાન જ માસ્ક તેમજ પીપીઈ કીટના 200 જેટલા કન્ટેનર અમેરિકા તેમજ યુરોપના કેટલાક દેશોમાં નિકાસ કર્યા છે. તેમણે લગભઘ 36 કરોડ રૂપિયાનો સામાન નિકાસ કર્યો છે અને તે સાથે જ તેમની કંપની કાસા કોપનહેગન 100 કરોડ રૂપિયાને આંબી ગઈ છે.

image source

વિદ્વાનો હંમેશા કહેતા આવ્યા છે કે જમાના સાથે અને સમય સાથે માણસે બદલાવવું જ જોઈએ. જેમ થોભી ગયેલું પાણી ગંદુ થઈ જાય છે અને નિરુપયોગી બની જાય છે તેવી જ રીતે જો માણસ સમય સાથે પોતાની જાતને બદલતો ન રહે અથવ સમય સાથે અનુકુલન ન સાધે તો તે પાછળ રહી જાય છે અને તેની અધોગતિ થાય છે. પણ રાહુલ શાહ સમય સાથે ચાલવાનુ સારી રીતે જાણે છે. તેમણે લોકડાઉન શરૂ થતાં જ પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીમાં મોટો ફેરફાર લાવી દીધો. લોકડાઉનમાં બીજા બધા કારખાનાઓ પર તાળા લાગેલા હતા ત્યારે રાહુલ શાહની એલપી ગૃપના કારખાના દિવસ રાત ધમધમી રહ્યા હતા.

image source

તેમણે સમયનો તાગ મેળવી લીધો હતો અને જાણી લીધું કે હાલ વિશ્વ ભરમાં પીપીઈ કીટ તેમજ માસ્કની માંગ સૌથી વધારે છે. તેમણે પોતાના આ નવા ધંધાને શરૂ કરવા માટે થોડો સમય સંશોધન પણ કર્યું અને ત્યાર બાદ તેમણે રૂપિયા 40 લાખનું એક ખાસ મશિન કોરિયાથી મંગાવ્યું. આ મશીન ઉંચી ક્વોલિટીની પીપીઈ કીટ બનાવે છે. તેમણે શરૂઆતમાં જેટલી પણ પીપીઈ કીટનું ઉત્પાદન કર્યું તેમાં મોટા ભાગનું તો સરકાર જ ખરીદી લેતી હતી.

image source

ત્યાર બાદ તેમણે પોતાનો સામાન વિદેશોમાં પણ નિકાસ કરવાનો શરૂ કરી દીધો. તેમનો સામાન તેઓ અમેરિકા તેમજ યુરોપના દેશોમાં મોકલવા લાગ્યા. આ સાથે સાથે ત્રણ લેયરવાળા માસ્કનું ઉત્પાદન પણ અમદાવાદમાં શરૂ કરી દીધું. અને અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમણે કોટનના ત્રણ લેયરવાળા ઉંચી ગુણવત્તાવાળા 70 હજાર માસ્કનું વેચાણ કર્યું. આ સાથે સાથે તેમણે એનજીઓના માધ્યમથી પણ લગભગ 30 હજાર જેટલા માસ્ક વેચ્યા. તેમની સમય સુચકતાએ તેમને આવી મંદીમા પણ લાખો રૂપિયા કમાવી આપ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત