શું તમે દરરોજ સૂર્ય દેવને ચડાવો છો જળ અને કરી બેસો છો આવી ભૂલો? તો મુકાશો અનેક ઘણી મુશ્કેલીઓમાં

ભૂલથી પણ સૂર્યને અર્ધ્ય આપતા સમયે ના કરવી જોઈએ ભૂલો.:

image source

સૂર્યદેવ ના ફક્ત આપણને ઉપરાંત સંપૂર્ણ બ્રહ્માંડને ઉર્જા પ્રદાન કરે છે. સનાતન ધર્મમાં સૂર્યને અર્ધ્ય આપવું ખુબ જ શુભ માનવામાં આવે છે. મોટાભાગના વ્યક્તિઓ સવારના સમયે પૂજા-પાઠ કર્યા પછી સૂર્યને જળ અર્પણ પણ કરે છે. માનવામાં આવે છે કે, આમ કરવાથી જીવનની બધી સમસ્યાઓનો અંત થઈ જાય છે.

પરંતુ વૃદ્ધ વ્યક્તિઓએ સૂર્યને જળ અર્પણ કરતા સમયે કેટલીક સાવધાનીઓ વિષે જણાવીશું. તેમનું માનવું છે કે, સૂર્યને જળ અર્પણ કરતા સમયે જો આ વાતોનું ધ્યાન રાખવા આવે તો ઈશ્વરની કૃપા હંમેશા આપના પર રહે છે. આવો જાણીએ કે, વૃદ્ધ વ્યક્તિઓએ સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવા વિષે જણાવવામાં આવ્યું છે…

image source

નવ ગ્રહોની કૃપા રહે છે.:

સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલા બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરવું ખુબ જ જરૂરી છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, આવા સમયમાં સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો સૂર્યદેવની સાથે જ નવ ગ્રહોની કૃપાદ્રષ્ટિ આપની પર બની રહે છે. બ્રહ્મ મુહુર્તમાં સૂર્યનો રંગ લાલ હોય છે અને આપ જયારે જળ અર્પણ કરો છો તો ખુબ જ શુભ ફળ મળે છે.

આવી રીતે આપો સૂર્યદેવને અર્ધ્ય.:

image source

સૂર્યદેવને હંમેશા તાંબાના પાત્રથી જળ અર્પણ કરવું જોઈએ અને આ પાત્રને બંને હાથથી પકડવું જોઈએ. ધ્યાન રાખવું કે, પાત્રમાં અક્ષત, ફૂલ કે પછી રોલી હોવી જોઈએ. આમ કરવાથી સૂર્યદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા આપની પર બની રહે છે અને સૂર્યદેવના આશીર્વાદથી આપના બધા કાર્ય પૂર્ણ થાય છે.

સકારાત્મક ઉર્જા બની રહે છે.:

image source

સૂર્યને અર્ધ્ય આપતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, આપના હાથ આપના માથાથી ઊંચા હોવા જોઈએ અને તાંબાના પાત્ર માંથી નીકળતી ધારથી સૂર્યના કિરણો જરૂર દેખાવા જોઈએ. માનવામાં આવે છે કે, આમ કરવાથી સૂર્યની સાતે સાત કિરણો આપના શરીર પર પડે છે, એનાથી આપની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે.

આ દિશામાં સૂર્યને જળ અર્પણ કરો.:

image source

આપ જયારે પણ સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે આપે હંમેશા પૂર્વ દિશાની તરફ મુખ કરીને જળ અર્પણ કરવું જોઈએ અને અર્ધ્ય આપતા સમયે ‘ઓમ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. આ સાથે જ આપે ધ્યાન રાખવું જોઈએ કે, આપ હંમેશા ઉઘાડા પગે જ જળ અર્પણ કરો. આમ કરવાથી આપને સમાજમાં સમ્માન મળે છે અને અટકી ગયેલ કાર્ય પણ પૂર્ણ થવા લાગે છે.

પડે છે અશુભ પ્રભાવ.:

image source

આપે સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે ધ્યાન રાખવું કે, જળના છાંટા આપના પણ પર પડે નહી. માનવામાં આવે છે કે, આપ જયારે જળ અર્પણ કરો છો ત્યારે અર્પણ કરાયેલ જળના છાંટા જો આપના પગ પર પડે છે તો જળ અર્પણ કરવાથી મળનાર ફળ આપને મળશે નહી. આ સાથે જ અશુભ પ્રભાવ પણ પડી શકે છે.

દરેક કાર્યમાં સફળતા મળે છે.:

image source

સૂર્યદેવને દરરોજ નિયમિત રીતે જળ અર્પણ કરવાથી આપની કુંડળીમાં વ્યાપ્ત બધા દોષ ખતમ થઈ જાય છે. આ સાથે જ આપને સમાજમાં સમ્માન મળે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. સૂર્યના પ્રભાવથી આપની સાથે સાથે આપના પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ જોવા મળે છે અને પરિવારના સભ્યોના દિવસની શરુઆત સારી થાય છે.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત