જાતિગત નિવેદન મામલે અભિનેત્રી યુવીકા ચૌધરી અરેસ્ટ, 3 કલાકની પૂછપરછ પછી મળી ઇન્ટ્રીમ જામીન

અભિનેત્રી યુવીકા ચૌધરી અને પ્રિન્સ નરૂલાની પત્નીને હાલમાં જ હરિયાણા પોલીસે અપમાનજનક નિવેદન બાબતે અરેસ્ટ કરી છે. થોડા દિવસ પહેલા અભિનેત્રીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. એમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર આ વીડિયોને કારણે એ ખૂબ જ ટ્રોલ પણ થઈ હતી. વાત જાણે એમ છે કે આ વીડિયોમાં જાતિસુચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એ પછી એના પર કાર્યવાહી કરતા પોલીસે સોમવારે એમને અરેસ્ટ કરી લીધા

image socure

જાણકારી અનુસાર પોલીસે અભિનેત્રીને 3 કલાક પૂછપરછ કર્યા પછી ઔપચારિક જામીન પર છોડી દીધી છે. અભિનેત્રી પર આરોપ છે કે એમને અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એમને મે મહિનામાં એ ટિપ્પણી કરી હતી એ પછી ખૂબ જ હોબાળો પણ જોવા મળ્યો હતો. આ બાબતે એમના વિરુદ્ધ એસસી/ એસટી એક્ટ હેઠળ મામલાની નોંધ કરી હતી. એક્ટ્રેસ વિરુદ્ધ દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને મામલો નોંધાવ્યો હતો.

image soucre

યુવિકાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સંબંધિત વર્ગના લોકોએ એક્ટ્રેસ વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કરતા હાસી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. એ પછી ફરિયાદકર્તાઓએ વિડીયો પોલીસને સોંપતા એના આધાર પર એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.

આ બાબતે હાલ એમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઇન્ટ્રીમ જામીન આપી દીધી છે. યુવીકા મુંબઈથી હાસી પહોંચી હતી. એ દરમિયાન એમના પતિ પ્રિન્સ નરૂલા પણ એમની સાથે દેખાયા હતા. એમના વકીલ અશોક બિશનોઈએ કહ્યું કે મારી કલાઈન્ટ હાઈકોર્ટના દિશા નિર્દેશો અનુસાર તપાસમાં સામેલ થઈ અને એ હાલ ઇન્ટ્રીમ જામીન પર છે. હવે આ કેસમાં 24 નવેમ્બરના રોજ સુનવણી થશે.

સોશિયલ મીડિયા પર યુવિકાનો આ વીડિયો વાયરલ થતા જ એમના વિરુદ્ધ ટ્વીટર પર અરેસ્ટ યુવીકા ચૌધરી ટ્રેન્ડ થયું હતું. તો આ વાતને વધતી જોઈ અભિનેત્રીએ માફી માંગતા ટ્વીટ કર્યું હતું કે હેલો મિત્રો, મેં મારા છેલ્લા વિડીયો બ્લોગમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, મને એનો સાચો અર્થ નહોતી ખબર. મારો ઈરાદો કોઈને હર્ટ કરવાનો નહોતો. હું દરેક વ્યક્તિની માફી માંગુ છું. આશા છે કે તમે મારી વાત સમજશો. બધાને પ્રેમ.

image soucre

આ પહેલી વાર નથી જ્યારે કોઈ જાણીતી હસ્તીને જાતિગત ટિપ્પણીના કારણે અરેસ્ટ કરવામાં આવ્યા હોય. આ પહેલા હાલમાં જ ક્રિકેટર યુવરાજ સિંહને પણ આ મામલે અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તો તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ મુનમુન દત્તા વિરુદ્ધ પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.