ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગનો વીડિયો વાયરલ, ડરના માર્યા ફાયર ફાઈટર્સ પણ દૂર ભાગવા લાગ્યા

રશિયામાં ફટાકડા ફેકટરીમાં આગ લાગ્યા બાદ આખી રાત આકાશમાં આતસબાજી જોવા મળી હતી. જેનો એક વીડિયો રશિયા સરકારે જાહેર કર્યો છે. જેમાં રોકેટ આકાશમાં ઉડતા જોઇ શકાય છે. ફટાકડા એટલા જોરદાર હતા કે ફાયર ફાઇટરો પણ દૂર ભાગવા લાગ્યા હતા. રશિયન શહેર રોસ્તોવમાં રવિવારે રાત્રે આગ લાગી હતી. આ આગમાં ફટાકડા બનાવતી આખી ફેક્ટરી બળીને ખાખથઈ ગઈ હતી. જો કે નશીબજોગે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી.

ઘટનાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ

image source

રવિવારે રશિયા સ્થિત એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી ગઈ. જ્યારે આગ લાગી ત્યારે અંધારું હતું. એવામાં આખું આકાશ ફટાકડાની રોશનીથી ચમકી ઊઠ્યું. એક રિપોર્ટ મુજબ આ ઘટના રવિવારે 6 ડિસેમ્બરે દક્ષિણી રશિયાની ROSTOV ON DON શહેરમાં થઈ છે. ઘટનાના ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. જણાવાઈ રહ્યું છે કે આગ ઉપર કાબૂ મેળવવા માટે 400થી વધુ ફાયર ફાયટર્સ કામે લાગ્યા હતા. અચાનક ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગથી આકાશમાં પેરાશૂટ ફૂટી રહ્યા હતા. જેના ધડાકાઓથી આકાશ રંગબેરંગી બની ગયું હતું.

આકાશ પણ રંગબેરંગી રોશની જોવા મળી

ફડાકડા ફેક્ટરીમાં આગ લાગવાને કારણે ચારેબાજુ ફટાકડાનો શોર મચી ગયો હતો. આકાશ પણ રંગબેરંગી રોશની સાથે ચીચીયારી પાડી રહ્યું હતું. ચારે બાજુ ફટાકડા ફૂટી રહ્યા હતા. ઘણાં લોકો ઓચિંતા આટલું બધું ફાયર વર્ક જોઈને ગભરાઈ પણ ગયા હતા. ફટાકડાની ચીચીયારીઓ સાથે આકાશમાં ધૂમ ધડાકા થઈ રહ્યા હતા.

image source

નવા વર્ષની ઉજવણી માટે ફેક્ટરીમાં ફટાકડાનો સ્ટોક કરાયો હતો

સ્થાનિક અહેવાલો અનુસાર, આકસ્મિક રીતે ઇલેક્ટ્રિક હીટરના કારણે આગ લાગી હતી. જેના કારણે આગ બે માળની બિલ્ડિંગમાં લાગી, જ્યાં ફટાકડાની ઘણી ફેક્ટરીઓ હતી. ફેક્ટરીમાં ઘણા બધા ફટાકડા રાખવામાં આવ્યાહતા. નવા વર્ષની ઉજવણી માટે ફેક્ટરીમાં ફટાકડા ફોડવાનો સ્ટોક ખૂબ જ વધારે હતો.

ડેઇલી મેલે અહેવાલ આપ્યો છે કે ઇમારતોને ઘણું નુકસાન થયું છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કોઈને ઈજા થઈ નથી.

અમદાવાદમાં આગનો સિલસિલો યથાવત

શહેરના વટવા વિસ્તારમાં આવેલી GIDCની એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયરે બ્રિગેડ કોલ જાહેર કરીને આગને કાબૂમાં લેવા મા્ટે 40થી વધુ ફાયર ટેન્કરો મંગાવ્યા હતા. આસપાસના તમામ પાણી સેન્ટરોને પણ એલર્ટ કરાયા. તમામ ફાયર સેન્ટરોને એલર્ટ મોડ પર રખાયા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદના GIDCના ફેઝ 2માં આવેલી માતંગી નામની એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ આગ મોડી રાતે લાગી હતી.

3-4 કિલોમીટર દૂર સુધી બ્લાસ્ટનો ધડાકો સંભળાયો હતો

ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ આગમાં વટવા જીઆઈડીસીની ચાર ફેક્ટરીઓને ઝપેટમાં લીધી હતી. ચારેય ફેક્ટરીઓ બળીને ખાખ થઈ હતી. જોકે, કોઈ કેમિકલ કે સોલ્વન્ટથી આગ લાગી હોવાનું અનુમાન છે. મોડી રાત્રે 3 થી 4 કિલોમીટર દૂર સુધી બ્લાસ્ટનો ધડાકો સંભળાયો હતો, જેથી રહીશો પણ ડરી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત