ફોન ચાર્જ કરવા સમયે બેટરી ફાટી જવાનું જોખમ ઘટાડવા કરો આ ટિપ્સનો અમલ

વિશ્વમાં લગભગ મોટાભાગે લોકો સ્માર્ટફોનનો વપરાશ કરે છે. અને વિશ્વભરમાં અલગ અલગ પ્રકારે આર્થિક સ્થિતિ ધરાવતા લોકો માટે બજારમાં અલગ અલગ બજેટના સ્માર્ટફોન પણ ઉપલબ્ધ છે. પરંતુ ઘણી વખત બજારમાં ઓછી કિંમતમાં મળતા સ્માર્ટફોન વાપરવું જોખમી પણ બની શકે છે. અને તેનું કારણ એ છે કે તેમાં વાપરવામાં આવતો કાચો માલ હલકી ગુણવત્તાનો હોય છે અને તે ગમે ત્યારે જાનનું જોખમ થાય તે રીતે બ્લાસ્ટ થઈ શકે છે.

image soucre

ખાસ કરીને ફોન જ્યારે ચાર્જીંગમાં હોય ત્યારે તેમાં બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ આપણે અવાર નવાર સમાચાર માધ્યમો દ્વારા જાણીએ છીએ. તાજેતરમાં જ ઇંગ્લેન્ડના સ્ટેફડર્શર શહેરમાં એક 11 વર્ષના બાળક સાથે બન્યો હતો. આ બાળક રાત્રે સૂતા સમયે તેનું ટેબ્લેટ ચાર્જીંગમાં લગાવીને સુઈ ગયો હતો અને તે જ્યારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે તેની પથારી રાત્રે સળગી ગઈ હતી. જો કે સદનસીબે બાળકને કોઈ નુકશાન નહોતું થયું. સ્ટેફડર્શરના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના જણાવ્યા અનુસાર ટેબ્લેટ ઓવરહિટ થવાના કારણે સળગી ગયુ હતું.

image soucre

આવો આ એક જ કિસ્સો નથી. આપણે ત્યાં પણ આવા અનેક બનાવો બની ચુક્યા છે. ફોન ફાટવાનું કારણ મોટાભાગે ફોનની બેટરી જ હોય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવી 10 ટિપ્સ વિશે જણાવીશું જેના દ્વારા તમારો ફોન બ્લાસ્ટ થવાથી કે સળગવાથી સુરક્ષિત રહી શકે.

  • 1. ક્યારેય પણ થર્ડ પાર્ટી ચાર્જીંગ કેબલ કે એડપટરનો ઉપયોગ ન કરો. ફોનને ઓરીજીનલ ચાર્જીંગ એડપટર અને કેબલ દ્વારા જ ચાર્જ કરવો સલામત છે.
  • 2. બેટરી બદલવી પડે તેમ હોય તો હમેશા મેન્યુફેક્ચરર બેટરીનો જ ઉપયોગ કરવો.
  • 3. સ્માર્ટફોન, ટેબ્લેટ કે કોઈપણ લીથીયમ ion બેટરીને ઓવર ચાર્જ ન કરવી.
  • 4. ફોન કે કોઈપણ ડિવાઇસને ક્યારેય પણ સરળતાથી સળગી જાય તેવા માલસામાન જેમ કે ફર્નિચર, પેપર કે કાપડ ઉપર કે તેની બાજુમાં ન રાખવું.

    image soucre
  • 5. ચાર્જીંગ દરમિયાન ફોનને ક્યારેય તકિયાની નીચે રાખવાની ભૂલ ન કરવી
  • 6. ફોન કે અન્ય કોઈપણ ડિવાઇસને ડાયરેકટ સનલાઈટમાં ન રાખવું
  • 7. તમારા સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસ જે બેટરી ધરાવતું હોય તેને ક્યારેય રીપેરીંગમાં આપવાનું થાય તો ઓથોરાઈઝ સર્વિસ સેન્ટર પર જ રીપેર કરાવવું.

    image soucre
  • 8. સ્માર્ટફોનને પાવર સ્ટ્રીપ કે એક્સ્ટેંશન કોર્ડ પર ચાર્જ ન કરવો
  • 9. સ્માર્ટફોન ચાર્જ કરતા સમયે ફોન ઉપર કોઈપણ વસ્તુ ન મુકો જેથી બેટરી પર એક્સ્ટર્નલ વજન ન પડે.
  • 10. ફોન જ્યારે ચાર્જ કરવા મુકો ત્યારે તેનું કવર કે કેસ કાઢીને જ તેને ચાર્જમાં મુકવાની આદત રાખો.