વોટ્સએપનો વપરાશ હવે વધુ મજાનો બનશે, આવી રહ્યા છે ચેટ માટે અવનવા સ્ટીકર

સ્પર્ધાના આ યુગમાં તમારે ટકી રહેવા માટે સતત કઈક નવું જરૂર આપવું પડે છે. આ વાત દરેક ક્ષેત્રને લાગુ પડે છે. જો કે આ વસ્તુને વોટ્સએપ પણ બરાબર રીતે સમજે છે.

image source

પરિણામે અવારનવાર એ વપરાશકર્તાને સરળતા અને મજા પડે એ માટે સતત અવનવી સુવિધા ઉમેરતા રહે છે. હવે વોટ્સએપમાં એનીમેટેડ સ્ટીકર્સ પણ જોડવામાં આવ્યા છે. આ કારણે હવે વપરાશકર્તાઓને વાતચીત કરવામાં વધુ મજા આવશે.

બીટા એપમાં એનીમેટેડ સ્ટીકરની સુવિધા

image source

વોટ્સએપ પાછળના ઘણા સમયથી પોતાના પ્લેટફોર્મ ઉપર એનીમેટેડ સ્ટીકર બનાવવા પર કામ કરી રહ્યું છે. પાછળના અઠવાડીએ જ ફેસબુકની માલિકીના વોટ્સએપે પોતાના બીટા વપરાશકર્તાઓ માટે એનીમેટેડ સ્ટીકર બતાવવા માટે એપમાં મુક્યા હતા. જો કે હવે કંપનીએ નવી અપડેટ સાથે સાથે બીટા એપમાં એનીમેટેડ સ્ટીકરની સુવિધા પણ આપી છે. જો કે શરૂઆતમાં આ સુવિધા સામાન્ય વોટ્સએપની એપમાં આપવામાં આવી ન હતી.

એનીમેટેડ સ્ટીકરની સુવિધા ત્રણ ભાગમાં

image source

વોટ્સએપ બેટા ઇન્ફોના અહેવાલ પ્રમાણે વોટ્સએપની આ આવનારી એનીમેટેડ સ્ટીકરની સુવિધા ત્રણ હિસ્સામાં વહેચાયેલી હશે. સૌથી પહેલા વપરાશકર્તાઓ માટે એનીમેટેડ સ્ટીકર જોવા માટેની સુવિધા મળશે, એટલે કે વપરાશકર્તા રીસીવ થતા સ્ટીકરને સેવ અને સેન્ડ કરી શકશે. બીજા ભાગમાં તેઓ થર્ડ પાર્ટી દ્વારા સ્ટીકર પેકને ઈમ્પોર્ટ પણ કરી શકશે. તો ત્રીજા ભાગમાં વોટ્સએપ દ્વારા ડીફોલ્ટ સ્ટીકરના પેક ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. અત્યાર સુધી વોટ્સએપ આ પ્રક્રિયાના બે ચરણ પસાર કરી ચુક્યું છે.

ત્રીજા ભાગને શરુ કરવાની તૈયારીઓ શરુ કરાઈ

image source

વોટ્સએપની બ્લોગ સાઈટ પ્રમાણે, વોટ્સએપે આ સુવિધાના ત્રીજા ભાગને શરુ કરવાની તૈયારી કરી લીધી છે, જેના કારણે હવે વપરાશકર્તા વોટ્સએપ સ્ટોરમાંથી એનીમેટેડ સ્ટીકર ડાઉનલોડ કરી શકશે. કંપનીએ એન્ડ્રોયડ અને આઇઓએસ એપ્લીકેશનના વપરાશકર્તા માટે “પ્લેફૂલ પીયોમારું” નામના પહેલા એનીમેટેડ સ્ટીકર પેકને રિલીજ કર્યું છે. કંપનીની બીટા એપ વપરાશકર્તાઓ બીટા એપના વર્જન 2.20.195.1 શરુ કરીને આ સુવિધાનો લાભ લઇ શકશે. તો બીજી બાજુ આઈફોન બીટા એપ વપરાશકર્તાઓ આ સુવિધાનો લાભ લેવા માટે બીટા એપના વર્જન 2.20.70.26 શરુ કરીને આ સુવિધાનો લાભ લઇ શકશે

સ્ટીકર પેકમાં લુપ વાળા એનીમેશન સામેલ નથી

image source

આ બધામાં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે નવા રિલીજ થયેલા સ્ટીકર પેકમાં એનિમેશનની સુવિધા પણ એક પ્રકારના લુપમાં પ્લે નથી કરી શકતા. સાફ શબ્દોમાં કહીએ તો નવા રિલીજ થયેલા સ્ટીકર પેકમાં લુપ વાળા એનીમેશન સ્ટીકર સામેલ નથી. હાલમાં એ હજુ સ્પષ્ટ નથી કે ઈન્સ્ટંટ મેસેજિંગ એપમાં પોતાના એનીમેટેડ સ્ટીકરને લુપમાં એનીમેશન શરુ કરવાની સુવિધા લાવવાની યોજના બનાવી રહી છે કે નહી.

Source: NavBharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત