ચહેરા પરના ડાઘા-ધબ્બાને જડમૂળથી મટાડી દે છે આ ઉપાયો, તમે પણ અપનાવો આજથી

અત્યારના સમયમાં ખરાબ જીવનશૈલી અને પર્યાવરણમાં વધતા ધૂળના પ્રવેશને કારણે ત્વચાની સમસ્યા એક જટિલ સમસ્યા બની ગઈ છે અને આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક પગલાં લે છે. કેટલાક લોકો ઘણી દવાઓનું પણ સેવન કરે છે. પરંતુ તેમની સમસ્યા પર કોઈ અસર પડે તેવું લાગતું નથી. પરંતુ આજે અમે તમને ત્વચાને લગતી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. તેના ઉપયોગથી તમે કોઈપણ જુના ડાઘ-ધબ્બા અથવા ખંજવાળ જેવા રોગોથી છૂટકારો મેળવી શકો છો.

image source

હંમેશાં આપણે જોઈએ છે કે શરૂઆતમાં શરીર પર લાલ દાણા આવે છે. જેના કારણે તે જગ્યાએ ખંજવાળ શરૂ થાય છે અને તે જગ્યાએ
ખૂબ ખંજવાળ કર્યા પછી ખૂબ જ બળતરા શરૂ થાય છે. જેથી આપણી ત્વચા પર ખંજવાળના નિશાન અથવા લાલ દાણાના ડાઘ-ધબ્બા
રહી જાય છે. ત્વચાની દરેક સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે ઘરે જ તમારી
આ દર્રેક સમસ્યા સરળતાથી દૂર કરી શકશો.

image source

– 8 થી 10 લીમડાના પાન પીસીને તેને દહીં સાથે સારી રીતે મિક્સ કરો અને આ પેસ્ટને ડાઘ-ધબ્બાનાં નિશાન પર લગાવવાથી રાહત મળે છે.

image source

– જો તમે ડાઘ-ધબ્બા જેવી સમસ્યાથી પરેશાન છો, તો આ સમસ્યા દૂર કરવા માટે પેહલા એ વિસ્તાર પર થોડું ખંજવાળો અને તે ડાઘ પર લીંબુ નાખો તેનાથી થોડી બળતરા થઈ શકે છે. પરંતુ આ ઉપાયથી તમારા ડાઘ-ધબ્બા ખૂબ જલ્દી મટશે.

– ડાઘ-ધબ્બાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, તમે અજમો પીસીને પાવડર બનાવો અને ત્યારબાદ તેને થોડા ગરમ ​​પાણીમાં મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને ડાઘ-ધબ્બા પર લગાવો. આ ઉપાય નિયમિત કરવાથી થોડા સમયમાં જ ડાઘ-ધબ્બા મૂળમાંથી દૂર થશે.

– ઉનાળામાં ડાઘ-ધબ્બા થવા સામાન્ય છે. આ સમસ્યા દૂર કરવા માટે દાડમના દાણા પીસીને ડાઘ-ધબ્બા પર લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે.

– જો તમે આ સમસ્યાથી પીડાતા રહેશો તો ડાઘ-ધબ્બાની સમસ્યા દિવસ જતા વધતી રહે છે. તેથી તમે ઉપરોક્ત પ્રયોગથી છૂટકારો મેળવી શકો છો, પરંતુ ડાઘ-ધબ્બાનાં દર્દીએ ખાટી મીઠી અને તીખી ચીજોનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

– – નાળિયેર તેલ ત્વચાની સમસ્યાઓ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ડાઘ-ધબ્બા તથા ખંજવાળની સમસ્યાથી રાહત
આપે છે અને ત્વચાને મુલાયમ અને નરમ પણ બનાવે છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાળિયેર તેલ લગાવવાથી રાહત મળે છે.

image source

– હળદર કુદરતી એન્ટીબાયોટીકની જેમ કાર્ય કરે છે. હળદર અને પાણી મિક્ષ કરીને એક પેસ્ટ બનાવો અને કોટનની મદદથી આ પેસ્ટ
અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો. તે આયુર્વેદિક રીતે ફંગલ ઇન્ફેક્શનની સારવાર કરે છે અને શરીર પરના ડાઘ-ધબ્બાઓ દૂર કરે છે.

– ડાઘ-ધબ્બા અને ખંજવાળની સમસ્યાને દૂર કરવા માટે એપલ સાઇડર વિનેગર પણ ફાયદાકારક છે. દિવસમાં ઓછામાં ઓછા ચારથી
પાંચ વખત અસરગ્રસ્ત વિસ્તારમાં એપલ સાઇડર વિનેગર લગાવો. આ ઉપાયથી તમને લાભ મળશે.

– ટી ટ્રી ઓઇલ અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. ચેપગ્રસ્ત વિસ્તારમાં કોટનની મદદથી દિવસમાં ત્રણથી ચાર વખત ટી ટ્રી ઓઇલ લગાવવું ફાયદાકારક રહેશે. તે આયુર્વેદિક રીતે ફંગલ ઇન્ફેક્શનની સારવાર કરે છે.

image source

– એલોવેરા એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ છે. અસરગ્રસ્ત વિસ્તાર પર એલોવેરા જેલ લગાવો અને તેને આખી રાત રહેવા દો. તે શરીરની દરેક સમસ્યાનો ઇલાજ કરે છે અને શરીર પર થતી ખંજવાળ મટાડવા માટે ઘણા પોષક તત્વો અને ખનિજો પ્રદાન કરે છે.

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત