દક્ષિણ ભારતની સુંદરતાને નજીકથી નિહાળવી હોય તો અચૂક ફરી લો આ સ્થળો
જ્યારે પણ વાત ફરવા જવાની આવે તો લોકો એવી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરે છે જ્યાં તેઓ જીવનની દોડાદોડ માંથી અમુક સમય શાંતિનો વિતાવી શકે, રજાઓ ગાળી શકે અને એન્જોય કરી શકે.

એ સિવાય તેઓ પર્યટન સ્થળોએ નવા સ્થાનો જોઈ શકે, ત્યાંના સારા અને ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે, સ્થાનિક ફૂડ બજારમાં પ્રખ્યાત ભોજનનો સ્વાદ લઈ શકે એવા સ્થાનની શોધમાં હોય છે. આવી સ્થિતિમાં તમે દક્ષિણ ભારતમાં આવેલ અમુક જગ્યાઓએ જઈ શકો છો જે ફરવાની દ્રષ્ટિએ સારી અને લોકપ્રીય જગ્યાઓ ગણાય છે.
કોડાઈકનાલ

કોડાઈકનાલ દક્ષિણ ભારતનું એક એવું સ્થાન છે જ્યાં મોટાભાગે દરેક વયના લોકો જવાનું પસંદ કરે છે કારણ કે આ એક સુંદર જગ્યા છે. એટલું જ નહીં એ સ્થાન એકલા ફરવા જવા માટે અને મિત્રો અને પરિવારજનો સાથે ફરવા જવા માટે આદર્શ જગ્યા છે. અહીંની સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં તમે પ્રાકૃતિક સુંદરતા વચ્ચે સમય ગાળી શકો છો અને સાથે જ યાદગાર તસવીરો તમારી સાથે લઈ જઈ શકો છો.
પુડુચેરી

તમે પુડુચેરી ફરવા માટે જઈ શકો છો. અહીં તમને સુંદર અને મન મોહી લે તેવા બીચ અને ઓરોવીલે આશ્રમ તેમજ સારા કેફે મળી શકશે. અહીંના આશ્રમમાં તમે તમિલ અને ફ્રેન્ચ સંસ્કૃતિને નજીકથી નિહાળી શકશો. સાથે જ તમે અહીંના જીંજી ફોર્ટ પર ફરવા જઈ શકો છો જે ફરવાની દ્રષ્ટિએ એક સારી જગ્યા છે. અહીંની આહલાદક સુંદરતાને લીધે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.
વાગામોન

કેરળમાં સ્થિત વાગામોન એક હિલ સ્ટેશન છે જે તેની ખૂબસૂરતીને કારણે પર્યટકોમાં લોકપ્રિય છે. અહીં તમને ઊંચા ઊંચા પહાડો, મનમોહક આબોહવાની સાથે સાથે શાંત વાતાવરણ પણ માણવા મળશે. આ જગ્યા સમુદ્ર તળથી 1100 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ સ્થાન ગરમીનાં દિવસોમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. અહીં તમે ટ્રેકિંગ, પેરાગલાઈડિંગ અને રોક ક્લાઈબિંગનો આનંદ પણ લઈ શકો છો. આ જગ્યા ફોટોગ્રાફીના શોખીન લોકો માટે પણ બેસ્ટ લોકેશન છે અને અહીં લીધેલા ફોટોગ્રાફ હમેશા યાદગાર રહે તેવા હોય છે.
ગોકર્ણ

કર્ણાટકના ગોકર્ણમાં ફરવા જવું પણ તમારા માટે એક યાદગાર યાત્રા બની રહેશે. જો તમે બીચ પર ફરવાનું અને ત્યાં ફરવાનો આનંદ લેવા માગતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ પ્લેસ છે. કારણ કે અહીં તમને ઐતિહાસિક અને પ્રાચીન ધરોહરો જોવા સિવાય ઘણા સારા બીચ પણ જોવા મળશે. એટલું જ નહીં અહીં તમે વોટર સ્પોર્ટ્સ નો આનંદ પણ ઉઠાવી શકશો.