અહિંયા ઘરની સાફ-સફાઇ કરનાર લેડીઝની છે જોરદાર ડિમાન્ડ, ટોપલેસ થઇને કરે છે કામ, જાણો એક કલાકનો કેટલો છે ચાર્જ

ઘરની સફાઈ માટે ઘણી એજન્સીઓ છે, જે ઘરને સાફ કરવા માટે ભાડા પર સફાઈ કામદારની સુવિધા પૂરી પાડે છે. પરંતુ આ દિવસોમાં એક કંપની તેની વિશિષ્ટ ઓફરને કારણે ચર્ચામાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કંપની ઘરમાં સાફ સફાઈ માટે ટોપલેસ અને સંપૂર્ણ નગ્ન ક્લીનર્સની સેવાઓ પ્રદાન કરી રહી છે.

‘ધ નેક્ડ ક્લીનસિંગ’ નામની કંપની ઇંગ્લેન્ડમાં આવેલી છે

image source

વાસ્તવમાં ‘ધ નેક્ડ ક્લીનસિંગ’ નામની કંપની ઇંગ્લેન્ડના પ્લાયમાઉથમાં આવેલી છે. આ કંપનીના ડિરેક્ટર નિક્કી બેલ્ટન અને લિયન વુલમેન છે. નેકેડ ક્લીનિંગ કંપની સેવાઓ હાલમાં યુકેમાં સક્રિય છે. નિક્કી બેલ્ટન કહે છે કે તેઓ ટૂંક સમયમાં તેની ફ્રેન્ચાઇઝી આખી દુનિયામાં લઈ જશે.

image source

શરૂઆતથી જ, હું આવા વ્યવસાયમાં હાથ અજમાવવા માંગતી હતી, જેની ફ્રેન્ચાઇઝી હું સતત આખા વિશ્વમાં ફેલાવતી રહુ. હવે અમારી પાસે ફ્રેન્ચાઇઝી મોડેલ છે અને અમે આશા રાખીએ છીએ કે અમે ટૂંક સમયમાં આ સર્વિસ અમેરિકા, કેનેડા, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શરૂ કરી શકીશું.

લોકો ધ નેકેડ ક્લીનિંગ કંપનીને લઈને ઉત્સુક

image source

આ અંગે નિક્કીએ કહ્યું કે, દુનિયાભરના લોકો ધ નેકેડ ક્લીનિંગ કંપનીને લઈને ઉત્સુક છે, જેમાં દુબઇનો સમાવેશ થાય છે. અમે સફાઈ કામદાર અને ક્લાયંટ બંને માટે સુરક્ષિત બુકિંગ સિસ્ટમ પ્રદાન કરીશું. લોકડાઉન પછી, અમારી સર્વિસની જોરદાર ડિમાન્ડ રહેશે. આવતા વર્ષે, અમે સમગ્ર વિશ્વમાં તેનું જોરદાર પ્રમોશન કરીશું. અમે આશા રાખીએ છીએ કે, આનાથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. અમે અમારી તમામ ફ્રેન્ચાઇઝી અને ટીમોને યોગ્ય તાલીમ આપીશું. લોકોની માગ પુરી કરીશું.

એક મહિલા જ બીજી સ્ત્રીને સશક્ત બનાવી શકે

image source

જો કે આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ડિરેક્ટર નિક્કી બેલ્ટન અને તેના સાથી જે આ સેવા પૂરી પાડે છે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. નિક્કી કહે છે કે લોકો હંમેશા તમારી પ્રગતિની ઇર્ષા કરે છે. આથી ડરવાની જરૂર નથી. મારું માનવું છે કે એક મહિલા જ બીજી સ્ત્રીને સશક્ત બનાવી શકે છે. તેથી અમે આ સેવા શરૂ કરી. આ કોઈ મહિલાની બૉડી ઈમેજ સાથે જોડાયેલી નથી, ન કે તેની સાઈઝ સાથે. જણાવી દઈએ કે, કંપની કલાક દીઠ 6700 રૂપિયાના હિસાબથી લોન્ઝરી અને ટોપલેસ સફાઇ કામદારને અને 8500 રૂપિયામાં ન્યૂડ ક્લીનર ઉપલબ્ધ કરાવશે. જ્યાં એક તરફ લોકો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો આ અનોખા પ્રયાસની પ્રસંશા પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત