ફટાફટ વાંચી ચેક કરી લો તમારા ઘરમાં છે કે નહીં આ વસ્તુઓ

આપણા ઘરની સુખ અને સમૃદ્ધિનું કારણ આપણા ઘરની જ અંદર હોય છે. આપણા ઘરમાં રાખેલી વસ્તુ પર ઘરમાં જળવાતી શાંતિ અને સુખનો આધાર હોય છે. એવી વ્યક્તિ ભાગ્યેજ કોઈ હોય જે ઘરમાં શાંતિ અને સુખ ઈચ્છતી ન હોય. પરંતુ કોઈને કોઈ કારણોસર શાંતિમય જીવનમાં પણ સમસ્યા થતી રહે છે. અહીં એ વાતને ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે કે જે ઘરમાં વિખવાદ હોય છે ત્યાં સમૃદ્ધિ ટકતી નથી.

image source

કુટુંબ સુખી થાય તે માટે ધન કમાવવા માટે વ્યક્તિ દિવસરાત દોડધામ કરે છે. આ ઉપરાંત તેમ શાસ્ત્રમાં વર્ણવેલા કેટલાક ઉપાયો જેમ કે પૂજા, દાન વગેરે પણ કરી શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠીરને પણ કેટલીક પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું હતું જે ઘરમાં હોય તો ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે. શ્રીકૃષ્ણએ જણાવેલી કઈ કઈ છે આ વસ્તુઓ જાણી લો આજે તમે પણ.

image source

મધ

image source

મધને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તમે જોયું જ હશે કે જ્યારે પણ ઘરે પૂજા કે ધાર્મિક કાર્યો વગેરે હોય છે ત્યારે તેમાં દૂધમાં મધ પણ ભેળવવામાં આવે છે કારણ કે આમ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. મધ વાસ્તુ દોષને ખતમ કરવાની શક્તિ પણ ધરાવે છે.

ગંગાજળ

ગંગાજીના પવિત્ર પાણીનો છંટકાવ ઘરના વાતાવરણને શુદ્ધ અને શુભ બનાવે છે, તેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવવા ઘરમાં ગંગાજળ રાખવું જોઈએ અને તેનો છંટકાવ પણ આવશ્યક રીતે કરવો જોઈએ.

શંખ

image source

શંખ પણ શુભતા લાવે છે. તેથી શંખને પૂજાગૃહમાં રાખવો અને તેને નિયમિતપણે વગાડવાથી નકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે.

ગાયનું ઘી

image source

આપણા હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે અને તેથી જ ગાયના ઘીને અમૃત સમાન ગણવામાં આવે છે. જણાવી દઈએ કે સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ગાયનું ઘી ઘરે રાખવું જ જોઇએ.

ચંદન

image source

ચંદન એવી 5 પવિત્ર વસ્તુમાંથી એક છે કે જેને ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. ચંદનનો ઉપયોગ ફક્ત પૂજામાં કરવાથી જ નહીં પણ તેનું તિલક કરવાથી પણ લાભ થાય છે. તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત