આઈપીઓ લોન્ચ થયાના થોડા જ સમયમાં ઝોમેટોના ગૌરવ ગુપ્તાએ છોડી કંપની, ગ્રાહકોમાં મોટો પ્રશ્નાર્થ

ફૂડ ટેક કંપની ઝોમેટો તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીના સૌથી મોટા અધિકારીઓમાંના એક એવા ગૌરવ ગુપ્તાએ રાજીનામું આપ્યું છે. ગૌરવ ગુપ્તા 2015 માં ઝોમેટો સાથે જોડાયા હતા. ત્યારપછી તેઓ વર્ષ 2018થી તેમને પ્રમોશન મળ્યું અને તેઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2019માં તેમને ઝોમેટોના ફાઉંડરનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

image socure

ઝોમેટોને આ વર્ષે જ શેર બજારમાં લિસ્ટ કરવામાં આવી છે. ગૌરવ ગુપ્તાએ કંપનીનો આઈપીઓ લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં અચાનક ગૌરવ ગુપ્તાએ કંપની છોડી તે વાત રોકાણકારો અને મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસો પહેલા ઝોમેટોએ કરિયાણા અને ન્યુટ્રાસ્યુટિકલ વ્યવસાયમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પછી ગૌરવ ગુપ્તાના રાજીનામાના સમાચાર આવ્યા.

ઝોમેટોએ ગયા વર્ષે જ ન્યુટ્રાસ્યુટિકલ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. જેમાં અંતર્ગત કંપનીએ હેલ્થ અને ફિટનેસ પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી. કંપનીએ એવા સમયે પોતાનો વ્યવસાય બંધ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે સરકાર ખાનગી લેબલ નિયમોને કડક બનાવી રહી છે.

image soucre

ઝોમેટોએ ગ્રોસરી સર્વિસનો વ્યવસાય શરૂ કરતા દાવો કર્યો હતો કે 15 મિનિટમાં એક્સપ્રેસ ડિલિવરી ઉપલબ્ધ થશે. પરંતુ ઓર્ડરની ડિલિવરીમાં વિલંબ, ગ્રાહકોને ખરાબ અનુભવ અને વધતી સ્પર્ધાને કારણે ઝોમેટોએ આ બિઝનેસ શરૂ કર્યાના થોડા દિવસોમાં જ બિઝનેસમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો.

image socure

કંપનીનું કહેવું છે કે તેને ગ્રોફર્સમાં રોકાણ કરવાથી પણ ફાયદો થશે. ગ્રોફર્સે ગ્રોસરીની એક્સપ્રેસ ડિલિવરી પણ શરૂ કરી છે. તાજેતરમાં જ ઝોમેટોએ ગ્રોફર્સમાં 745 કરોડનું રોકાણ કર્યું હતું. ઝોમેટોના ફાઉંડરના રાજીનામા બાદ મંગળવારે કંપનીના શેર તુટ્યા હતા. જો કે શેરના કારોબારમાં મામુલી ઘટાડો જ થયો હતો.