ગરમીમાં ઠંડીની મજા લેવી હોય તો આ પ્લેસ છે બહુ મસ્ત, જ્યાં પાર્ટનર સાથે આવશે બહુ મજા, જોઇ લો આ તસવીરો તમે પણ

જો તમને પૂછવામાં આવે કે તમને કઈ ઋતુ સૌથી વધુ ગમે છે ? તો તમારો જવાબ કદાચ શિયાળો જ હશે. કારણ કે મોટભાગના લોકોને ગરમીની ઋતુ કરતા ઠંડક પ્રસરાવતી ઋતુ પસંદ હોય છે. શિયાળામાં લોકો ગમે તે ખાઈ શકે છે, વધારે કપડાં પહેરી શકે છે, ફરવા માટે જઈ શકે છે. જ્યારે ગરમીની ઋતુમાં તમે આવું કઈં કરી નથી શકતા. લોકો ખાસ કરીને ગરમીના દિવસોમાં એવા સ્થાનોની શોધમાં હોય છે જ્યાંનું વાતાવરણ ઠંડુ હોય અને ત્યાબ તેમના રજાના દિવસો પણ ગાળી શકાય. ત્યારે તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાઓએ બરફવર્ષા થઈ છે એટલે આજના આ આર્ટિકલમાં અમે આપને હિમાચલ પ્રદેશના અમુક એવા સ્થાનો વિશે જણાવશું જ્યાં ગરમીના દિવસોમાં ફરવાની મજા જ કઇંક ઓર છે.

image soucre

અસલમાં ગયા સોમવારે જ હિમાચલ પ્રદેશના વાતાવરણમાં ફેરફાર થયો હતો. અને લાહુલ ઘાટી સહિત અનેક ઊંચા પર્વત પર બરફવર્ષા થઈ. જેના કારણે હિમાચાલમાં વાતાવરણ મનમોહક અને આહલાદક બની ગયું છે. બરફવર્ષાની વાત કરીએ તો અહીંના ગોંદલામાં 14 સેન્ટિમીટર અને કેલાંગમાં 4 સેન્ટિમીટર બરફવર્ષા થઈ હતી. એ સિવાય કોઠીમાં 12, ભરમોરમાં 7, કલ્પા, સેઓબાગ અને મનાલીમાં 3 સેન્ટિમીટર બરફવર્ષા થઈ હતી.

શિમલા

image soucre

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પણ વાતાવરણ ઘણું ઠંડુ થઈ ગયું છે જેના કારણે પ્રવાસીઓને અહીં ફરવા માટે આવવાની તક મળી છે. શિમલામાં 4 રોકાવા માટે સારી હોટલો છે. એ સિવાય ફરવા માટે અહીં મોલ રોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સડ સ્ટડીઝ સેન્ટર (શિમલા સમજૌતા), લોકલ માર્કેટ, લક્કડ બજાર, વગેરે જગ્યાઓ છે. દર વર્ષે ગરમીના દિવસોમાં અહીં પર્યટકોની ભારે સંખ્યા જોવા મળે છે.

નારકંડા

image socure

તમે ગરમીના દિવસોમાં નારકંડા ફરવા માટે જઈ શકો છો. નારકંડા શિમલાથી અંદાજે 60 કિલોમીટરના અંતરે આવેલું છે. આ જગ્યા ઊંચાઈ પર આવેલી હોવાથી તમને અહીં બરફવર્ષાનો આનંદ અને અનુભવ પણ મળી શકે છે. અહીં પહોંચવા માટે તમે ટેક્સી કરીને આવી શકો છો. નારકંડામાં એડવેન્ચરના શોખીનોને મજા પડી જાય તેમ છે. તેઓ અહીં જીપ લાઈન, સ્કેટિંગનો આનંદ લઈ શકે છે. અહીંની શાંતિ પણ ગજબ છે જેને મન ભરીને માણવાથી પર્યટકોનો થાક ઉતરી જાય છે.

મૈક્લોડગંજ

image soucre

તમે મૈક્લોડગંજ પણ ફરવા માટે જઈ શકો છો. અહીં તમે ટ્રાયંડ નામની જગ્યા પર્યટકોમાં ફેવરિટ છે. ત્યાં જવા માટે લગભગ 9 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ જગ્યા પણ ઊંચાઈ પર આવેલી હોવાથી ત્યાંથી અદભુત અને લાજવાબ પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળે છે. એ સિવાય અહીં તમે ભાગસૂ ફોલ પણ ફરવા જઈ શકો છો જે અહીં આવતા પર્યટકોની પહેલી પસંદ છે. આ ઝરણું મૈક્લોડગંજ અને ધર્મશાળા તરફ જતી સડક પર સ્થિત છે.

મનાલી

image soucre

તમે તમારા મિત્રો, સ્નેહીઓ અને પરિવાર સાથે મનાલી બાજુ ફરવા જઈ શકો છો. અહીં રોહતઆંગ પાસ, નગર, સોલંગ ઘાટી, મણીકર્ણ અને વશિષ્ટ જેવા સ્થળોએ ફરવા જઈ શકાય છે. મનાલીમાં ફરવાની એક અલગ જ મજા છે અને દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. અહીં પ્રકૃતિના અદભુત અને મનનીય નજારાઓ હમેશા માટે યાદ રહી જાય તેવા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *