તમને પણ કોઈએ કહ્યું કે- મોદી સરકાર મહિલાઓના ખાતામાં 6000 નાંખશે, તો આ સમાચાર તમારા માટે

મોદી સરકાર અને રૂપાણી સરકાર અવાર નવાર મહિલાઓ માટે કોઈને કોઈ જાહેરાત કરતાં રહે છે. ત્યારે હવે ફરી એકવાર એક જાહેરાત ચર્ચામાં આવી છે કે મોદી સરકાર તમામ મહિલાઓના બેંક ખાતામાં 60,000 રૂપિયાની રોકડ રકમ આપી રહી છે. પરંતુ આ જાહેરાત સાચી છે કે ખોટી એ અંગે તપાસ કરતાં મોટો ધમાકો થયો છે. આજકાલ સોશિયલ મીડિયાનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે આવો જ એક મામલો તાજેતરમાં સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવું છે કે, મોદી સરકાર દરેક મહિલાને પૈસા આપવાની છે.

image source

આ સમગ્ર વાત કઈ રીતે સામે આવી એના વિશે જો વાત કરવામાં આવે તો એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘મહિલા શક્તિ યોજના’ હેઠળ કેન્દ્ર સરકાર તમામ મહિલાઓના બેંક ખાતામાં 60,000 રૂપિયાની રોકડ રકમ આપી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, કારણ કે જો આમ હોય તો, દરેક મહિલા આ યોજનાનો લાભ મેળવવા માંગે છે અને 60 હજાર રૂપિયા પોતાના ખાતામાં જમા થાય તેવું ઇચ્છી રહી છે. પરંતુ જ્યારે પીઆઈબી ફેક્ટ ચેકની તપાસમાં મહિલાઓના બેંક ખાતામાં 60,000 રૂપિયા જમા થયાં હોવાનો વીડિયો ફેક હોવાનું બહાર આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, યુટ્યુબ પર પોસ્ટ કરાયેલી આ બનાવટી વીડિયો દ્વારા દેશભરના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘મહિલા શક્તિ’ જેવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. મતલબ કે યુટ્યુબમાં 60,000 રૂપિયા આપવાનો દાવો સંપૂર્ણપણે નકલી છે. ફેક છે અને લોકોને ગેરમાર્ગે દોરવાના હેતુથી આ બધું કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારનો આદેશ છે કે આ બધી જાહેરાતોથી દુર રહેવું અને ખોટો કોઈનો શિકાર ન બનવું.

image source

આ સિવાય જો ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો ગુજરાતની મહિલા શક્તિને આત્મનિર્ભર અને સ્વાવલંબી થવાના નવા દ્વાર ગુજરાત સરકારે ખોલી આપ્યા છે. રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતા-બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન અપાશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ લીડ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવી.

image source

કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ અને માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.

image source

ગ્રામીણ વિસ્તારોના 50 હજાર અને શહેરી ક્ષેત્રના 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો અભિગમ છે. ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાશે. શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન અમલીકરણ કરાશે.

image source

રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદીપક બનશે. શ્વેતક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારી શકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક ગુજરાતની મહિલાઓને આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત