રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘમહેર

17 ઓગસ્ટ આસપાસ વરસાદનો બીજો રાઉન્ડ શરુ થશે તેવી આગાહી અગાઉ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જે હવે સાચી પડી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરના ભાગરૂપે ગુજરાતમાં બુધવારથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આ બીજા રાઉન્ડમાં રાજ્યના 107 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. તેમાં પણ અમદાવાદ, પંચમહાલ, વડોદરા, ખેડા, નડિયાદ અને દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો.

image soucre

રાજ્યથી મેઘરાજા ઘણા લાંબા સમયથી રિસાય ગયા હતા. મેઘરાજાએ લાંબો બ્રેક લઈ લેતા ખેડૂતો, સામાન્ય માણસો અને સરકાર પણ ચિંતામાં મુકાઈ હતી. જો કે હવે રાજ્ય પર મેઘમહેર થતા બધાના જીવમાં જીવ આવ્યો છે. વરસાદના બીજા રાઉન્ડમાં રાજ્યના અમદાવાદ સહિતના વિવિધ જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો હતો.

image socure

અમદાવાની વાત કરી તો અહીં રખિયાલ, બાપુનગર, હાટકેશ્વર, અમરાઈવાડી, ખોખરા, મણીનગર, ઓઢવ, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદમાં સરખેજ, એસ જી હાઇવે, વેજલપુર, સેટેલાઇટ, જીવરાજપાર્ક, નેહરૂનગર, નવરંગપુરા, નારણપુરામાં વરસાદ નોંધાયો હતો.

image soucre

વરસાદના આ બીજા રાઉન્ડમાં તાપી જિલ્લાના નિઝર કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. અહીં સાંજના સમયે 2 કલાકમાં જ 2 ઈંચ પાણી વરસી ગયું હતું. પંચમહાલ જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ હળવા પવન સાથે ધીમીધારે વરસાદ થયો હતો. આ સાથે જ છોટાઉદેપુર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ઉત્સાહ છવાયો હતો.

image socure

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર, ઠાસરા, ગળતેશ્વર અને મહેમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. ભારે પવન સાથે વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. અહીં પણ વરસાદ થઈ જતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.

સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેર મેઘમહેર

image socure

સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી હતી. વરસાદના બીજા રાઉન્ડમાં અમરેલી, રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના વિસ્તારમાં સારો એવો વરસાદ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોની ચિંતા પણ હળવી થઈ હતી કારણ કે આ વરસાદના કારણે તેમની મુરજાતી મોલાતને જીવનદાન મળ્યું છે. આ સાથે જ ભાવનગર જિલ્લામાં પણ મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ થયો હતો. બોટાદના ગઢડા ખાતે પણ લાંબા વિરામ બાદ વરસાદ નોંધાયો હતો.