ફેસબુકની મોટી કાર્યવાહી, પ્લેટફોર્મ પરથી હટાવ્યા નફરત અને દ્વેષ ફેલાવતા 3 કરોડથી વધુ કન્ટેન્ટ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે નફરત અને દ્વેષ વધારતા કન્ટેન્ટ પર મોટી કાર્યવાહી કરી છે. ફેસબુકે જૂન 2021 ત્રિમાસિક દરમિયાન કાર્યવાહી કરતા 3.15 કરોડ એવા કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી હટાવ્યા છે. માર્ચ 2021 ત્રિમાસિક દરમિયાન 2.52 કરોડ એવા કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવ્યા હતા. વૈશ્વિક લેવલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારના કન્ટેન્ટમાં કમી આવી છે. કંપનીએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે હવે દર 10000 કન્ટેન્ટમાં નફરત અને દ્વેષ ફેલાવનાર સામગ્રીની સંખ્યા ઘટીને 5 થઈ ગઈ છે.

આપત્તીજનક સામગ્રી હટાવવામાં થઈ 15 ગણી વૃદ્ધિ.

image soucre

ફેસબુકના વાઇસ પ્રેસિડન્ટ (એન્ટીગ્રેટી) ગાય રોસેને કહ્યું છે કે અમે જૂન 2021 ત્રિમાસિકમાં 3.15 કરોડ કન્ટેન્ટસ પર કાર્યવાહી કરી છે. એ સિવાય ઇન્સ્ટાગ્રામ પરથી 98 લાખ એવા કન્ટેન્ટ હટાવવામાં આવ્યા છે જ્યારે માર્ચ 2021માં આ સંખ્યા 63 લાખ રહી હતી. સતત ત્રીજા ત્રિમાસિકમાં ફેસબુક પર નફરત અને દ્વેષ વધારનારી સામગ્રીમાં ઘટાડો જોવા મળ્યો છે. એમને કહ્યું છે કે જ્યારે આ પ્રકારની સમગ્રીઓને રિપોર્ટ કરવાનું શરૂ થયું છે ત્યારથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર દ્વેષ, ઘૃણા અને નફરત ફેલાવનાર કન્ટેન્ટને હટાવવામાં 15 ગણી વૃદ્ધિ થઈ છે. એમને કહ્યું છે કે બીજા ત્રિમાસિકમાં અભદ્ર ભાષાની હાજરી 0.05 ટકા હતી. આ વર્ષના પહેલા ત્રિમાસિકમાં 0.06 ટકા કે પછી 10, 000માં 6 હતી.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસેથી મળી મોટી મદદ.

image soucre

રોસેને જણાવ્યું છે કે આ બધા આંકડા વર્ષ 2021ના બીજા ત્રિમાસિક માટે ફેસબુકના સામુદાયિક માનક પ્રવર્તન રિપોર્ટનો ભાગ છે. એમને જણાવ્યું લે આપત્તીજનક કન્ટેન્ટમાં આવેલા ઘટાડો કંપનીની સક્રિયતાથી કામ કરવા અને એવી સામગ્રીઓની ઓળખ કરવામાં થયેલા સુધારણા કારણે નોંધાયો છે. એમને કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અમારું નિવેશ અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર નફરતપૂર્ણ ભાષા સાથે જોડાયેલ તેમજ વધુ ઉલ્લંઘનની જાણ કરવામાં સક્ષમ બનાવે છે. આ ટેક્નિક અમને અરબો ઉપયોગકર્તાઓ અને ઘણી ભાષાઓમાં પોતાની નીતિઓને લાગુ કરવામાં મદદ કરે છે

image soucre

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ ફેસબુક તાલિબાનને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરી રહ્યું છે. ફેસબુકની ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામનાં વડા એડમ મોસેરીએ બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તાલિબાન કંપનીની ખતરનાક સંસ્થાઓની યાદીમાં છે અને તેથી ગ્રુપને પ્રોત્સાહન કે પ્રતિનિધિત્વ કરતા કોઈપણ કન્ટેન્ટ પર પ્રતિબંધ છે.