જાણો ક્યાં આવેલું છે આ રહસ્યમય મંદિર, જ્યાં બદલાય છે મૂર્તિનો આકાર

પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.:

ભારતને ચમત્કારોનો દેશ એમ જ નથી કહેવામાં આવી રહ્યું. આપણા દેશમાં કેટલાક એવા મંદિર છે જેના વિષે જાણીને આપને પોતાને ખુબ જ નવાઈ લાગી શકે છે. આજે અમે આપને દક્ષિણ ભારતના એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે, અહિયાં મૂર્તિનો આકાર વર્ષેને વર્ષે વધતો જ જઈ રહ્યો છે. દક્ષિણ ભારતનું આ મંદિર ભગવાન શિવ અને માતા પાર્વતીનું અને આ મંદિરમાં સ્થિત નંદીની પ્રતિમા વિષે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનો આકાર દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. અહિયાં સુધી કે, આ વિષેની પુષ્ટિ પોતે પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચાલો જાણીએ દક્ષિણ ભારતના આ મંદિર વિષે વિસ્તારથી….

image source

મંદિરના સ્તંભને હટાવવા પડ્યા.:

આંધ્રપ્રદેશ રાજ્યના કુરનુલમાં આવેલ આ મંદિરનું નામ છે શ્રી યંગતી ઉમા મહેશ્વરા મંદિર. આ મંદિર પોતાનામાં જ અનોખા મંદિર વિષે કહેવામાં આવી રહ્યું છે કે, અહિયાં નંદીની પ્રતિમાના વધતા આકારના કારણે રસ્તામાં આવતા કેટલાક સ્તંભોને દુર કરી દેવામાં આવ્યા છે. એક એક કરીને અહિયાં નંદીની પ્રતિમાની આસપાસ આવેલ કેટલાક સ્તંભોને હટાવી દેવામાં આવ્યા છે.

image source

મંદિરનો ઈતિહાસ.:

કુરનુલના શ્રી યંગતી ઉમા મહેશ્વરા મંદિરનું નિર્માણ વૈષ્ણવ પરંપરા મુજબ કરવામાં આવ્યું છે. આ મંદિર ૧૫મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના સંગમ વંશના રાજા હરિહર બુક્કા રાય દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું છે. આ મંદિર હૈદરાબાદથી ૩૦૮ કીલોમીટરના અંતરે આવેલ છે અને વિજયવાડાથી ૩૫૯ કિલોમીટરના અંતરે આવેલ છે. કુરનુલમાં આવેલ શ્રી યંગતી ઉમા મહેશ્વરા મંદિર પ્રાચીન કાળના પલ્લવ વંશ, ચોલા વંશ, ચાલુક્ય વંશ અને વિજયનગર શાસકોની પરંપરાઓને દર્શાવે છે.

image source

વધી રહેલ નંદીની પ્રતિમા.:

શ્રી યંગતી ઉમા મહેશ્વરા મંદિરમાં આવતા ભક્તોનું માનવું છે કે, મંદિરમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની પ્રતિમાની સામે આવેલ નંદીની પ્રતિમા પહેલા ખુબ જ નાની હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દર ૨૦ વર્ષે આ મંદિરમાં આવેલ નંદીની પ્રતિમા એક ઇંચ સુધી વધતી જઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, નંદીની મૂર્તિ જે પથ્થર માંથી બનાવવામાં આવી છે તેની પ્રવૃત્તિ વિસ્તાર વાળી છે. કહેવામાં આવે છે કે, એક શ્રાપના કારણે આ મંદિરમાં કાગડા જોવા મળતા નથી.

image source

મંદિરની સ્થાપના :

એવી માન્યતા છે કે, આ મંદિરની સ્થાપના અગસ્ત્ય ઋષિ દ્વારા કરવામાં આવી હતી. તેઓ અહિયાં ભગવાન વેંકટેશનું મંદિર બનાવવા ઈચ્છા હતા, પરંતુ ભગવાન વેંકટેશની મૂર્તિ બનાવવા દરમિયાન મૂર્તિનો અંગુઠો તૂટી જવાના કારણે સ્થાપનાને વચ્ચમાં જ રોકી દેવી પડી હતી. એનાથી નિરાશ થઈને અગસ્ત્ય ઋષિએ ભગવાન ભોળાનાથની તપસ્યા કરવા લાગી જાય છે. ત્યારે ભગવાન ભોળાનાથએ પ્રસન્ન થઈને કહે છે કે, અહિયાં તેમનું મંદિર બનાવવાનું યોગ્ય રહેશે.

image source

અગસ્ત્ય ઋષિનો શ્રાપ.:

શ્રી યંગતી ઉમા મહેશ્વરા મંદિર વિષે સ્થાનિક લોકો એક કથા વિષે જણાવે છે કે, ત્યારે અગસ્ત્ય ઋષિ તપસ્યા કરી રહ્યા હતા અને કાગડાઓ તેમને આવીને હેરાન કરી રહ્યા હતા. જેનાથી ગુસ્સે થઈને અગસ્ત્ય ઋષિએ કાગડાઓને શ્રાપ આપી દીધો કે, તેઓ હવે અહિયાં ક્યારેય પણ નહી આવી શકે. કેમ કે, કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે, એટલા માટે અહિયાં શનિદેવનો વાસ પણ નથી થતો.

અર્ધનારીશ્વર :

image source

શ્રી યંગતી ઉમા મહેશ્વરા મંદિરમાં શિવ- પાર્વતી અર્ધનારીશ્વર સ્વરૂપમાં વિરાજમાન છે. ઉપરાંત આ અર્ધનારીશ્વરની મૂર્તિને એક જ પથ્થર માંથી તરાશીને બનાવવામાં આવી છે. શક્યતા છે કે, આ એવું પોતાનામાં જ આવી રીતનું પહેલું મંદિર છે, જ્યાં ભગવાન શિવની પૂજા શિવલિંગના સ્વરૂપમાં નહી ઉપરાંત એક મૂર્તિના સ્વરૂપમાં કરવામાં આવે છે.

પવિત્ર જળ સ્ત્રોત.:

image source

ખુબસુરત કુદરતી દ્રશ્યોથી ઘેરાયેલ શ્રી યંગતી ઉમા મહેશ્વરા મંદિરની એક ખાસ વાત એ પણ છે કે, અહિયાં પુષ્કરણીની નામનું પવિત્ર જળ સ્ત્રોત માંથી હંમેશા પાણી વહેતું રહે છે. કોઈ નથી જાણતું કે વર્ષના ૧૨ મહિના આ પુષ્કર્ણીનીમાં પાણી ક્યાંથી આવે છે. ભક્તોનું માનવું છે કે, મંદિરમાં પ્રવેશ કરતા પહેલા આ પવિત્ર જળમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઇ જાય છે.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત