અશ્લિલ ફિલ્મો જોઈને પ્રભાવમાં આવી કરતો પત્ની પર અપ્રાકૃતિક સેક્સનું દબાણ, પછી પત્નીને પટ્ટા વડે માર્યો માર

સેક્સની વિકૃતિ ક્યારેક એ હદે વ્યક્તિના મગજ પર ઘર કરી જાય છે કે વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે પણ હેવાનિયતભર્યુ કૃત્ય કરતો હોય છે.. અને જો પાર્ટનર તરફથી સહકાર ન મળે તો મારઝૂડ સુધીની હદો પણ પાર કરી જાય છે.. પછી ભલે તે પાર્ટનર પોતાની અર્ધાંગિની જ કેમ ન હોય.. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો.. અને તે પણ ત્યારે કે જ્યારે પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી

image socure

વર્તમાન સમયમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. પરિણીતાઓ ઉપર દહેજ કે અન્ય કિસ્સામાં સાસરિયાઓ અને પતિ દ્વારા ત્રાસ આપવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. પરિણીતાઓ ઉપર ત્રાસ આપવાની ફરિયાદો પણ પોલીસ સ્ટેશનમાં નોંધાતી રહે છે. ત્યારે આવી જ એક ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ પ્રમાણે વિકૃત પતિ પોર્ન ફિલ્મો જોઈને પત્ની પાસે અપ્રાકૃતિક સેક્સની માંગણી કરતો હતો જો પત્ની આ અંગે વિરોધ કરતી તો તેને માર મારવાનો આરોપ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

અપ્રાકૃતિક સેક્સનો વિરોધ કરતી પત્ની સાથે મારઝૂડ

image socure

શરમજનક ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં 45 વર્ષીય મહિલા પોતાના પતિ અને પરિવાર સાથે રહે છે. 45 વર્ષીય પરિણીતાએ નવરંગુપાર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહિલા ખાનગી કંપનીમાં કામ કરે છે જ્યારે તેનો પતિ આઈટી કંપની ચલાવે છે. તેનો પતિ તેણી સાથે અપ્રાકૃતિક સેક્સ અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

લગ્ન બાદ નાની નાની બાબતોમાં મારઝૂડ

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેનો પતિ તેના ઉપર નાની નાની અને સામાન્ય બાબતોમાં તેની સાથે મારઝૂડ કરવાનું શરુ કર્યું હતું. મહિલાનું જણાવવું છેકે પતિ જ્યારે અપ્રાકૃતિક સેક્સ કરવા માટે દબાણ કરતો અને જો મહિલા તેનો વિરોધ કરતો તો તેને માર મારતો હતો.

અશ્લિલ ફિલ્મો જોઈને વિકૃત થયો પતિ

image soucre

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પતિ અશ્લિલ ફિલ્મો જોઈને તેના પ્રભાવમાં આવીને અપ્રાકૃતિક સેક્સ કરવા માટે પત્ની ઉપર દબાણ કરતો હતો. મહિલાના આધારે પોલીસે 377 અને ઘરેલું હિંસા હેઠળ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.

થોડા દિવસ પહેલા જ ઘરેલું હિંસાની બની હતી ઘટના

image source

ફતેહવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના સાસરિયાએ લગ્નનાં બે વર્ષ સુધી સારી રીતે રાખેલ બાદમાં તેના સાસુ સસરા નાની નાની બાબતોમાં કામકાજ માં વાંક કાઢી ને હેરાન પરેશાન કરવા લાગેલ. કામ કાજમાં કઈ ભૂલ થઈ જાય તો તું તારા માં બાપને ત્યાંથી કશું શીખીને નથી આવી, તેને કઈ કામ કરતા નથી આવડતું કહીને મેણા ટોણા મારતા હતા. અને તારે તારામાં બાપને ત્યાં જવાનું નથી અહીં જ રહેવાનું છે તેમ કહીને ત્રાસ આપતા હતા.

image soucre

જો કે આ બાબતની જાણ પરિણીતા તેના પતિને કરે તો તેના પતિ ઘરમાં રહેવું હોય તો બધું સહન કરવું પડશે તેમ કહીને તેની સાથે મારઝૂડ કરતા હતા. તેમના વતન માં ફંકશન માં જવાનું હતું જો કે પરિણીતાએનાં પડતા તેના પતિ અને સાસુ સસરાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. અને આજે સવારે તેની અદાવત રાખીને ફરી ઝઘડો કરીને તેના પતિએ તેને ગળદાપાટુનો મારી મારી પટ્ટા વડે માર માર્યો હતો.