EPFOનો મોટો નિર્ણય, કર્મચારીઓના મોત બાદ આશ્રિતોને મળશે 8 લાખ

જો તમે એમ્પ્લોય પ્રોવિડેંટ ફંડ ઓર્ગેનાઈઝેશનના કર્મચારી છો તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઈપીએફઓએ તેમના કર્મચારીઓ માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. ઈપીએફઓએ તેના કર્મચારીઓ અને તેના પર આશ્રિતોને લઈને મોટો નિર્ણય કર્યો છે. ઈપીએફઓના કર્મચારીઓના આ નિર્ણયનો લાભ અંદાજે 30 હજાર કર્મચારીઓને થશે.

image soucre

આ અંગે સંસ્થાને પોતાની ઓફિસોમાં સર્કુલર આપી સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. ઈપીએફઓના કર્મચારીઓ માટે લીધેલા નિર્ણય અનુસાર જે પણ ઈપીએફઓના કર્મચારીનું અચાનક મોત થશે ત્યારબાદ તેના નોમિનીને મળનાર રકમ બમણી કરી દેવામાં આવી છે. પહેલા આ રકમ 4 લાખ જેટલી હતી જેને વધારી 8 લાખ કરવામાં આવી છે.

સેંટ્રલ બોર્ડ તરફથી કર્મચારીઓેના આકસ્મિક નિધન પછી તેમના પરિજનને એક્સ ગ્રેશિયા ડેથ રિલીફ ફંડ આપવામાં આવે છે જેને લઈને ઈપીએફઓએ આ રાહત આપી છે. આ નિર્ણયની અસર દેશભરના અંદાજે 30 હજાર કર્મચારીઓને થશે. જે સર્કુલર સંસ્થાને ઓફિસોને મોકલ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ઈપીએફઓ સ્પષ્ટ કરે છે કે નોમિનીને મળતી ધન રાશિ તેમના પરિજનોને આપવામાં નહીં આવે જો કર્મચારીનું મોત કોરોના વાયરસના કારણે થયું હશે તો. જ્યારે આકસ્મિક નિધનથી મળતી ધન રાશિ વધારી 8 લાખ રૂપિયા કરવામાં આવી છે.

image soucre

આ ફંડ હેઠળ પહેલા ઈપીએફઓના કર્મચારીઓના આશ્રિતોને માત્ર 4.20 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે હવે આ રકમ 8 લાખ કરવામાં આવી છે. આ રીતે જોઈએ તો કર્મચારીના આશ્રિતોને મળનાર રકમ બમણી કરી દેવામાં આવી છે.

આ સાથે જ એક મહત્વનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે દર ત્રીજા વર્ષે આ ધન રાશિને અંદાજે 10 ટકા વધારી દેવાનો પ્રયત્ન કરવામાં આવશે. જણાવી દઈએ કે ઈપીએફઓના સભ્યોની માંગ હતી કે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા અને વધુમાં વધુ 20 લાખ રૂપિયાની ધન રાશિ આપવામાં આવે.

ઈપીએફઓના સર્કુલર અનુસાર આ ધન રાશિ દેશભરના કોઈપણ ઈપીએફઓના કર્મચારી માટે હશે. આ ધન રાશિ વેલ્ફેર ફંડથી આપવામાં આવશે. જો કર્મચારીનું મોત કોરોના વાયરસના કારણે થાય તો પછી 28 એપ્રિલ 2020નો જે ઓર્ડર છે તે લાગૂ થશે. એટલે કે ઈપીએફઓનો નવો ઓર્ડર આકસ્મિત મોતના કિસ્સામાં જ લાગૂ થશે.

image soucre

તાજેતરમાં જ કેંદ્ર સરકારે 6.5 કરોડ લોકોના ખાતામાં પીએફનું વ્યાજ ટ્રાંસફર કર્યું છે. છેલ્લા ઘણા સમયથી લોકો પીએફ પર મળતા વ્યાજની રાહ જોઈ રહ્યા હતા. ઈપીએફઓએ આ વખતે પીએફ અમાઉંટ પર 8.5 ટકા વ્યાજ આપ્યું છે.