ઘર, કપડા અને ખાદ્ય સામગ્રીઓને કોરોના મુક્ત રાખો આ રીતે, વાંચી લો તમે પણ એક વાર આ ટિપ્સ

આરોગ્ય મંત્રાલય તરફથી મળી ઘર, કપડા અને ખાદ્ય સામગ્રીઓને કોરોના મુક્ત રાખવાની ટિપ્સ

કોરોનાના વાયરસના સંક્રમણથી બચવા રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન્સ.

image source

કોરોના વાયરસ મહામારીનો ત્રાસ સમગ્ર દુનિયામાં સતત વધી રહ્યો છે. ભારતમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. બુધવાર સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2 08543 સુધી પહોંચી ગયા છે. કોરોનાના કારણે મૃત્યુને શરણે થયા હોય એવા લોકોની સંખ્યા વધીને 5834 સુધી પહોંચી ગઈ છે, જ્યારે 100419 લોકો આ બીમારીને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 102209 એક્ટિવ કેસ છે.

લોકડાઉન પાંચમાં સરકારે આપણને ઘણી બધી છૂટછાટ આપી દીધી છે. જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધવાનો ડર પર સતત વધી રહ્યો છે. એવા સમયમાં આપણે કેવી બાબતોનું ખાસ ધ્યાન રાખી પોતાની સલામતી સાથે કોરોનાના સંક્રમણથી બચવાનો પ્રયાસ કરવો જોઇએ તેની એક નવી ગાઇડલાઇન્સ રાજ્યના આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરી છે.

આ ગાઇડલાઇન્સનું એક સૂત્ર છે ‘સ્વયં ખુદનો બચાવ અને સમાજનો બચાવ’. આ ગાઈડલાઈનમાં ઘરને સ્વચ્છ અને ચેપમુક્ત રાખવાથી માંડીને કપડા તેમજ ખાદ્ય સામગ્રીઓને કેવી રીતે કોરોનાના ચેપથી બચાવી શકાય તેની ટિપ્સ આપી છે. આ સિવાય કોરોના જેવી બીમારી સામે અડીખમ ઉભા રહેવા માટે કેવી રીતે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી તે માટેની પણ માહિતી આપેલી છે.

ઘરને સ્વચ્છ અને ચેપ મુક્ત રાખવા ગૃહિણીઓએ કેવી કાળજી લેવી.

– ઘરની ફર્શ પર દરરોજ ૨ ટકા ડિટરન્જન્ટ અથવા ૦.૨ ટકા સેવલોન પ્રવાહી નાખી પોતું કરી સ્વચ્છ રાખવી.

– ઘરના મુખ્ય દરવાજાનું હેન્ડલ, ડોરબેલ દિવસમાં ઓછામાં ઓછા બે વાર ચોક્કસ સેનિટાઇઝ કરવા.

– રસોઇ માટે વપરાતા વાસણ સામગ્રીને વાસણ ઘસવાના લિકવિડથી ધોઇ સ્વચ્છ રખવા.

image source

જ્યારે તમે ઘરે પરત ફરો ત્યારે કઈ વાતનું ધ્યાન રાખવુ.

-ઘરનું બારણું જાતે ન ખોલો, ઘરના અન્ય સદસ્યને અંદરથી બારણું ખોલવા કહો

– બહારથી લાવેલો સામાન નિશ્ચિત સ્થળે મુકી સીધા બાથરૂમમાં જાવ અને તમારા હાથ અને મોં સાબુ તથા પાણીથી ઓછામાં ઓછું વીસ સેકંડ સુધી બરાબર ધોવા.

– બહારથી આવો એટલે કપડાં ડિટરજન્ટવાળા પાણીમાં બોળી દો. જો બહુ ભીડવાળી જગાએ ગયા હોવ તો શરીરે સાબુ ઘસીને સ્નાન કરવું.

-બહાર જતી વખતે ઉપયોગમાં લીધેલા સ્લીપર ડિટરન્ટવાળા પાણીમાં નાખી સાફ કરવા.

તમારા કપડાંને વાયરસથી કેવી રીતે બચાવશો.

image source

– જ્યારે પણ બહારથી પરત ફરો કે તુરત જ કપડાં ડિટરજન્ટવાળા પાણીમાં બોળી દેવા.

– તમારો ટોવેલ તથા ઉપયોગમાં લેવાતા ઘરના કપડાં વગેરે પણ નિયમિત રીતે સાબુથી ધોઇ સ્વચ્છ રાખો.

શાકભાજી, ફળો, દૂધની કાળજી કેવી રીતે રાખવી.

image source

-વર્તમાન સંજોગોમાં, ફળ-શાકભાજી ઉપયોગમાં લેતાં પહેલાં એને બરાબર ધોઈને સ્વચ્છ કરવા જરૂરી છે.

– શાકભાજીના પ્રકારને ધ્યાનમાં લઈ તેને હુંફાળા ગરમ પાણીમાં ખાવાનો સોડા નાખીને અથવા સાબુના પાણી (જો યોગ્ય હોય તે મુજબ)માં રાખી બરાબર ઘસીને સાફ કરવું,

– આ રીતે ધોયા પછી સાદા પાણીથી ધોઈ કોરા કરીને ફ્રિજમાં મુકવા.

– દૂધની કોથળી સાબુના પાણી કે ડિટરજન્ટવાળા પાણીથી બરાબર સ્વચ્છ કરી પછી સાદા પાણીથી સાફ કરીને જ ઉપયોગમાં લેવી.

image source

– ત્યાર બાદ કોથળીમાંથી દૂધ કાઢી ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.

– જો દૂધવાળા પાસેથી દૂધ લેતા હોય તો દૂધ વાસણમાં લેતી વખતે સલામત અંતર રાખવું, દૂધને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું.

ખાદ્ય પદાર્થોને કેવી રીતે ચેપમુક્ત બનાવશો.

image source

– પાણી વડે સાફ ન કરી શકાય તેવા બહારથી લાવેલા ખાદ્ય પદાર્થો અમુક નક્કી કરેલી જગ્યા પર ૭૨ કલાક સુધી રાખી મુકો.

– પ્રવર્તમાન સંજોગોમાં દૂધમાંથી બનાવેલી કોઇપણ વાનગી કે તેમાંથી બનેલી મીઠાઇ વગેરે બજારમાંથી ન ખરીદો. જરૂર લાગે તો ઘરે જ બનાવો.

તમારી રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારશો

– બાળકો, યુવા, ઉંમરલાયક સૌએ કોઇપણ રોગ સામે શરીરને તંદુરસ્ત રાખવું ખૂબ જ જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા નિયમિત રીતે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન ઓછામાં ઓછા ૩૦ મિનિટ સુધી કરવા જોઇએ.

– તુલસી પાન, મરી, સુંઠ, મુળેઠી, હળદરનો ઉકાળો દિવસમાં એક બે વાર લેવો. ગોળ અને લીંબુ પણ તેમાં સ્વાદ મુજબ ઉમેરી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત